Home /News /tech /

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં બદલાઇ જશે આ 10 ફીચર્સ, કેવી રીતે કરશે કામ?

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં બદલાઇ જશે આ 10 ફીચર્સ, કેવી રીતે કરશે કામ?

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં બદલાઇ જશે 10 ફીચર્સ

એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ માટે સારા સમાચાર છે

    ન્યૂઝ18 ગુજરાતી: એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ માટે સારા સમાચાર છે. હાલમાં જ ગુગલે એન્ડ્રોઇડના આગામી વર્ઝન એન્ડ્રોઇડ ક્યુ બીટા 1ને રોલઆઉટ કર્યું છે. આવામાં આ નવું વર્ઝન તમારા ફોનમાં આવવાથી 10 ફીચર્સ બદલાઇ જશે. ચાલો, જાણીએ કયા-કયા ફીચર્સ બદલાશે...

    ડાર્ક મોડ: આજકાલ તમામ એપ્સમાં આ ફીચર આવી ગયું છે અને જે એપ્સમાં આ ફીચર નથી, તેમાં આની પર કામ ચાલી રહ્યું છે. આશા છે કે ટૂંક સમયમાં એ એપ્સમાં આ ફીચરને એડ કરવામાં આવશે. તમારા ફોનમાં એન્ડ્રોઇડ ક્યુ બીટા 1 આવવાથી ડાર્ક મોડને ઇનેબલ કરી શકશો. જેના લીધે તમારા ફોનની બેટરી ક્ષમતા વધી જશે.

    પરમિશન કન્ટ્રોલ: એન્ડ્રોઇડ ક્યુ બીટા 1માં સૌથી ખાસ ફીચર પરમિશન કન્ટ્રોલનું છે. એટલે કે જે પરમિશન તમે કોઇપણ કન્ટેન્ટને આપો છો તેની પર તમે સરળતાથી કન્ટ્રોલ કરી શકશો. ઉપરાંત યુઝર્સ એ પણ કન્ટ્રોલ કરી શકશે કે ક્યારે તેમને પોતાનું લોકેશન શેર કરવું છે અને ક્યારે નહીં.

    ફાઇલ શેરીંગ: સોશિયલ મીડિયાના યુગમાં શેરીંગ ખૂબ જ વધી ગયું છે. આવામાં જો તમારા સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ ક્યુ બીટા 1 આવી જાય છે તો કોઇપણ વસ્તુને ખૂબ જ ઝડપથી શેર કરી શકશો. પહેલાં આના માટે એપ્સ આવતાં હતા પરંતુ હવે તમને કોન્ટેક્સ્ટ પણ દેખાશે અને તમે ડાયરેક્ટ શેર પણ કરી શકશો.

    નવું બેટરી ઇન્ડિકેટર: આજકાલ તમામ ફોનમાં બેટરી પરસન્ટેજ બતાવે છે. પરંત એન્ડ્રોઇડ ક્યુ બીટા 1 આવ્યા પછી તમે એ જાણી શકશો કે તમારા ફોનની બેટરી કેટલા સમય સુધી ચાલી શકશે.

    કલરફુલ થીમ્સ: એન્ડ્રોઇડ ક્યુ બીટા 1 આવ્યા પછી તમારા સ્માર્ટફોનમાં થીમ્સ બદલાઇ જશે.

    પાસવર્ડ વગર વાઇ-ફાઇ થશે કનેક્ટ: જો તમારા સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડનું નવું વર્ઝન આવી જશે તો તમે વગર પાસવર્ડે વાઇ-ફાઇ કનેક્ટ કરી શકશો. એના માટે માત્ર ક્યુઆર કોડ સ્કેન કરવું પડશે.

    આ પણ વાંચો: Vivo લોન્ચ કરશે 2 બજેટ સ્માર્ટફોન, જાણો શું હશે ખાસ?

    કેમેરા: આજકાલ કંપનીઓ ડ્યુઅલ અને ડ્રિપલ રિયર કેમેરા સાથે સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. આવાના એન્ડ્રોઇડના નવા વર્ઝનથી તમે ડેફ્થ કન્ટ્રોલ કરી શકશો. બોકેહને સેટ કરી શકશો.

    ડેસ્કટોપ મોડ: એન્ડ્રોઇડ ક્યુ બીટા 1 દ્વારા તમે તમારા ફોનને ડેસ્કટોપ મોડ પર મૂકી શકશો.

    ઓડિયો-વીડિયો ફોર્મેટમાં ફેરફાર: એન્ડ્રોઇડના નવા વર્ઝનમાં ઓપન સોર્સ વીડિયો codec AV1ને સપોર્ટ કરશે. જેનાથી સ્માર્ટફોનમાં હાઇ ક્વોલિટી કોન્ટેન્ટ જોઇ શકાશે.

    એપ એલર્ટ ઓપ્શન: એન્ડ્રોઇડ ક્યુ બીટા 1 આવ્યા પછી કોઇપણ એપને થોડા સમય સુધી ટેપ કરવાથી નોટિફિકેશન્સ બ્લોક કરવા જેવા જરૂરી વિકલ્પ દેખાશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Change, Released

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन