Home /News /tech /સ્માર્ટફોનનો સૌથી સ્માર્ટ ઉપયોગ! એન્ડ્રોઈડના આ ફીચર્સ તો કોઈને નથી ખબર, તમે જાણી લો

સ્માર્ટફોનનો સૌથી સ્માર્ટ ઉપયોગ! એન્ડ્રોઈડના આ ફીચર્સ તો કોઈને નથી ખબર, તમે જાણી લો

સ્માર્ટફોનનો કરો સ્માર્ટ યુઝ

ANDROID FEATURES: એન્ડ્રોઈડ યુઝર્સને ઘણા ફીચર્સની તો જાણ સુધ્ધાં નથી હોતી. આજે જાણો એવા કેટલાક ફીચર્સ જેનાથી તમને સૌથી સ્માર્ટફોનનો સ્માર્ટ ઉપયોગ કરતા આવડી જશે.

  નવી દિલ્હી: એન્ડ્રોઇડ એક ખૂબ જ નાની ઓપરેટિંગ સિસ્ટમ (Android OS) છે. તેમાં અનેક અવનવા ફીચર્સ, હેક્સ અને સમય બચાવવાની ટ્રિક્સ (Tricks & Tips For Android OS) રહેલી છે. પરંતુ તમે ખરેખર તમારા ફોન અથવા ટેબ્લેટ વિશે કેટલું જાણો છો? તમે ફોન કોલ કરી શકો છો અને ટેક્સ્ટ મોકલી શકો છો. પરંતુ આ લેખમાં કંઈક એવું છે જેના વિશે તમે જાણતા નથી.

  ડેવલપર મોડ

  સેટિંગ્સ – અબાઉટ ફોન પર નેવિગેટ કરો અને તમારા ફોનના બિલ્ડ નંબર પર સાત વખત ટેપ કરો. તમને ઓનસ્ક્રીન કાઉન્ટડાઉન મળશે. આખરે એક મેસેજ આવશે જેમાં લખ્યું હતું કે "અભિનંદન, તમે હવે ડેવલપર છો (Congratulations, you are now a developer)".

  એનિમેશન સ્પીડ

  મોટે ભાગે લેટેસ્ટ એન્ડ્રોઇડ ફોન્સ પહેલેથી જ ખૂબ જ સ્નેપી લાગે છે. જોકે, કેટલાક લોઅર-એન્ડ ફોનમાં ફક્ત 4GB રેમ હોય છે અને અમુક કિસ્સાઓમાં ફક્ત 2GB હોય છે. એક ઉપાય એ છે કે તમારા ફોનના વિન્ડો એનિમેશન સ્કેલ, ટ્રાન્ઝિશન એનિમેશન સ્કેલ અને એનિમેટર ડ્યુરેશન સ્કેલને 1x થી 0.5x કરવું. જોકે, તેનાથી તમારી ફોનની સ્પીડ નહીં વધે, પરંતુ પહેલાની સરખામણીમાં વધુ સ્પીડ લાગશે.

  સેટિંગ્સ – સિસ્ટમ – ડેવલપર ઓપ્શન અને જરૂરી સેટિંગ્સ માટે થોડું નીચે સ્ક્રોલ કરો (તમારે પહેલા ડેવલપર મોડ સક્રિય કરવાની જરૂર પડશે).

  ક્લિઅર એપ ડિફોલ્ટ્સ

  સેટિંગ્સ > એપ્સ > નોટિફિકેશનમાં જાઓ અને જે એપ વધારે ખુલ્લી રહે છે તે શોધો. ત્યાર પછી, એડવાન્સ્ડ પર ટેપ કરો, ઓપન બાય ડિફોલ્ટ માટે નીચે સ્ક્રોલ કરો, તેને પ્રેસ અને પછી ક્લિયર ડિફોલ્ટ્સ પસંદ કરો.

  તમારા Wi-Fi નેટવર્કમાં કરો ચેન્જ

  Settings > Network and internet > Wi-Fiમાં જાઓ અને તેમાં ચેન્જ કરો. પરંતુ તેનાથી પણ ઝડપી ટ્રીક છે. ક્વિક સેટિંગ્સ મેનુ ખોલવા માટે તમારી સ્ક્રીનની ટોચ પરથી બે વાર નીચેની તરફ સ્વાઇપ કરો, અને વાઇ-ફાઇ આઇકન પર ટેપ કરવાને બદલે આઇકન પર ટૅપ કરો અને હોલ્ડ કરો. તમને તરત જ તમારી આસપાસના તમામ નેટવર્ક્સની લીસ્ટ મળી જશે.

  આ પણ વાંચો: SMARTPHONE TIPS : સ્માર્ટફોન બરોબર નથી ચાલતો? હાઇ પર્ફોર્મન્સ માટે અપનાવો આ ટીપ્સ

  ક્વિક સેટિંગ્સ મેનુ

  ક્વિક સેટિંગ્સ મેનુની વાત કરીએ તો, શું તમે જાણો છો કે તેને એક્સેસ કરવા માટે તમારે ખરેખર ડબલ સ્વાઇપ કરવાની જરૂર નથી? તેના બદલે એક સાથે બે આંગળી દ્વારા સ્વાઇપથી પણ સેમ ઇફેક્ટ આપશે.

