Home /News /tech /iPhone સાથે ચાર્જર ન આપવું પડ્યું ભારે, Appleને 164 કરોડનો દંડ

iPhone સાથે ચાર્જર ન આપવું પડ્યું ભારે, Appleને 164 કરોડનો દંડ

એપલને પડ્યો 164 કરોડનો ફટકો

BRAZIL COURT FINES APPLE: સૌથી લોકપ્રિય મોબાઈલ કંપની એપલને આઇફોન સાથે ચાર્જર ન આપવા બદલ 20 મિલિયન ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.

બ્રાઝિલ: હેન્ડસેટ બનાવતી કંપનીઓએ માર્કેટમાં એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે કે મોબાઈલ ફોન સાથે ચાર્જર ન આપવું. અમુક કંપનીઓ ચાર્જિંગ કેબલ આપે છે, પરંતુ એડેપ્ટર આપતી નથી. આ પ્રકારની નવી નીતિ સૌપ્રથમ Appleએ શરૂ કરી હતી. એપલે સ્માર્ટફોન સાથે ચાર્જર ન આપવાનું શરૂ કર્યું અને પછી તરત જ જોતજોતા સેમસંગ સહિત અન્ય કંપનીઓએ પણ તેમના કેટલાક મોડલ સાથે ચાર્જર આપવાનું બંધ કરી દીધું. જોકે હવે એપલને આઈફોન સાથે ચાર્જર ન આપવાનો નિર્ણય ભારે પડ્યો છે. તમને જણાવી દઈએ કે બ્રાઝિલમાં એપલને ચાર્જર વિના આઈફોન વેચવા બદલ 20 મિલિયન અથવા લગભગ 164 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

બ્રાઝિલના એક જજનું માનવું છે કે આઇફોન સાથે ચાર્જર ન આપવું ખોટું કૃત્ય છે. કંપની દ્વારા આ નીતિનો અર્થ એ છે કે ગ્રાહકોને કંપનીની બીજી પ્રોડક્ટ ખરીદવા માટે દબાણ કરવું.

સપ્ટેમ્બરમાં ફટકારાયો હતો દંડ 

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સપ્ટેમ્બરમાં બ્રાઝિલની લો મિનિસ્ટ્રીએ આ પ્રકારના જ એક સમાન કેસમાં Appleને 2.5 મિલિયન ડોલરનો દંડ ફટકાર્યો હતો અને કંપનીને તેના iPhone 12 અને iPhone 13 મોડલને ચાર્જર વિના વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સો પાઉલો સિવિલ કોર્ટના ન્યાયાધીશે બ્રાઝિલિયન કન્ઝ્યુમર એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલા સ્યુટમાં પોતાનો આ ચુકાદો આપ્યો છે.



2020થી શરૂ થઈ ચાર્જર ન આપવાની રીત 

નોંધનીય છે કે Appleએ ઓક્ટોબર 2020થી iPhone સાથે ચાર્જર આપવાનું બંધ કર્યું હતું. આનો અર્થ એ છે કે કંપની ગ્રાહકોને પ્રથમ પ્રોડકટ ચલાવવા માટે કંપનીની બીજી પ્રોડક્ટ ખરીદવા માટે આડકતરૂં દબાણ કરે છે.

આ પણ વાંચો:  APPLE DIWALI SALE: IPHONE 14 મળી રહ્યો છે સસ્તો, એપલ વોચ પર પણ મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

એપલને સહિતની કંપનીઓને વધુ એક ફટકો 

સ્માર્ટફોન કંપનીઓની આ પ્રકારની નીતિને પગલે તમામ દેશો અકળાયા છે. ખાસ કરીને યુરોપના દેશોએ તો કડક નીતિ ઘડી છે. ગત અઠવાડિયે યુરોપિયન સંસદે એક નિયમ પસાર કર્યો હતો કે 2024ના અંત સુધીમાં તમામ સ્માર્ટફોન, ટેબલેટ અને કેમેરામાં યુએસબી ટાઇપ-સી પોર્ટ (સિંગલ ચાર્જર સ્ટાન્ડર્ડ) હશે. ઘણા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે એપલ તેની આગામી આઈફોન સીરીઝમાં પણ યુએસબી ટાઈપ-સી ચાર્જરનો ઉપયોગ કરી શકે છે, પરંતુ આ મામલે કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
First published:

Tags: Apple, Apple iPhone, IPhone, Mobile company

विज्ञापन