વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાં એપલે પોતાની ઓફિસમાં એક નવી સુવિધા શરૂ કરી છે. અચાનક એપલ ઑફિસમાં સ્ટેન્ડિંગ ડેસ્ક લગાવાયુ છે. જેથી કર્મચારી ઊભા રહીને કામ કરી શકે. તમે વિચારી રહ્યા હશો કે એમ્પ્લોઇને ઊભા રહીને કામ કરવાનું કહેવામાં આવે? હકીકતમાં, એપલે તેના એમ્પ્લોયીની સુવિધાને ધ્યાનમાં રાખીને આ પગલું લીધુ છે. એપલના સીઇઓ ટિમ કુક કહે છે, "અમે તમામ એમ્પ્લોઇને 100 ટકા ઊભા રહીને કામ કરી શકે તેવુ ડેસ્ક તૈયાર કર્યુ છે." જો તમે થોડા સમય માટે ઊભા રહીને થાકી ગયા હોવ તો તમે બેસી શકો છો અને થોડા સમય માટે કામ કરી શકો છો,
Appleના CEO ટિમ કૂક માને છે કે ખુરશી પર કામ કરવું એ કેન્સરના બરાબર છે, તેથી કંપનીએ તેના કર્મચારીઓને તંદુરસ્ત રાખવા માટે આ નિર્ણય લીધો છે. ઊભા રહેવાથી કેલરી બર્ન થાય છે અને સાથે સાથે કમરને પણ આરામ મળે છે.
ટિક કુકને સતત બેઠા રહેનાર લોકોને અનેક પ્રકારની સમસ્યાથી પસાર થવુ પડે તે વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. કારણ કે ડોકટરોના કહેવા પ્રમાણે સતત બેઠા રહેવાથી વ્યક્તિ કેન્સરનો ભોગ બની શકે છે. એપલની નવી વોચ પણ અનેક વખત યુઝર્સને પોતાની કેલરી બર્ન કરવા માટે રીમાઇન્ડર આપતી રહે છે.
એપલની ટીમ તેના ક્યુપર્ટિનોની નવી હેડક્વાર્ટર ઓફિસમાં શિફ્ટ થઈ છે. ત્યાર બાદ જ એમ્પ્લોઇને અનેક શ્રેષ્ઠ સુવિધાઓ મળશે. શટલ બસ સેવા સાથે ઓફિસમાં હરિયાળી, ફળના ઝાડ અને ઓફિસ બહારના રસ્તાઓ પર અનેક પ્રકારના વૃક્ષો પણ છે. આ ઑફિસમાં એમ્પલોઈની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ કેલિફોર્નિયામાં એપલની નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે 175 એકરમાં ફેલાયેલી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર