ટાટા સ્કાયનું આ નવું સેટ ટોપ બોક્સ, ગ્રાહકોને આપશે એન્ડ્રોઇડ ટીવીની મજા

ટાટા સ્કાય

 • Share this:
  ટાટા સ્કાય (Tata Sky) પોતાના એન્ડ્રોઇડ સેટ ટોપ બોક્સ (Android Set top box) Tata sky binge+ ને આજે લોન્ચ કરશે તેમ મનાય છે. માનવામાં આવે છે કે આ નવા સેટ ટૉપ બોક્સ Airtel Xtreme અને Box Dish Smart Hub સાથે બજારમાં હરિફાઇમાં ઉતરવા માટે લોન્ચ કરવામાં આવ્યું છે. જાણવા મળ્યું છે કે તે એન્ડોઇડ 9 પાઇ પર કામ કરશે અને પેરિસ બેસ્ડ કંપની Technicolor દ્વારા બનાવવામાં આવ્યું છે. ટાટા સ્કાઇના આ નવા ડિવાઇઝ ઓવર ધ ટોપ પ્લેટફોર્મ જેવા કે Amazon Prime Video અને Netfix નું એક્સેસ આપશે.

  Dream DTH વેબસાઇટ આ અંગે જાણકારી આપી છે. આ ડિવાઇઝના વિષે તેણે વિગતવાર માહિતી આપતા કહ્યું છે કે સેટ ટોપ બોક્સના લાઇવ ઇમેલથી ખબર પડે છે કે આ એન્ડ્રોઇડ પર ચાલશે અને તે 4k ને સપોર્ટ કરશે. વધુમાં ટાટા સ્કાઇ બિંઝ સર્વિસ દ્વારા કસ્ટમર્સને એક મહિના સુધી કંટેન્ટની એક્સેસ ફ્રી સર્વિસ આપશે. એટલે કે યુઝર્સ Zee5, Hotstar, Eros Now, Hungama અને SunNxt થી ફ્રી કટેન્ટ તમને બતાવશે.

  વેબસાઇટ પર લિક થયેલા કથિત પ્રમોશનલ કાગળથી તે પણ સંકેત મળી રહ્યો છે કે ટાટા સ્કાઇ બિંઝ+સેટ ટોપ બોક્સ એક મહિનાનું ટાટા સ્કાય બિંગ સર્વિસ કંપ્લીમેન્ટ્રી સબ્સક્રિપ્શનની સાથે આપશે. Tata Sky Binge + સેટ ટોપ બોક્સ 1.8 ગીગાહાઇટ્સ બ્રોડકોમ BCM72604 B પ્રોસેસરની સાથે 2 જીબી રેમ અને 8 જીબી રેમ સ્ટોરેજથી લેસ છે. ગ્રાફિક્સ માટે સેટ ટોપ બોક્સમાં બ્રોડકોમ વીડિયોકેર બી એચડબલ્યૂ જીપીયૂનો ઉપયોગ કરવામાં આવ્યો છે. Tata sky Binge + Priceની જાણકારી હજી સુધી નથી મળી. ટાટા સ્કાઇ બિંઝ સર્વિસને આ મહિને એમેઝોન ફાયર ટીવી સ્ટીકની સાથે લોન્ચ કરવામાં આવશે. જો કે હજી સુધી તેની કિંમત વિષે જાણકારી નથી મળી.
  Published by:Chaitali Shukla
  First published: