એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં (Android Smartphone)એપ્સ ડાઉનલોડ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોરને (Google Play Store)સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ સ્ટોર પર આવી ઘણી એપ લિસ્ટેડ છે, જે તમારા મોબાઈલની (Smartphone))સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે. જોકે, ગૂગલ તેના એપ સ્ટોરને ચેક કરે છે અને સમયાંતરે તેના પર કાર્યવાહી કરતુ રહે છે. જોકે, પ્લેટફોર્મ પર એવી ઘણી એપ્સ છે, જે તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ગૂગલે તાજેતરમાં જ પ્લે સ્ટોર પર કેટલીક ખતરનાક એપ (Android apps)પર પ્રતિબંધ મૂક્યો હતો. આ એપ્સનો ઉપયોગ હેકર્સ દ્વારા યૂઝર્સને ફસાવવા અને તેમની વ્યક્તિગત ડિટેલ્સ ચોરવા માટે કરવામાં આવતો હતો. જો આવી એપ્લિકેશન્સ તમારા ફોનમાં પણ હોય, તો તેને અત્યારે જ ડીલીટ કરી દો.
ડિજિટલ સિક્યુરિટી કંપની અવેસ્ટ (Avast)ને તાજેતરમાં પ્લેટફોર્મ પર 19,000થી વધુ એપ્લિકેશન્સમાં ખામીઓ જોવા મળી છે. જેમાં એક ગંભીર કન્ફિગ્યુરેશન છે, જે યૂઝર્સની પર્સનલ ડિટેલ્સ લીક કરી શકે છે.
Avast જણાવ્યું હતું કે, તેણે 19,300થી વધુ એન્ડ્રોઇડ એપ્સ (Android apps)ને ફાયરબેઝ ડેટાબેઝની ખોટી કન્ફિગ્યુરેશનને કારણે જાહેર યૂઝર્સના ડેટાને જનતા સમક્ષ રજૂ કર્યા હતા. ફાયરબેઝ એ એક ડિવાઇસ છે, જેનો ઉપયોગ Android ડેવલપર્સ યુઝર્સ ડેટા સ્ટોર કરવા માટે કરી શકે છે.