Home /News /tech /Apple Event 2022માં આજે લોન્ચ થશે આ પ્રોડક્ટ્સ, અહીં જોઈ શકો છો લાઈવ પ્રોગ્રામ
Apple Event 2022માં આજે લોન્ચ થશે આ પ્રોડક્ટ્સ, અહીં જોઈ શકો છો લાઈવ પ્રોગ્રામ
Appleએ આ ઈવેન્ટને પીક પરફોર્મન્સ (Peek Performance) નામ આપ્યું છે.
Apple Event 2022માં સૌથી સસ્તો iPhone SE3 લોન્ચ થઈ શકે છે. સાથે નવી પ્રોડક્ટ્સની પણ એન્ટ્રી થશે. ટેક એક્સપર્ટનું કહેવું છે કે ઇવેન્ટમાં આઈફોનની સાથે કેટલાક જૂના પ્રોડક્ટ્સ પણ નવા રંગોમાં રજૂ કરવામાં આવશે.
Apple Event 2022: Apple આજે આ વર્ષની પ્રથમ લૉન્ચ ઇવેન્ટનું આયોજન કરવા જઈ રહી છે. Appleની આ ઇવેન્ટ ભારતીય સમય અનુસાર રાત્રે 11.30 વાગ્યે શરૂ થશે. આ ઇવેન્ટમાં કંપની પોતાનો નવો iPhone SE 3 લોન્ચ કરી શકે છે. આ સિવાય બીજી ઘણી પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવશે. Appleએ તેની ઓફિશિયલ સાઈટ પર પોતાનો લોગો (Apple Logo) પોસ્ટ કરીને ઈવેન્ટના સમય વિશે જાણકારી શેર કરી છે.
Peek Performance નામથી આયોજિત આ ઈવેન્ટમાં આજે સૌથી સસ્તો iPhone SE3 લોન્ચ થઈ શકે છે. iPhone SE 3માં કોઈ મોટા ડિઝાઈન ચેન્જની શક્યતા નથી. તેના બદલે કંપની એ ડિઝાઈનને જાળવી રાખશે જે તેણે iPhone SE 2020 લોન્ચ સાથે પસંદ કરી હતી. જો કે, તેમાં 256GB સુધીની સ્ટોરેજ સ્પેસ સાથે એક અપગ્રેડેડ પ્રોસેસર A15 બાયોનિક મળવાની શક્યતા છે. ફોનને બેક અને ફ્રન્ટમાં એક સિંગલ કેમેરા મળવાની પણ શક્યતા છે અને તેની કિંમત લગભગ 399 ડોલર (30,677 રૂપિયા) હોઈ શકે છે.
કહેવાય છે કે આ ઈવેન્ટમાં આઈફોનની સાથે કેટલાક જૂના પ્રોડક્ટ્સ પણ નવા રંગોમાં રજૂ કરવામાં આવશે. આમાં iPad Airનું પર્પલ કલર વેરિઅન્ટ, iPhone 13નું ગ્રીન કલર વેરિઅન્ટ રજૂ થઈ શકે છે. આ ઈવેન્ટમાં Macનો નવો અવતાર Mac Studio પણ લોન્ચ થઈ શકે છે. કંપની તેમાં નવા એક્સટર્નલ ડિસ્પ્લેને પણ Studio Displayના નામથી એક લોન્ચ કરી શકે છે. નવા iPhone Cases પણ આ ઈવેન્ટમાં લોન્ચ થઈ શકે છે.
એવું માનવામાં આવે છે કે નવું ડિસ્પ્લે Pro Display XDR નું આગામી વર્ઝન હોઈ શકે છે અને તે વધુ અફોર્ડેબલ હોઈ શકે છે. આ ઈવેન્ટમાં 13 ઈંચ MacBook Pro પણ લોન્ચ થઈ શકે છે.
Appleએ આ ઈવેન્ટને પીક પરફોર્મન્સ (Peek Performance) નામ આપ્યું છે. Apple આ ઈવેન્ટનું આયોજન ભારતીય સમય અનુસાર આજે રાત્રે 11:30 વાગ્યે કરી રહ્યું છે. આ ઇવેન્ટ કેલિફોર્નિયા સ્થિત એપલ હેડક્વાર્ટર Apple Park ખાતે થઈ રહી છે. તમે આ ઇવેન્ટને કંપનીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ apple.com અને Apple TV એપ પર જોઈ શકો છો.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર