Home /News /tech /8 માર્ચે ધમાકો કરવાનું છે Apple, M1 અને M2 ચિપ સાથે લોન્ચ થશે જબરદસ્ત પ્રોડક્ટ, Event અહીં જોઈ શકશો

8 માર્ચે ધમાકો કરવાનું છે Apple, M1 અને M2 ચિપ સાથે લોન્ચ થશે જબરદસ્ત પ્રોડક્ટ, Event અહીં જોઈ શકશો

Apple Eventમાં કંપની MacBook Pro, MacBook Air, Mac mini અને iMac Pro જેવા પ્રોડક્ટ્સ લોન્ચ કરી શકે છે.

Apple Eventમાં કંપની નવા મેક મશીનો સાથે લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે તે iPhone SE 3 અથવા iPhone SE + 5G અથવા 5G iPhone SE સાથે-સાથે તેનું નવું iPad Air પણ લોન્ચ કરી શકે છે.

Apple Event: 8 માર્ચે Apple તેના નવા મેકબુક પ્રો (MacBook Pro), મેકબુક એયર (MacBook Air), મેક મિની (Mac mini) અને આઈમેક પ્રો (iMac Pro) જેવા પ્રોડક્ટ્સ લોન્ચ કરી શકે છે. ચર્ચા છે કે આ તમામ પ્રોડક્ટ્સ એપલ M1 અને M2 સિલિકોન (Apple M1 and M2 Silicon) પર આધારિત હશે. કંપનીએ 8 માર્ચ (મંગળવાર)ના રોજ એક કાર્યક્રમ માટે મીડિયાને આમંત્રણ આપ્યું છે.

નવા મેક મશીનો સાથે, અનુમાન છે કે કંપની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે તે iPhone SE 3 અથવા iPhone SE + 5G અથવા 5G iPhone SE સાથે-સાથે તેનું નવું iPad Air પણ લોન્ચ કરી શકે છે. 8મી માર્ચની ઇવેન્ટ વર્ચ્યુઅલ હશે. નોંધનીય રીતે કંપનીની આ વર્ષની પ્રથમ પબ્લિક ઇવેન્ટ હશે. Apple આ ઇવેન્ટને 'પીક પરફોર્મન્સ' કહી રહી છે.

આ પણ વાંચો: Face ID ખરાબ થવા પર નહીં બદલવો પડે ફોન, Apple શરુ કરવા જઈ રહ્યું છે આ સર્વિસ

ઇવેન્ટ ક્યારે લાઇવ થશે

Apple ઇવેન્ટ 8 માર્ચે સવારે 10 વાગ્યે PST (ભારતીય સમયાનુસાર 11:30 વાગ્યે) સમયે યોજાશે. તેને એપલ પાર્કથી કંપનીની વેબસાઈટ અને એપલ ટીવી એપના માધ્યમથી લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. ઇવેન્ટ Appleની સત્તાવાર YouTube ચેનલ પર લાઇવ થવાની પણ અપેક્ષા છે. Appleએ હજુ સુધી કોઈ વિગતોની પુષ્ટિ કરી નથી, તો પણ આમંત્રણમાં મલ્ટીકલર્ડ એપલ લોગો સાથે 'પીક પરફોર્મન્સ' ટેગલાઈન છે, જે દર્શાવે છે કે કંપનીના નવા ડિવાઇસ શાનદાર પર્ફોર્મન્સ સાથે માર્કેટમાં ઉતારવામાં આવશે.

Apple ઇવેન્ટની જાહેરાત

બ્લૂમબર્ગના માર્ક ગુરમન (Mark Gurman) દ્વારા કરાયેલી તાજેતરની આગાહીઓ અનુસાર Apple એક નવા M2, M1 Pro, M1 Max અને M1 Maxના સુપર-પાવર્ડ વર્ઝનના આધારે તેની નવી મેક લાઇનઅપનું અનાવરણ કરી રહ્યું છે. નવા MacBook Pro, MacBook Air અને Mac Miniમાં M2 ચિપ હોવાની અપેક્ષા છે, જ્યારે નવો iMac Pro M 1 Pro અને M 1 Max વિકલ્પ અને Mac mini M 1 Pro સાથે આવી શકે છે.

આ પણ વાંચો: Oppoએ લોન્ચ કર્યું તેનું પહેલું Tablet, કમાલના Features અને જબરદસ્ત Battery

iPhone SE 3માં શું-શું થશે?

MacBook Air સિવાય Apple આ ઇવેન્ટમાં iPhone SE 3 લાવી શકે છે. ચર્ચા છે કે તેને iPhone SE (2022), iPhone SE + 5G અથવા iPhone SE 5G તરીકે લૉન્ચ કરી શકે છે. નવા iPhoneની ડિઝાઇન iPhone SE (2020) જેવી જ હોઈ શકે છે, જો કે તેમાં 5G સપોર્ટ મળી શકે છે અને તે A15 Bionic SoC સાથે આવી શકે છે. એવી પણ ચર્ચા છે કે તેમાં પહેલા કરતા વધુ સારો રિયર કેમેરા હશે. iPhone SE 3ની કિંમત 300 ડોલર (લગભગ 22,700 રૂપિયા) હોઈ શકે છે.
First published:

Tags: 5G Smartphone, Apple, Gujarati tech news, MacBook Pro, Mobile and Technology