  તમારી સ્ક્રિનને કાસ્ટ કરવા

  ક્વિક સેટિંગ્સ – સ્ક્રિન કાસ્ટ ઓપન કરો. તમારાં ડિવાઇસને ક્રોમકાસ્ટ મળી જશે.

  એનોયિંગ નોટીફીકેશન શોધો

  જો તમને પણ કોઇ નોટીફીકેશન પરેશાન કરતી હોય અને તેના વિશે જાણવું હોય તો, નોટીફીકેશન ક્વેશ્ચન પર લોંગ પ્રેસ કરો અને તમને બધી માહિતી મળી જશે.

  મેનેજ એપ નોટીફીકેશન

  એપ પર લોંગ પ્રેસ કરવાથી તમને ઇન્ફેર્મેશન આઇકોન મળશે. તેના પર પ્રેસ કરો અને તમને નોટીફીકેશન સેટિંગ્સ મળશે. તેમાં તમે બધી નોટીફીકેશન બ્લોક કરી શકશો અથવા ઓવરરાઇડ પ્રાયોરિટી મોડ કરીને પ્રાઇવેટ ઇન્ફોર્મેશન છુપાવી શકો છો.

  ડુ નોટ ડિસ્ટર્બ મોડ

  ડુ નોટ ડિસ્ટર્બ સેટ અપ કરવા માટે, સેટિંગ્સ > સાઉન્ડ > ડૂ નોટ ડિસ્ટર્બ પર જાઓ, ત્યારબાદ તમારે જરૂરી વિકલ્પો પસંદ કરી શકો છો.

  મેપ ઝૂમ

  ઝૂમ ઇન કરવા માટે સ્ક્રીન પર ડબલ-ટેપ કરો અને ઝૂમ આઉટ કરવા માટે ડબલ-ટેપ કરો. અથવા સ્ક્રીન પર તમારી આંગળીને ડબલ-ટેપ કરીને હોલ્ડ કરી રાખો. પછી ઝૂમ ઇન અને આઉટ કરવા માટે તમારી આંગળીને ઉપર અને નીચે ખસેડો.

  સ્માર્ટ લોક

  સ્માર્ટ લોક માટે તમે Settings > Security > Smart lock પર જઇને જરૂરી સેટિંગ્સ કરી શકો છો.

  એપ પિનિંગ

  સૌ પ્રથમ તમારે આ મોડને સક્રિય કરવાની જરૂર પડશે. તે માટે સેટિંગ્સ > સિક્યોરિટી > એડવાન્સ્ડ પર જઈને અને નીચે સ્ક્રોલ કરીને એપ પિનિંગ કરો અને વિન્ડોની ટોચ પર ટોગલને ફ્લિપ કરો. સ્ક્રીન પિન કરવા માટે એપ્લિકેશન ખોલો, ઓવરવ્યૂ બટન (ચોરસ) અને પછી પિન આઇકોનને પ્રેસ કરો. જો તમે ઈચ્છો તો પિન કરેલી સ્ક્રીનને પિન-પ્રોટેક્ટ કરી શકો છો.

  હોલ્ડ પર હોય ત્યારે આસિસ્ટન્ટ વાપરો

  ગૂગલ આસિસ્ટન્ટ દ્વારા હવે હોલ્ડમાં રહેવું નહીં પડે. જો તમે હોલ્ડ હોય તો, જમણી બાજું ઉપરના ખૂણામાં 3 ડોટ્સ પર પ્રેસ કરો. જ્યારે સામેવાળું વ્યક્તિ જવાબ આપશે ત્યારે આસિસ્ટન્ટ તમને એલર્ટ આપશે. આ દરમિયાન જે કંઇ પણ કહ્યું હશે તે ટ્રાન્સ્ક્રિપ્ટ રાખશે.

  નોટીફીકેશન હિસ્ટ્રી ટર્ન ઓન કરો

  એન્ડ્રોઇડ 11 અને તેથી અપડેટ વર્ઝનમાં આ ફીચર છે. Settings > Apps and notifications > Notifications > Notification history પર જઇને ટોગલ બટન પર ON પોઝીશન કરો.

  ચેટ બબલ્સ એનેબલ કરો

  તેના માટે તમે Settings > Apps and notifications > Notifications > Bubbles પર ચેટ બબલ્સ ટર્ન ઓન કરી શકો છો. તે પછી કોઈ પણ ચેટને બબલમાં ફેરવવા Settings > Apps and notifications > Conversations પર જાઓ, અને તમે જેમાં આ ફીચર એનેબલ કરવા ઇચ્છતા હોય તે પસંદ કરો.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Android, Gujarati tech news, Mobile phone

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन