Ankerએ તાજેતરમાં પોતાનું નવું પોર્ટેબલ ફાસ્ટ ચાર્જર, Anker 20W PD Fast Charger લોન્ચ કરી નાખ્યું છે. આ ફાસ્ટ ચાર્જર એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સથી લઈને iPhonesને ગણતરીની મિનિટોમાં ચાર્જ કરી શકે છે.
Anker 20W PD Fast Charger: સમય સાથે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને એવામાં તે જલ્દી ડિસ્ચાર્જ ન થાય, એ આપણા માટે બહુ જરૂરી બની ગયું છે. જણાવી દઈએ કે, Ankerએ હાઈ-સ્પીડ ચાર્જર પોર્ટ, Anker 20W PD Fast Charger લોન્ચ કર્યું છે. આ ચાર્જરની મદદથી તમે પોતાના આઇફોન (iPhone)થી લઈને એન્ડ્રોઇડ સ્માર્ટફોન (Andoid Smartphones) સુધી, બધાને મિનિટોમાં જ ચાર્જ કરી શકશો. આ ચાર્જર યુએસબી ટાઈપ-સી પોર્ટ સાથે આવે છે. અહીં જાણો તેના વિશે બધું જ..
ત્રણ ગણી ઝડપથી ચાર્જ કરશે આ Charger
Anker 20W PD Fast Chargerના ફીચર્સની વાત કરીએ તો તેનું સૌથી મહત્વનું ફીચર એ જ છે કે તેમાં તમને Anker કંપનીની ખાસ પાવર ડિલીવરી ટેકનોલોજી મળશે જેનાથી ફોન કે લેપટોપનું ચાર્જિંગ ત્રણ ગણી હાઈ સ્પીડથી થશે. તે એક સિંગલ અલ્ટ્રા-પોર્ટેબલ ચાર્જરની મદદથી ઘણાં બધા ડિવાઈસને ચાર્જ કરી શકે છે.
એન્ડ્રોઇડ સ્માર્ટફોન હોય કે iPhone, બધા માટે છે પરફેક્ટ
આ ચાર્જર દરેક પ્રકારના સ્માર્ટફોન માટે પરફેક્ટ છે. Ankerના આ ચાર્જરને 20Wના આઉટપુટ સાથે ડિઝાઈન કરવામાં આવ્યો છે જેથી આ iPhone 12ના મેક્સ ઇનપુટથી મેચ થઈ શકે અને iPhoneને એટલો જ પાવર આપી શકે, જેટલો તેને જોઈએ છે. સાથે જ, તેમાં પાવર-સી ડિલીવરી પોર્ટ અને 20Wનો પાવર આપવામાં આવ્યો છે એટલે તે યુએસબી ટાઈપ-સી પોર્ટ સ્માર્ટફોન્સ, ટેબ્લેટ્સ અને લેપટોપ્સ, બધાંને ઓરિજનલ ચાર્જરની સરખામણીમાં ત્રણ ગણી સ્પીડથી ચાર્જ કરે છે.
કમાલની છે આ ચાર્જરની ક્વોલિટી
તમારી જાણકારી માટે કહી દઈએ કે Anker 20W PD Fast Charger કસ્ટમ મેગ્નેટિક કોમ્પોનન્ટ્સનો ઉપયોગ કરે છે જેની મદદથી તેની સાઈઝ ઓછી થઈ જાય છે, તેની ક્વોલિટી વધુ સારી થાય છે અને તે જલ્દી ગરમ પણ નથી થતું. સાથે જ, આ ચાર્જર એક ફોલ્ડેબલ પ્લગ સાથે આવે છે જેનાથી તેને લઈને ટ્રાવેલ કરવું પણ ઘણું સરળ થઈ જાય છે. તેની ખાસ મલ્ટી-પ્રોટેક્શન સેફ્ટી સિસ્ટમ ઓવર-વોલ્ટેજ પ્રોટેક્શન અને ટેમ્પરેચર કન્ટ્રોલ સાથે આવે છે જે ચાર્જ થતા ડિવાઈસને એકદમ સુરક્ષિત રાખે છે.
આ ચાર્જરને ભારતમાં 1,499 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે પરંતુ હાલ તેને એમેઝોન પર 1,299 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે. બ્લેક અને વ્હાઈટ, બે કલરમાં અવેલેબલ આ ચાર્જર 18 મહિનાની વોરન્ટી સાથે આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર