Home /News /tech /

Apple પોતાના આ iPhoneના ભાવમાં કર્યો ઘટાડો, કિંમતો આટલી ઘટી

Apple પોતાના આ iPhoneના ભાવમાં કર્યો ઘટાડો, કિંમતો આટલી ઘટી

એપલે પોતાના બે ફોનની કિંમતોમાં ઘટાડો કર્યો

એપલે બુધવારની ઇવેન્ટમાં બે નવા iPhoneની કિંમતમાં ભારે ઘટાડો કર્યો છે.

    જો તમે iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. એપલે બુધવારે પોતાની ખાસ ઇવેન્ટમાં iPhoneના બે ટોપ મોડલના ભાવમાં ઘટાડો કર્યો છે. કંપનીએ iPhone 7 અને iPhone 8ના ભાવમાં ભારે ઘટાડો કર્યો છે. ઘટાડા બાદ તમે ઓછી કિંમતમાં આ બે ફોન ખરીદી શકશો.

    સ્પેશિયલ ઇવેન્ટમાં કંપનીએ જાહેરાત કરી કે હવેથી તમે iPhone 7 અને iPhone 7 પ્લસ માત્ર 449 ડોલરમાં ખરીદી શકશો, આ ફોનની શરૂઆતની કિંમત 649 ડોલર હતી. આ ઉપરાંત જો તમે iPhone 8 અને iPhone 8 પ્લાસ ખરીદવા માંગો છો તો તેના માટે તમારે 599 ડોલર ખર્ચ કરવા પડશે, આ ફોનની શરૂઆતની કિંમત 699 ડોલર હતી.

    નોંધનીય છે કે એપલે બુધવારની પોતાની ખાસ ઇવેન્ટમાં નવા iPhone અને સીરીઝ 4ની એક એપલ વોચ લોંચ કરી હતી. કંપની દ્વારા લોંચ કરવામાં આવેલા iPhoneના નામ ક્રમશઃ iPhone XR, iPhone Xs અને iPhone Xs Max છે.

    સ્માર્ટ ફીચર્સથી સજ્જ આ iPhoneમાંથી iPhone XR ત્રણ વેરિઅન્ટ 64 GB, 128 GB, 256 GBમાં આવશે. આ ફોનની શરૂઆતની કિંમત 749 ડોલર છે.

    iPhone Xsની શરૂઆતની કિંમત 999 ડોલર છે. આ ફોન 64 GB, 256 GB, 512 GBના વેરિયન્ટમાં લોંચ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લોંચ કરવામાં આવેલા iPhone Xs Maxની શરૂઆતની કિંમત 1099 ડોલર છે.

    iPhone Xs Dvs iPhone Xs Max માટે 14મી સપ્ટેમ્બરથી પ્રી-ઓર્ડર કરી શકાશે, જેની ડિલિવરી 28 સપ્ટેમ્બરથી શરૂ થશે. જ્યારે iPhone XR માટે 19મી ઓક્ટોબરથી પ્રી-ઓર્ડર કરી શકાશે, આ ફોનની ડિલિવરી 26મી ઓક્ટોબરથી શરૂ થશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Apple, IPhone 7 Plus, IPhone 8, IPhone 8 plush, IPhone price down, આઇફોન 7

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन