Home /News /tech /

Appleએ બંધ કર્યુ iPhone XRનું ઉત્પાદન, ઓક્ટોબરમાં થયો હતો લોન્ચ, જાણો કારણ

Appleએ બંધ કર્યુ iPhone XRનું ઉત્પાદન, ઓક્ટોબરમાં થયો હતો લોન્ચ, જાણો કારણ

આશા છે કે એક્સઆરનો ઓર્ડર નહીં મળવાને કારણે એપલે આ પગલું ઉઠાવ્યું છે. નિક્કી એશિયન રિવ્યૂએ તેમના રિપોર્ટમાં આ દાવો કર્યો છે.

આશા છે કે એક્સઆરનો ઓર્ડર નહીં મળવાને કારણે એપલે આ પગલું ઉઠાવ્યું છે. નિક્કી એશિયન રિવ્યૂએ તેમના રિપોર્ટમાં આ દાવો કર્યો છે.

    આઇફોનના ચાહકોને ઝટકો લાગી શકે છે. આઇફોન ઉત્પાદક કંપની એપલે તાજેતરમાં તેમની નવી પ્રોડક્ટ આઇફોન એક્સ આર લોન્ચ કર્યો હતો. હવે તેનું ઉત્પાદન બંધ કરી દીધુ છે. જાણો અહીં.

    આશા છે કે એક્સઆરનો ઓર્ડર નહીં મળવાને કારણે એપલે આ પગલું ઉઠાવ્યું છે. નિક્કી એશિયન રિવ્યૂએ તેમના રિપોર્ટમાં આ દાવો કર્યો છે.

    માહિતી અનસાર, સોમવારે, એપલ ઇન્કના સ્માર્ટફોન એસેમ્બલર ફોક્સકોન અને પેગેટ્રોનએ આગામી આદેશ સુધી આઈફોન એક્સઆરના ઉત્પાદનને રોકવા કહ્યું હતું. ફોક્સકોન (તાઇવાાની કંપની), જે હોનહાઇ પ્રીસિઝન ઇન્ડસ્ટ્રી તરીકે કામ કરે છે, તે દરરોજ એક લાખ એકમોનું ઉત્પાદન કરે છે, પરંતુ નબળી માંગને કારણે તેનું ઉત્પાદન 20 થી 25 ટકા ઘટ્યું છે.
    એ જ રીતે, પેગેટોરોન, અન્ય તાઇવાન ઉત્પાદક, પણ સમાન સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. એપલે બંને કંપનીઓને આઇફોનના ઉત્પાદનને રોકવા માટે કહ્યું છે.

    આઇફોન એક્સઆરની માંગ નહીં થવા પર લીધો આ નિર્ણય
    નિક્કી એશિયન રીવ્યૂના એક અહેવાલ અનુસાર, ઍક્સઆરની ઉત્પાદન ક્ષમતાનો વધુ ઉપયોગ થતો ન હતો, આ કારણે એપલે આ પગલું લીધું છે. એપલે ફોનના ઉત્પાદનને રોકવા માટે અન્ય આઇફોન એસેમ્બલર વિસ્ટ્રોનને પણ ફોનનું ઉત્પાદન બંધ કરવા કહ્યું છે. સપ્લાય ચેઇનના સૂત્રોનું કહેવું છે કે આ હોલિડે સિઝનમાં એપલને આઇફોનમ એકઆરનો ઓર્ડર મળ્યો નથી.
    એપલ વિશ્વની સૌથી વધુ નફાકારક સ્માર્ટફોન કંપની છે અને આઇફોન એક્સઆર સાથે, આ નવી પ્રોડક્ટમાં નફામાં સૌથી વધારે અપેક્ષા હતી.

    નિક્કી આ રિપોર્ટ પર એપલે તોઇ જવાબ આપ્યો નથી. સાથે જ ફોક્સકોન, પેગેટરોન અને વિસ્ટ્રોએ પણ કોઈ પ્રતિસાદ આપવાનો ઇનકાર કર્યો છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Apple, IPhone XR, ટેક ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन