How to Block Unknown Numbers: Android ફોન પર અજાણ્યા નંબરને બ્લોક કરવાનો આ છે એકદમ સરળ ઉપાય
How to Block Unknown Numbers: Android ફોન પર અજાણ્યા નંબરને બ્લોક કરવાનો આ છે એકદમ સરળ ઉપાય
Google આ માટે બાય ડિફોલ્ટ સર્વિસ આપે છે. (Image- shutterstock)
How to Block Unknown Numbers on Android: અમે તમને એન્ડ્રોઇડ ફોન પર અજાણ્યા નંબરને બ્લોક કરવાનો ઉપાય જણાવી રહ્યા છીએ. Google તેના માટે બાય ડિફોલ્ટ એક સર્વિસ આપે છે. જો કે, Androidની દુનિયામાં ફોન મેકર્સ બહુ બધા છે, તેથી આ પદ્ધતિ વિવિધ કંપનીના ડિવાઇસમાં અલગ હોઈ શકે છે.
How to Block Unknown Numbers on Android: અજાણ્યા ફોન નંબર ક્યારેક તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં જો તમે એન્ડ્રોઇડ ફોન પર અનિચ્છનીય અને અજાણ્યા નંબરોને બ્લોક કરવા માગતા હો, તો અમે તમને એ માટે સરળ રીત જણાવી રહ્યા છીએ. Google તેના માટે બાય ડિફોલ્ટ એક સર્વિસ આપે છે. જો કે, Androidની દુનિયામાં ફોન મેકર્સ બહુ બધા છે, તેથી આ પદ્ધતિ વિવિધ કંપનીના ડિવાઇસમાં અલગ હોઈ શકે છે. સ્માર્ટફોનમાં મળતી સ્કિન અને ઈન્ટરફેસના આધારે અજાણ્યા નંબરોને બ્લોક કરવાની પદ્ધતિ બદલાઈ શકે છે, જેવું આગળ જણાવવામાં આવ્યું છે.
અમે તમને એન્ડ્રોઇડ ફોન પર અજાણ્યા નંબરોને બ્લોક કરવાનો ઉપાય જણાવી રહ્યા છીએ. જેની શરૂઆત આપણે Google Pixel ફોનથી કરીએ, જેમાં Google Phone એપ ઇન્સ્ટોલ કરવામાં આવેલી હોય.
આ એપ OnePlus Nord 2 5G અને Nokiaના ઘણા સ્માર્ટફોનમાં પહેલાથી જ ઇન્સ્ટોલ કરેલી હોય છે. તમે તેને Google Play પરથી તમારા Android ડિવાઇસ ઉપર પણ ડાઉનલોડ કરી શકો છો.
અહીં અમે Samsung અને Xiaomi ફોન ઉપર પણ આવતા અજાણ્યા નંબરોને કેવી રીતે બ્લોક કરવા તે જણાવ્યું છે.
How to block unknown numbers on an Android phone with Google Phone app
Google Phone એપ એન્સ્ટોલ કરેલા એન્ટ્રોઇડ ફોન ઉપર અજાણ્યા નંબરને બ્લોક કરવા માટેઃ
1. Phone એપ્લિકેશન ખોલો.
2. ડાયલર સર્ચ બારની ઉપર જમણી બાજુએ ત્રણ ડોટ બટન દબાવો.
3. Settings પર ટેપ કરો અને Blocked Numbers પર જાઓ.
4. Unknown ઓપ્શનને ટર્ન ઓન કરો.
અહીં ધ્યાન આપો કે એન્ડ્રોઇડમાં Unknownનો અર્થ એવા ફોન નંબર નથી કે જે તમારા ફોનમાં સેવ ન હોય. આ તે લોકો માટે છે જેઓ તમારા કોલર આઈડીમાં private અથવા unknown તરીકે ફ્લેશ થાય છે.
How to block unknown numbers on Android phone from Samsung
1. ફોન એપ્લિકેશન ખોલો.
2. ત્રણ ડોટ મેનૂ પર ટેપ કરો અને Settings સિલેક્ટ કરો.
3. હવે Block Numbers પર ટેપ કરો.
4. Block Numbers/Hidden Numebrs પર પ્રેસ કરો અને તમારા ફોન પર private અને unknown નંબરોને બ્લોક કરી દો.
How to block unknown numbers on Android phone from Xiaomi
Xiaomi ફોન પર અજાણ્યા નંબરોને બ્લોક કરવાની રીત.
અહીં અમે MIUI 12.5 પર આધારિત સ્માર્ટફોન પર અજાણ્યા નંબરોને બ્લોક કરવાની રીત સમજાવી છે. જો તમારા ફોનમાં આના કરતા અલગ MIUI વર્ઝન છે, તો સ્ટેપ્સમાં થોડો ફેરફાર હોવો શક્ય છે.
1. Phone એપ ખોલો.
2. સર્ચ બારમાંથી થ્રી-ડોટ બટનને ટેપ કરો.
3. મેનુમાંથી Settings પસંદ કરો.
4. અજાણ્યા કોલર્સના ઇનકમિંગ કોલ્સને બ્લોક કરવા માટે Unknown પર ટેપ કરો.
અજાણ્યા નંબરોને બ્લોક કરવાની ડિફોલ્ટ રીત સિવાય Truecaller જેવી કેટલીક થર્ડ પાર્ટી એપ્સ પણ છે જે અજાણ્યા નંબરને બ્લોક કરવામાં મદદ કરે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર