નવો સ્માર્ટફોન ખરીદ્યા બાદ ભૂલ્યા વગર બદલો આ 4 Settings, હંમેશા રહેશો ફાયદામાં

નવો સ્માર્ટફોન ખરીદ્યા બાદ ભૂલ્યા વગર બદલો આ 4 Settings, હંમેશા રહેશો ફાયદામાં
નવો સ્માર્ટફોન ખરીદ્યો કે ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આપના માટે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી

નવો સ્માર્ટફોન ખરીદ્યો કે ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આપના માટે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી

  • Share this:
    નવું વર્ષ શરૂ થઈ ગયું છે, અને જો આપને નવો સ્માર્ટફોન (Smartphone) ખરીદ્યો કે ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આપના માટે કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. નવો ફોન લીધા બાદ આપણે તેની કેટલીક બાબતો પર ફોકસ કરીએ છીએ જેમાં એક સ્કીન ગાર્ડ છે. સ્કીન ગાર્ડને આપણે તાત્કાલિક લગાવડાવી દઈએ છીએ, જેથી ડિસ્લેરા પર કોઈ પ્રકારના સ્ક્રેચ કે નુકસાન ન થાય. આપણે નવા ફોનના ડિસ્લેન નું તો ધ્યાન રાખીએ છીએ પરંતુ ફોનના અનેક એવા સેટિંગ્સ (Settings) પણ છે જે નવા ફોન માટે ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ કે નવા ફોન માટે કયા Settingsનું ખાસ ધ્યાન રાખતાં આપના અનેક કામ સરળ થઈ જશે.

    કરી લો સિક્યોર - કોઈ પણ ફોન માટે સિક્યુરિી ખૂબ જરૂરી છે. ફોન લેતાં જ આપણે તેની સિક્યુરિટી વિશે વિચાર આવે છે. તો ફોન ખરીદતાં જ તેને સિક્યોર બનાવવા માટે કેટલીક પદ્ધતિ અપનાવવી જોઈએ. તેમાં ફિંગર પ્રિન્ટ, પાસવર્ડ, પેટર્ન લૉક અને ફેસ રિકોગ્નાઇઝેશન જેવી રીતોમાંથી તમે કોઈ પણની પસંદગી કરવી જોઈએ.



    આ પણ વાંચો, Jioનો ખૂબ જ સસ્તો રિચાર્જ પ્લાન! 149 રૂપિયામાં મેળવો ફ્રી કૉલિંગ, 24GB ડેટા અને અનેક ફાયદા

    Widget પર ધ્યાન રાખો - નવો ફોન ખરીદો છો તો કેટલાક Widget આપના ફોનમાં પહેલાથી જ ઇન્સ્ટોલ હોય છે. આ એપ્સ અને Widget ફોનની બેટરીને કન્ઝયૂમ કરતા રહે છે. તો ડાઉનલોડેડ વિઝેટ્સમાંથી જેની જરૂર ન હોય, તેને હટાવી દો.

    Device Manager છે જરૂરી - જો આપે નવો-નવો ફોન ખરીદ્યો છે તો તેમાં Device Manager એપ ડાઉનલોડ કરી દો. આ એક એવી એપ છે જે દરેક એન્ડ્રોઇડ ફોનમાં હોવી જરૂરી છે. આ એપના માધ્યમથી ફોન ખોવાઈ જતાં લોકેશન જાણી શકાશે, રિગ કરવાની સાથે જ તેને લૉક પણ કરવાની સુવિધા મળે છે.
    આ પણ વાંચો, Heroની મોટરસાઇકલોએ માર્કેટમાં મચાવી ધમાલ, ગયા વર્ષનો તૂટ્યો રેકોર્ડ

    Customize Wallpaperથી કામ થશે સરળ – ફોન ખરીદતાં જ તેની હોમ સ્ક્રીન કસ્ટમાઇઝ કરી લો. વોલપેપર, કલર, આઇકન્સને પોતાના હિસાબથી એડજસ્ટ કરો. કેટલીક એપ્સ જેને તમે વારંવાર કે એમ કહો કે વધુ યૂઝ કરો છો તેને પોતાની હોમ સ્ક્રીન પર સેટ કરી લો જેથી ફોન યૂઝ કરવામાં સરળતા રહે.
    Published by:Mrunal Bhojak
    First published:January 04, 2021, 07:49 am