એપલ-ગૂગલે લોન્ચ કરી ખાસ ટેક્નોલોજી, Corona સંક્રમિત વ્યક્તિની આપી દેશે તમને જાણકારી

News18 Gujarati
Updated: May 21, 2020, 4:24 PM IST
એપલ-ગૂગલે લોન્ચ કરી ખાસ ટેક્નોલોજી, Corona સંક્રમિત વ્યક્તિની આપી દેશે તમને જાણકારી
તે કોન્ટ્રાક્ટ ટ્રેસિંગની જગ્યા લેવાની કશિસ નથી કરી રહ્યા, જે સંક્રમણ રોકવાની એક મહત્વપૂર્ણ રીત છે.

તે કોન્ટ્રાક્ટ ટ્રેસિંગની જગ્યા લેવાની કશિસ નથી કરી રહ્યા, જે સંક્રમણ રોકવાની એક મહત્વપૂર્ણ રીત છે.

  • Share this:
વોશિંગ્ટન : એપલ અને ગૂગલે બુધવારે કોરોના વાયરસના સંપર્કમાં આવવાની આશંકા થવા પર લોકોને જાતે જ સૂચિત કરી દેતી સ્માર્ટફોન ટેક્નોલોજી જાહેર કરી છે. બંને કંપનીઓએ કહ્યું કે, 22 દેશ અને અમેરિકાના કેટલાક રાજ્યો તેમના સોફ્ટવેરનો ઉપયોગ કરી સ્વચ્છિક ફોન એપ તૈયાર કરવાની યોજના પહેલા જ બનાવી રહ્યા છે. આ બ્લૂટૂથ વાયરલેસ ટેક્નોલોજી પર આદારિત છે, જેના દ્વારા એપને ડાઉનલોડ કરનાર વ્યક્તિ જ્યારે આ એપનો ઉપયોગ કરનાર કોઈ અન્ય વ્યક્તિ સાથે સમય વિતાવે છે, જે બાદમાં કોરોના વાયરસથી સંક્રમિત થાય છે તો પહેલા વ્યક્તિને તેની સૂચના આપો-આપ મળી જાય છે.

કેટલીક એજન્સીએ કોવિડ-19ના પ્રકોપને રોકવા માટે પોતાની ફોન એપ પહેલા જ તૈયાર કરવાની કોશિસ કરી છે, પરંતુ મોટાભાગના અસફળ રહ્યા છે. આમાંથી કેટલીક એપને એપલ અને એન્ડ્રોયડ પર ટેક્નિકલ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને તે વ્યાપક રીતે નથી અપનાવી શકાઈ. આ એપ હંમેશા લોકોના સ્થાનને ટ્રેક કરવા માટે જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરે છે, જેના પર એપલ અને ગૂગલ પોતાના નવા સંસ્કરણોમાં ગોપનીયતા સંબંધી ચિંતાઓના કારણે પ્રતિબંધ લગાવી રહ્યા છે.

કંપનીઓએ કહ્યું કે, તે કોન્ટ્રાક્ટ ટ્રેસિંગની જગ્યા લેવાની કશિસ નથી કરી રહ્યા, જે સંક્રમણ રોકવાની એક મહત્વપૂર્ણ રીત છે. પરંતુ તેનું સ્વચાલિત 'એક્પોઝર નોટિફિકેશન' તે પ્રક્રિયાનુ પુરક છે અને સિસ્સટમ કોવિડ-19 વાયરસના પ્રકોપને ધીમો કરે છે. આનાથી એવા વ્યક્તિને શોધવામાં મદદ મલશે, જે સંક્રમિત છે, પરંતુ તેમાં લક્ષણ હજુ નથી દેખાઈ રહ્યા. આ એપ દ્વારા ઉપયોગકર્તાઓની ઓળક ગોપનિય રહેશે.

કંપનીઓએ બુધવારે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, ઉપયોગકર્તાઓ દ્વારા તેનો ઉપયોગ કરવો જ તેની સફળતાની કુંજી છે અને તેમનું માનવું છે કે, ગોપનીયતાના કારણે લોકો આ એપનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત થશે.
First published: May 21, 2020, 4:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading