Home /News /tech /

ગૂગલ એન્ડ્રોઇડ 12: નવી OS માટે થઈ જાઓ તૈયાર, જાણો નવા ફિચર્સમાં શું-શું મળશે

ગૂગલ એન્ડ્રોઇડ 12: નવી OS માટે થઈ જાઓ તૈયાર, જાણો નવા ફિચર્સમાં શું-શું મળશે

એન્ડ્રોઇડ 12

Google Android 12: ગૂગલે કરેલી સ્પષ્ટતા અનુસાર એન્ડ્રોઇડ 12માં પહેલા કરવા વધુ એનિમેશન મળશે. આ એનિમેશન સમય જતા કોઇ સમસ્યા ઉભી કરશે નહીં.

મુંબઈ: ગૂગલ પિક્સલ યૂઝર્સ માટે આજે એન્ડ્રોઇડ 12નું સ્ટેબલ વર્ઝન લોન્ચ કરવામાં આવશે. એન્ડ્રોઇડનું લેટેસ્ટ વર્ઝન એન્ડ્રોઈડ પર અત્યારસુધી જોવા મળેલ શ્રેષ્ઠ ડિઝાઇન્સ પૈકી એક છે. નવા વર્ઝનમાં વધુ સારા અને સરળ ફીચર્સ ઉપલબ્ધ બનશે. એન્ડ્રોઇડ 12 ખૂબ જ આકર્ષક છે, પરંતુ જેમને નાના મેનુ અને સરળ બટન્સ પસંદ છે, તેમના માટે થોડી અટપટી સાબિત થઇ શકે છે. ગૂગલે કરેલી સ્પષ્ટતા અનુસાર એન્ડ્રોઇડ 12માં પહેલા કરવા વધુ એનિમેશન મળશે. આ એનિમેશન સમય જતા કોઇ સમસ્યા ઉભી કરશે નહીં. તેની પાછળનું કારણ છે કે, એન્ડ્રોઇડ કોર આર્કિટેક્ચર બેકગ્રાઉન્ડમાં 20 ટકાથી ઓછો CPU પાવરનો ઉપયોગ કરે છે. જે જૂના સ્માર્ટફોન્સ પર સારી રીતે નવી ડિઝાઇન અને એનીમેશનનું સંચાલન કરે છે.

લોક સ્ક્રિનને પણ વધુ ડાયનામિક બનાવવામાં આવી છે. પાવર બટન પ્રેસ કરવાથી બટનની બાજુથી ધીમે-ધીમે સ્ક્રિન દેખાશે, જો તમે નીચેથી પ્રેસ કરશો તો સ્ક્રિન ત્યાંથી દેખાશે. જોકે, ગૂગલ કહે છે કે આ વર્ઝન માત્ર શ્રેષ્ઠ ડિઝાઇનના કારણે જ ખાસ નથી. યૂઝર્સ માટે ગૂગલે ખાસ પ્રાઇવસી ડેશબોર્ડ પણ લોન્ચ કર્યું છે. જે ખરેખર તમામ પ્રાઇવસી ફિચર્સ અને પરમિશન એક જ જગ્યાએ પૂરી પાડશે. આ ડેશબોર્ડમાં તમે માઇક્રોસ્કોપિક અને ગ્રાફિકલ વ્યૂ દ્વારા જાણી શકશો કે તમારા ફોનમાં કઇ એપ ક્યા ફીચર્સનો ઉપયોગ કરી રહી છે અને તમને મેનેજ પરમિશન ઓપ્શન પણ આપવામાં આવ્યો છે.

એપલ આ વર્ષે આઇફોન યૂઝર્સ માટે એપ ટ્રેકિંગ ટ્રાન્સપરન્સી ફીચર લાવ્યું હતું. ગૂગલનું એન્ડ્રોઇડ 12 પણ આવી જ સુવિધા તેના યૂઝર્સ માટે લાવ્યું છે. ગૂગલના એન્ડ્રોઇડ 12 સપોર્ટ પેજ અનુસાર, યૂઝર્સ એડવર્ટાઇઝિંગ આઇડી ડિલીટ કરીને લક્ષિત જાહેરાતોને દૂર કરી શકશે, જે જાહેરતાકર્તાઓને યૂઝર્સની ઇચ્છાઓને ઓનલાઇન ટ્રેક કરવા માટે મંજૂરી આપે છે.

કઈ એપ્લિકેશન તમારા કેમેરા અને માઇક્રોફોનનો ઉપયોગ કરી રહી છે, તે તમને જણાવવા માટે એન્ડ્રોઇડ 12 જમણી બાજુના ખૂણા પર નાના આઈકોન્સ બતાવશે. જે તમને કઇ એપ છૂપી રીતે પરમિશન એક્ટિવ કરી શકે છે તેના વિશે અવગત કરશે. એપલ દ્વારા આ ફીચર ગત વર્ષે iOS 14 સાથે રોલઆઉટ કરવામાં આવ્યું હતું. જોકે, ગૂગલે તમારી પ્રવૃત્તિઓ પર નજર રાખતી અને જાહેરાતો આપતી એપ્લિકેશન્સ દૂર કરવા માટે કંઇ કરશે કે કેમ તે અંગે મૌન સેવ્યું છે.

જેમ કે એપલ પાસે એપ પ્રાઇવેસી પરમિશન છે. જોકે, તેણે એન્ડ્રોઇડ પ્રાઇવેટ કોમ્પ્યૂટ કોર સ્પર્શ કર્યો છે જે ઘણા કાર્યો કરવાની ખાતરી આપે છે. જેવી કે, લાઇવ કેપ્શનિંગ અને સેન્સીટીવ ગૂગલ સ્પીચ ટ્રાન્સ્લેટ ડેટા- કોઇ પણ નેટવર્ક એક્સેસ વગર. આ પ્રાઇવેસી માટે એક સકારાત્મક પગલું છે, પરંતુ કંઇક એવું છે જેમાં મોટા મુદ્દાઓ કે પ્રશ્નોને નજરઅંદાજ કરી દેવામાં આવે છે.

આ પણ વાંચો: આપના Aadhaar સાથે કેટલા મોબાઇલ નંબર છે લિંક? એક ક્લિકમાં જાણો, આવી રીતે કરો CHECK

અન્ય ફીચર્સમાં ગૂગલે વધુ કેમેરા એલ્ગોરિથમ્સની જાહેરાત કરી છે, જે માત્ર એન્ડ્રોઇડ 12 સુધી જ સિમિત નહીં રહે. આ સિવાય એન્ડ્રોઇડ 12એ એન્ડ્રોઇડ ટીવી યૂઝર્સને તેમના ફોનમાં ટીવી રિમોટની સુવિધા પણ આપશે અને આજની લિમીટેડ લીસ્ટ પૈકી ઘણી કાર્સમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો સપોર્ટ આપશે. એન્ડ્રોઇડ 12 સૌથી એલિજીબલ ડિવાઇસ પર પહેલા લોન્ચ થશે જેમાં પિક્સલ યૂઝર્સ પ્રથમ હરોળમાં રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Android 12, ગૂગલ, ટેકનોલોજી, મોબાઇલ

આગામી સમાચાર