Home /News /tech /Apple iOS 15 લૉન્ચ, ફેસ ટાઇમથી લઈને નોટિફિકેશન સુધી આપના આઇફોનમાં થશે આ મોટા ફેરફાર

Apple iOS 15 લૉન્ચ, ફેસ ટાઇમથી લઈને નોટિફિકેશન સુધી આપના આઇફોનમાં થશે આ મોટા ફેરફાર

આવો જાણીએ iOS 15માં આવનારા ફીચર્સ વિશે અને તેનાથી આપના iPhoneમાં શું ફેરફાર થશે

આવો જાણીએ iOS 15માં આવનારા ફીચર્સ વિશે અને તેનાથી આપના iPhoneમાં શું ફેરફાર થશે

  WWDC 2021: એપલ (Apple)ના સૌથી મોટા સોફ્ટવેર ઇવેન્ટમાં એપલ iOS 15ને રજૂ કરવામાં આવી છે. iOS 15ને જુલાઈમાં પબ્લિકમાં બીટા ટેસ્ટિંગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને તેનું ફાઇનલ વર્ઝન નવા iPhone 13 મોડલની સાથે આવશે, જેને આ વર્ષે સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં લૉન્ચ કરવામાં આવશે. આવો જાણીએ iOS 15માં આવનારા ફીચર્સ વિશે અને તેનાથી આપના iPhoneમાં શું ફેરફાર થશે...

  Compatibility: સૌથી પહેલી અને જરૂરી ચીજ છે તેની કમ્પેટિબિલિટી. મળતી માહિતી મુજબ સોફ્ટવેરનું નવું વર્ઝન iOS 15, કંપનીના iPhone 6s અને ત્યારબાદના ડિવાઇસ માટે કમ્પેટિબલ હશે, જેમાં પહેલા જનરેશનના iPhone SE પણ સામેલ છે.

  Face Time: ફેસ ટાઇમમાં હવે તમે Portrait Modeનો ઉપયોગ પણ કરી શકો છો. તેમાં હવે Share Play પણ જોડાઈ ગયું છે જે સ્ક્રીન શેરિંગને એક લેવલ ઉપર લઈ જાય છે. તેની મદદથી તમે FaceTime પર આપના દોસ્તોની સાથે મ્યૂઝિક ટ્રેક, વીડિયો કે ફિલ્મ જોઈ શકો છો. કન્ટેન્ટ શેરિંગમાં અનેક સ્ટ્રીમિંગ એપ્સ પણ સામેલ છે. આ ઘણું ખરું Netflix Watch Party જેવું હશે જેમાં તમે દોસ્તોની સાથે મળી કોઈ મૂવી કે ટીવી સીરીઝ જુઓ છો.

  આ પણ વાંચો, 10 હજારમાં વેચાઈ રહી છે 500 રૂપિયાની નકામી જૂની નોટ! આવી રીતે બની શકો છો માલામાલ

  Notification: નવા iOS 15માં નોટિફિકેશનને લઈ ફેરફાર થયા છે. તેમાં જરુરી એલર્ટ જેમ કે મેસેજ, ઇમેલ અને મેસેજિંગ એપ્સના નોટિફિકેશન અલગ રહેશે અને બાકીની એપ્સના નોટિફિકેશન અને બિનજરુરી નોટિફિકેશન અલગ જોવા મળશે. ફોક્સ મોડમાં તમે એપ નોટિફિકેશનને રોકી પણ શકો છો. આ મોડમાં માત્ર જરૂરી અલર્ટ મળશે અને બાકી બધા નોટિફિકેશનની સમરીનો હિસ્સો બની જશે, જેને યૂઝર્સ આરામથી બાદમાં જોઈ શકશે.

  Live Texts: હવે આઇફોનનો કેમેરો પણ પિક્ચર ક્લિક કરવા પર ટેક્સ્ડને સિલેક્ટ કરી લેશે, પછી તેને કોપી કરી શકો છો અને કોઈને મોકલી શકો છો. ઇન્ટરનેટ પર સર્ચ કરી શકો છો, ફોન નંબર હોય તો કોલ કરી શકો છો. આ ફીચર કેમેરા ઉપરાંત પિક્ચર લાઇબ્રેરીમાં પહેલા જ સંગ્રહિત ફોટો અને સ્રી. નશોટ્સ ઉપર પણ કામ કરશે. આ ઘણે અંશે એવી રીતે જ કામ કરશે જેમ ગૂગલ લેન્સ કામ કરે છે.

  આ પણ વાંચો, મહેન્દ્ર સિંહ ધોનીએ ખરીદ્યો મોંઘી બ્રિડનો ઘોડો, સ્કોટલેન્ડથી રાંચી લવાયો, જાણો તેની ખૂબીઓ

  Maps: iOS 15માં સૌથી મોટો ફેરફાર તેના મેપ્સમાં આપવામાં આવ્યો છે. પરંતુ તે આપને ત્યારે જ જોવા મળશે જ્યારે તમે Spain, Portugal, Italy કે Australiaમાં રહેતા હશો. મેપ હવે વધુ સ્પષ્ટ જોવા મળશે જ્યાં નેવિગેશન માટે લેન યોગ્ય રીતે દેખાશે. આ ઉપરાંત બ્રિજ અને ઓવરલેપિંગ રોડ પણ અલગ-અલગ દર્શાવવામાં આવશે.
  " isDesktop="true" id="1103169" >

  Weather: Apple Weatherનો લુક હવે બદલાઈ જશે અને આપના આસપાસના હવામાનના હિસાબથી દેખાશે. સાથોસાથ હવામાનની કન્ડિશન જેમ કે એર ક્વોલિટી, ટેમ્પરેચર જેવા ફેક્ટર હાઇ રેઝોલ્યૂશન વેધર મેપ્સમાં જોવા મળશે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Apple, IOS 15, IOS 15 launch, IPhone, IPhone 13, Maps, WWDC 2021, ટેક ન્યૂઝ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन