દેશમાં કોમ્યુનિકેશન સેટેલાઇટ ક્ષેત્રે APPLE ઉપગ્રહથી આવી હતી ક્રાંતિ, જાણો આખી ડિટેલ

(તસવીર - ISRO)

સ્પેસ-સાયન્સ ક્ષેત્રે ભારત અત્યારે ઘણા દેશોથી આગળ નીકળી ગયું છે. ઉપગ્રહ છોડવા કે ચંદ્ર અથવા મંગળ મિશન જેવી બાબતોમાં ભારતે હરણફાળ ભરી છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ ઘણા માઇલસ્ટોન હાંસલ કર્યા છે

  • Share this:


સ્પેસ-સાયન્સ ક્ષેત્રે ભારત અત્યારે ઘણા દેશોથી આગળ નીકળી ગયું છે. ઉપગ્રહ છોડવા કે ચંદ્ર અથવા મંગળ મિશન જેવી બાબતોમાં ભારતે હરણફાળ ભરી છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ ઘણા માઇલસ્ટોન હાંસલ કર્યા છે. સંચાર ક્ષેત્રે કોમ્યુનિકેશન સેટેલાઇટે આજે ભારતને વિશ્વના અગ્રણી દેશોની હરોળમાં લાવી દીધું છે. આ વિકાસની શરૂઆત એપલ સેટેલાઇટ (APPLE)થી થઈ હતી. જે આજથી 40 વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવ્યો હતી. તે ભારતનો સૌપ્રથમ ભૂસ્તર સંચાર ઉપગ્રહ હતો. આ ઉપગ્રહ 18 જૂન 1981ના રોજ ફ્રેન્ચ ગિઆનાથી લોન્ચ કરાયો હતો.

એપલ નામ શા માટે?

એરિએન પેસેન્જર પે લોડ એક્સપેરિમેન્ટનું ટૂંકું નામ એટલે એપલ. આ સેટેલાઇટને યુરોપિયન સ્પેસ એજન્સીના એરિયન લોન્ચ વ્હીકલથી ફ્રેન્ચ ગિઆનામાં સેન્ટર સ્પેશિયલ ગિનાઇઝ ખાતેથી લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઉપગ્રહનું વજન 670 કિલો અને ઊંચાઈ 1.2 મીટર હતી. આ સેટેલાઇટનો ઓનબોર્ડ પાવર 10 વોટ હતો.

સૌપ્રથમ સંચાર ઉપગ્રહ

તે સમયે એપલ પ્રાયોગિક કમ્યુનિકેશન સેટેલાઇટ હતો. જે ઇસરો દ્વારા 6.4 ગીગાહર્ટ્ઝના બે સી બેન્ડ ટ્રાન્સપોન્ડરો સાથે લોન્ચ કરાયો હતો. આ દેશનો પ્રથમ થ્રિ એક્સીસ સ્ટેબીલાઈઝેશન સાથે એક્સપેરિમેન્ટલ જિયોસ્ટેશનરી કોમ્યુનિકેશન સેટેલાઇટ હતો. જેને ઇસરોના બેંગલુરુ સ્થિત સેટેલાઇટ સેન્ટર ખાતે વિકસિત કરાયો હતો.

આ ઉપગ્રહ 18 જૂન 1981ના રોજ ફ્રેન્ચ ગિઆનાથી લોન્ચ કરાયો હતો


આવી રીતે થયો લોન્ચ

ઇસરોએ એપલના બંધારણ, ટીટીસી પાવર, હીટ કંટ્રોલ અને સેન્સિંગ સિસ્ટમની તપાસ કરી હતી. ત્યારબાદ તેને પ્રથમ ફ્રાન્સ મોકલવામાં આવ્યો હતો. જ્યાં ટોઉલોઉજ અને કુરોઉમાં તેની અંતિમ તાપસ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને એરિયન લૉન્ચર સાથે જોડી ફ્રેન્ચ ગુઆના પહોંચાડવામાં આવ્યું હતું. આ મિશનને આંધ્રપ્રદેશના સતિષ ધવન સ્પેસ સેન્ટરથી નિયંત્રિત કરવામાં આવ્યું હતું.

ભારતમાં કોમ્યુનિકેશન યુગનો પ્રારંભ

આ સેટેલાઈટનો ઉપયોગ ટીવી અને રેડિયો બ્રોડકાસ્ટિંગના પ્રયોગ અર્થે કરાયો હતો. તે ભારત માટે ખૂબ ગર્વ અને સન્માનની પળ હતી. એપલને 13 ઓગસ્ટ 1981માં તાત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરાયો હતો. તે અવસરે તેમણે કહ્યું હતું કે, એપલે ભારતના સેટેલાઇટ કોમ્યુનિકેશન યુગનો પ્રારંભ કર્યો છે.

પ્રથમ એનિવર્સરી પર ભારતીય ટપાલ વિભાગે ટપાલ ટિકિટ જાહેર કરી હતી


આ પણ વાંચો - કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે વધારી ચિંતા, અમદાવાદમાં 30 દિવસમાં ફરી સંક્રમિત થવાની ઘટના

બે વર્ષ સુધી સેવા આપી

1981માં 15મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વડા પ્રધાનના રાષ્ટ્રજોગ સંબોધનનું એપલ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેની પ્રથમ એનિવર્સરી પર ભારતીય ટપાલ વિભાગે ટપાલ ટિકિટ જાહેર કરી હતી. એપલનો ઉપયોગ વ્યાપક પરીક્ષણ માટે બે વર્ષ સુધી કરવામાં આવ્યો હતો અને 1985ના 19 સપ્ટેમ્બર રોજ તેને નિષ્ક્રિય જાહેર કરાયો હતો.

આ સેટેલાઈટના કારણે ટેકનોલોજીના વિકાસ અને કોમ્યુનિકેશન સેટેલાઈટમાં અનુભવ ક્ષેત્રે ખૂબ લાભ થયો હતો. આ પ્રકારે ઈનસેટ પ્રણાલી સાથે દેશના પોતાના ઓપરેશનલ કમ્યુનિકેશન સેટેલાઇટ્સના વિકાસ માટેનો પાયો નખાયો હતો. ઈનસેટ તેમજ જીસેટ જેવી સીરીઝ આ સેટેલાઈટના કારણે જ શરૂ થઈ હતી. આ સેટેલાઈટે દેશની તકનીકી અને આર્થિક પ્રગતિમાં ક્રાંતિની જેમ કામ કર્યું છે. એજ્યુકેશન, ટેલિ-મેડિસિન, રૂરલ રિસોર્સ સેન્ટર (વીઆરસી), ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ (ડીએમએસ) જેવી નવી સુવિધાઓ સામાન્ય લોકો સુધી પહોંચવાનું શક્ય બનાવ્યું છે.

First published: