YouTubeના રિકમન્ડેશન વીડિયોથી પરેશાન છો તો અપનાવો આ તરકીબ

News18 Gujarati
Updated: July 19, 2019, 8:28 AM IST
YouTubeના રિકમન્ડેશન વીડિયોથી પરેશાન છો તો અપનાવો આ તરકીબ
યૂટ્યૂબના બિનજરૂરી વીડિયોને રિકમન્ડેશન સેટિંગની મદદથી આવી રીતે રોકો

યૂટ્યૂબના બિનજરૂરી વીડિયોને રિકમન્ડેશન સેટિંગની મદદથી આવી રીતે રોકો

  • Share this:
જો તમને પણ યૂટ્યૂબ ઓપન કરતાં જ વીડિયોના એવા રેકમન્ડેશન જોવા મળે છે જે આપને સતત પરેશાન કરે છે તો હવે આપને પરેશાન થવાની જરૂર નથી કારણ કે યૂટ્યૂબના નવા અપડેટમાં એક એવું ફીચર આવી ગયું છે જે આપને આપની પસંદ અને નાપસંદના વીડિયોને પસંદ કરવાની વધુ સ્વતંત્રતા આપશે. આ ફીચરની મદદથી યૂઝર્સ પોતાના રેકમન્ડેશન અને પ્રેફરન્સવાળા વીડિયોને વધુ જોઈ શકશે. તેના માટે આપને કેટલાક સામાન્ય સ્ટેપ્સ ફોલો કરવા પડશે- પરંતુ તેના માટે આપની પાસે યૂટ્યૂબનું લેટેસ્ટ વર્જન હોવું જરૂરી છે-

બિનજરૂરી વીડિયોને રિકમન્ડેશન સેટિંગથી આવી રીતે રોકો

તેના માટે બે પદ્ધતિ છે. તેના માટે કોઈ ખાસ ચેનલ માટે સેટિંગ્સમાં જઈને તેનું રિકમન્ડેશનને ઓફ કરી દો કે યૂટ્યૂબ પર 'નોટ ઇન્ટરેસ્ટેડ' ક્લિક કરી દો. ધ્યાન આપવાની વાત છે કે ભવિષ્યમાં આવી જ રીતે તમામ વીડિયો રિકમન્ડેશનને ડિલીટ કરી દેશે.

આ પણ વાંચો, Tiktok અને Helo પર સરકાર પ્રતિબંધ મૂકી શકે છે, નોટિસ પાઠવી

પહેલી રીત-

1. યૂટ્યૂબ ચેનલ ઓપન કરો અને જે વીડિયોને રિકમન્ડેશનમાં તમે નથી જોવા માગતાં તેને સ્ક્રોલ કરો.
Loading...

2. પછી વીડિયોની આગળ ત્રણ ડોટ ક્લિક કરો.

3. 'ડોટ રિકમન્ડેડ ચેનલ' વિકલ્પ પર ક્લિક કરો.

4. ત્યારબાદ આપને એક પોપ-અપ દેખાશે- 'We won’t recommend videos from this channel to you again'

ત્યારબાદ તે ચેનલના વીડિયો તમને ક્યારેય રિકમન્ડેશનમાં નહીં જોવા મળે.

આ પણ વાંચો, શું તમને ખબર છે? WhatsAppના એન્ક્રિપ્ટેડ મેસેજ પણ સુરક્ષિત નથી

બીજી રીત-

1. યૂટ્યૂબ એપને ઓપન કરો અને જે વીડિયોને નથી જોવા માંગતા તેને સ્ક્રોલ કરો.

2. વીડિયો રિકમન્ડેશનના જમણીબાજુ ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.

3. 'નોટ ઇન્ટરેસ્ટેડ' વિકલ્પ પસંદ કરો.

4. ત્યારબાદ આપને બે પોપ-અપ મેસેજ દેખાશે- ‘Video removed’ અને 'Tell us why and Undo'.

5. ‘Tell us why’ બટનને ટેપ કરો અને ‘I’ve already watched' કે 'I don’t like the video' વિકલ્પને પસંદ કરો.

ત્યારબાદ આપને આ પ્રકારના વીડિયો નહીં જોવા મળે.

આ પણ વાંચો, હવે સરકારી કર્મચારીઓ ઓફિસમાં નહીં ચલાવી શકે ફેસબૂક-વોટ્સએપ
First published: July 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...