Apple કંપનીએ iOS ઓપરેટિંગ સિસ્ટમ (iOS Operation System) અપડેટ કરી છે. હવે iOS 14.5 વર્ઝન જોવા મળશે. કંપનીએ આ નવા વર્ઝનમાં કેટલાક નવા ફીચર્સ આપ્યા છે. તમે હવે iPhoneને એપલ વોચ (Apple Watch)થી અનલોક (Unlock) કરી શકો છો.
નવા વર્જનના કારણે હવે માસ્ક (Mask) પહેરીને પણ ફોનને અનલોક કરી શકો છો. ઈમોજી (Emoji) ની સાથે સાથે સીરી (Siri)ના અવાજને પણ અપડેટ કરવામાં આવ્યો છે. અહીંયા Appleના અપડેટની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.
iPhone અનલોક ફીચર્સ અપડેટ
કંપનીએ જણાવ્યું છે કે iOS 14.5 વર્ઝન યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. અપડેટ અનુસાર યૂઝર્સ તેમના ફોનને Apple વોચથી પણ અનલોક કરી શકે છે. જે માટે તમારે એપલ વોચ પહેરીને ફોનને નજીક લાવવાનો રહેશે, અને ત્યારબાદ ફરીથી વોચને જોવાની છે.
એપલ વોચના નોટિફિકેશનથી તમારો ફોન અનલોક થયો હોવાનું ખબર પડી શકે છે. iPhone Xમાં આ ફીચર આપવામાં આવ્યું છે. એપલ વોચ સીરિઝ 3 અને તે પછીના દરેક ડિવાઈસમાં આ ફીચર આપવામાં આવશે. કંપનીએ આ ફીચરની સાથે એક અનલોક ફીચર પણ આપ્યું છે જેમાં, યૂઝર્સ માસ્ક પહેરીને પણ ફોન અનલોક કરી શકે છે.
કંપની અનુસાર આ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 10 લાખથી વધુ ફોનનું વેચાણ થયું છે. કંપનીના કુલ વેચાણમાં જાન્યુઆરીથી માર્ચ સુધીમાં iPhone 11 અને iPhone XRનો 67% હિસ્સો છે. આવનારા સમયમાં કંપની વધુ વેચાણ થવાની આશા રાખી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર