જૂના ફોનમાંથી નવા ફોનમાં Contacts સરળતાથી ટ્રાન્સફર કરો, અહીં જાણો આખી રીત

પ્રતિકાત્મક તસવીર

જૂના ફોનના કોન્ટેકટને નવા ફોનમાં કેવી રીતે ટ્રાન્સફર કરવા તેની રીત જણાવવામાં આવી છે

  • Share this:
નવો સ્માર્ટફોન લીધા બાદ તમામ ફીચર જોઈ લેવાનો ઉત્સાહ હોય છે. કેમેરો, ઓપરેટિંગ સિસ્ટમ, ડિસ્પ્લે સહિતની બાબતે ઘણી વખત સ્માર્ટફોન ધારક ખૂબ ઊંડા ઉતરી જાય છે, પરંતુ જુના ફોનના કોન્ટેકટ નવા ફોનમાં ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી મનમાં ખટક્યા કરે છે. આપણા જૂના ફોનમાં ઘણા એવા ડેટા હોય છે, જેને આપણે નવા ફોનમાં નાખવા માંગીએ છીએ. તો હવે તમે પણ નવો ફોન લીધા બાદ પોતાના જૂના ફોનના કોન્ટેકટ કે બીજો કોઈ ડેટા લેવા માંગતા હોય તો અહીં તેનું નિવારણ મળી જશે. જૂના ફોનના કોન્ટેકટને નવા ફોનમાં કેવી રીતે ટ્રાન્સફર કરવા તેની રીત અહીં જણાવવામાં આવી છે. થોડા સરળ સ્ટેપથી તમે જૂના ડેટાને નવા ફોનમાં ટ્રાન્સફર કરી શકો છો.

>> દરેક એન્ડ્રોઇડ ડિવાઈસમાં Google Cloudનું ફીચર મળે છે. આ ફીચર તમારા મોબાઈલ ડેટાને સમયે સમયે લિંક કરતું હોય છે. જો તમે Google Cloud માટે સાઈન અપ કરી દીધુ હોય, તો તમારે પોતાના કોન્ટેકટને નવા ફોનમાં ટ્રાન્સફર કરવા માટે તે એકાઉન્ટથી લોગ ઈન કરવું પડશે.

>> તમારું એકાઉન્ટ ગૂગલ એકાઉન્ટ સાથે લિંક છે કે નહીં તે પણ ચેક કરી શકાય છે. આ માટે ફોનના સેટિંગ્સમાં જઈ એકાઉન્ટ્સ પર ક્લિક કરવું. ત્યાર બાદ ગૂગલ પર ટેપ ક્લિક કરીને જુઓ કે કોન્ટેકટ બટન એનેબલ કર્યું છે કે નહીં.

>> જો તમારા કોન્ટેકટ એનેબલ નથી, તો તમારે ટોગલ બટનને ઓન કરવાનું રહેશે. થોડીવારમાં તમારા બધા કોન્ટેકટ ગૂગલ એકાઉન્ટ સાથે લિંક થઈ જશે.
> હવે તમારે તે જ ઈમેઇલ સાથે નવા ફોનમાં લોગ ઇન કરવું પડશે, તમારા બધા કોન્ટેક્ટ્સ આપોઆપ તમારા ફોનથી લિંક થઈ જશે. જો તમે અગાઉથી જ અન્ય ઈ મેઈલ સાથે લોગ ઈન થઈ ગયા હોવ તો ADD NEW પર ટેપ કરી નવા ગૂગલ એકાઉન્ટને જોડી દો.

આ પણ વાંચો - શોએબ અખ્તરે મેચ પહેલા રોબિન ઉથપ્પાને આપી હતી ધમકી, જાણો શું છે આખો મામલો

>> જો તમે કોન્ટેકટને ગૂગલ સાથે શેર કરવા ન માંગતા હોય, તો તમારે કોન્ટેકટને સિમમાં સેવ કરવા જોઈએ. પરંતુ નવું સિમ ફોનમાં ફિટ થઈ જશે કે નહીં તે કન્ફર્મ કરી લો.

>> સિમમાં કોન્ટેકટ સેવ કરવા માટે, Contact એપ્લિકેશનની ઉપરની જમણી બાજુએ Setting પર જવું. પછી તમે Import / Export વિકલ્પ પર ટેપ કરીને તમારા બધા કોન્ટેકટ સિમમાં Export કરી શકો છો.

>> સિમથી કોન્ટેકટને નવા ફોનમાં Import કરવા માટે તમારે કોન્ટેકટ એપમાં ઉપર રહેલા Settingમાં જાવ. ત્યારબાદ Import / Export વિકલ્પ પર ટેપ કરીને Import કરી શકો છો.

આ પણ છે સરળ રીત

>> કોન્ટેકટને ઈમ્પોર્ટ કરવાની હજુ એક રીત છે. Contect એપમાં જઈને ટોપ રાઈટ કોર્નર પર અપાયેલા મેન્યુ બટન પર જઈને શેર પર ક્લિક કરો.

>> ત્યાર બાદ તમને કોન્ટેકટ સિલેક્ટ કરવાનું કહેવામાં આવશે. તમે બધા જ કોન્ટેકટને સિલેક્ટ કરી શકો છો. ત્યાર બાદ શેર પર ટેપ કરો અને Save to drive પર ટેપ કરો.
> પરમિશન માંગે તો Allow કરી દો. ત્યાર બાદ Contacts.vcfના નામથી save વિકલ્પ પર ટેપ કરી તમારા એકાઉન્ટને Google Drive પર સેવ કરી શકશો.


>> તે જ Google એકાઉન્ટથી ફરીથી નવા ફોનમાં લોગ ઇન કરીને તમે ડ્રાઇવ ખોલો. Contacts.vcf ફાઇલ ડાઉનલોડ કરો, બધા કોન્ટેકટ તમારા નવા ફોનમાં આવી જશે.
First published: