Apple કંપનીએ કર્મચારીઓનો અવાજ બનેલા વધુ એક કર્મચારીની કરી હકાલપટ્ટી, જાણો સમગ્ર મામલો

જાનેક પેરિશ (જમણે)

Apple fires employee: જાનેક પેરિશ (Janneke Parrish) એપલની મેપ સર્વિસમાં પ્રોગ્રામ મેનેજરની જવાબદારી સાંભળતા હતા.

  • Share this:
    મુંબઈ: વિશ્વમાં ઘણી કંપનીઓમાં સતામણી અને ભેદભાવના આક્ષેપો સામે આવતા હોય છે. થોડા સમય માટે એપલ (Apple employee)ના કર્મચારી દ્વારા પણ આવા આક્ષેપ થયા હતા. ત્યારબાદ જાનેક પેરિશ (Janneke Parrish) નામની કર્મચારીએ #AppleToo નામના અભિયાનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. આમ તો મોટાભાગની કંપનીઓ આવી બાબતે ખૂબ જ સખત વલણ અપનાવી જવાબદારો સામે પગલાં લે છે. પણ એપલ દ્વારા અમુક કારણોસર આ કર્મચારની જ હકાલપટ્ટી કરી દેવાઈ છે.

    જાનેક પેરિશ એપલની મેપ સર્વિસમાં પ્રોગ્રામ મેનેજરની જવાબદારી સાંભળતા હતા. કંપનીઓ પોતાની આંતરિક વાતો મીડિયામાં ન જાય તે માટે સચેત હોય છે. એપલ પણ સચેત છે. જેથી મીડિયા સાથે અમુક બાબતો શેર કરવા બદલ જાનેક સામે તપાસ ચાલી રહી હતી, ત્યારે તેણે કંપનીની ડિવાઇસ પરથી અમુક કન્ટેન્ટ ડિલીટ કરી નાખ્યા હતા. આ કન્ટેન્ટ શું હતું તે સામે આવ્યું નથી. પણ આવા વર્તન બદલ તેની હકાલપટ્ટી થઈ હોવાનું કહેવાય છે. જેના બચાવમાં જાનેકે રોયટર્સને જણાવ્યું હતું કે, તેણે તપાસના ભાગરૂપે તેના ડીવાઈસને એપલને સોંપતા પહેલા તેની નાણાંકીય અને અન્ય વ્યક્તિગત માહિતીની વિગતો ધરાવતી એપ્લિકેશનો કાઢી નાખી હતી.

    NDTVના અહેવાલ મુજબ વર્કપ્લેસ પર તેણે ઉઠાવેલા અવાજના કારણે તેની હકાલપટ્ટી થઈ હોવાનું જાનેક માને છે. તે કહે છે કે, હું સતામણી, સમાન મહેનતાણું જેવી બાબતનો અવાજ ઉઠાવી રહી હતી જેથી મારી સાથે આવું થયું છે.

    આ પણ વાંચો: BMWનું સ્કૂટર ભારતમાં લોંચ: કિંમત એટલી કે આ બજેટમાં વીટારા બ્રેજા સહિત આ શાનદાર કાર આવી જાય-વાંચો વિગત 

    ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા એપલના વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કર્યું હતું. તેઓએ સતામણી અને ભેદભાવનો આક્ષેપ કર્યો હતો અને #AppleToo હેઠળ પોતાના કિસ્સા શેર કર્યા હતા. ત્યારબાદ ગયા મહિને એપલે એન્જિનિયરિંગ પ્રોગ્રામના સિનિયર મેનેજર એશ્લે ગ્વાકિકને નોકરીમાંથી તગેડી મુક્યા હતા. તેમના પર કોર્પોરેટ પોલિસીના ઉલ્લંઘનનો આક્ષેપ હતો.

    આ પણ વાંચો: ચીનની તવાઈ: ડ્રેગનના આદેશના પગલે એપલે કુરાન એપ્લિકેશન દૂર કરી

    તાજેતરના ઘટનાક્રમ અંગે એપલે કહ્યું છે કે, અમે સકારાત્મક વર્કપ્લેસ બનાવવા અને જાળવવા માટે હંમેશા પ્રતિબદ્ધ છીએ અને રહ્યા છીએ. અમે તમામ બાબતોને ગંભીરતાથી લઈએ છીએ અને આવજ ઉઠાવવામાં આવે ત્યારે અમે સંપૂર્ણ તપાસ કરીએ છીએ.
    First published: