ગૂગલ Pixel યૂઝર્સ માટે Android 12 સ્ટેબલ વર્ઝન રોલ આઉટ કરી રહ્યું છે. જેના કારણે Gmail, કેલેન્ડર, મીટ, ડ્રાઈવ, ડોક્સ, શીટ્સ અને સ્લાઈડ સહિત Googleની વર્કસ્પેસ એપની ડિઝાઈનમાં ફેરફાર જોવા મળશે. Android 12 સ્ટેબલ વર્ઝનમાં પહેલાની સરખામણીએ અધિક એનિમેશન આપવામાં આવશે. આ વર્ઝન 20 ટકાથી અધિક પીક સીપીયૂ પાવરનો ઉપયોગ કરે છે. આ અપડેટ વર્ઝનથી (android 12 update)યૂઝર્સ એન્ડ્રોઈડ ફોનની મદદથી ટીવીને કંટ્રોલ કરી શકશે. યૂઝર્સ પોતાના ફોનની મદદથી ટીવી ઓન કરી શકશે અને પોતાનો મનપસંદ શો શરૂ કરી શકશે. ફોનના કીબોર્ડની મદદથી હાર્ડ પાસવર્ડ, મૂવી નેમ અથવા સર્ચ ક્વેરીને ઝડપથી ઈનપુટ કરી શકે છે. આગામી થોડાક સપ્તાહમાં વધુ 14 દેશોમાં આ અપડેટ વર્ઝન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
તમે વિચારી રહ્યા હશો કે, તમારા સ્માર્ટફોનમાં Android 12 અપડેટ જોવા મળશે કે નહીં? જે સ્માર્ટફોનમાં Android 12 અપડેટ આપવામાં આવશે, તે તમામ સ્માર્ટફોનની યાદી કરવામાં આવી છે. જે ડિવાઈસમાં આ અપડેટની પુષ્ટી કરવામાં આવી છે તે અને જેમાં આ અપડેટ અપાઈ શકે તે તમામ સ્માર્ટફોનના નામ આ યાદીમાં સામેલ છે.
કેમેરા સ્વિચ: એન્ડ્રોઈડ 12 અપડેટમાં કેમેરા સ્વિચ ફીચર આપવામાં આવશે. જેમાં યૂઝર્સ ફ્રન્ટ ફેસિંગ કેમેરાને સ્વિચમાં બદલી શકશે. યૂઝર્સ ફેસના ઈશારા અને આંખોના ઈશારાની ઉપયોગથી અનેક વસ્તુઓ એક્ટિવેટ કરી શકશે.
Pixel 3, Pixel 3 XL, Pixel 3a, Pixel 3a XL, Pixel 4, Pixel 4 XL, Pixel 4a, Pixel 4a (5G), Pixel 5, અને Pixel 5a સહિતની તમામ Google Pixel ડિવાઈસ પર Android 12 અપડેટ જોવા મળશે.
સેમસંગ (Samsung)
સૌથી અધિક સેમસંગ સ્માર્ટફોનમાં Android 12 મળ્યું હોવાની પુષ્ટી કરવામાં આવી છે. સેમસંગના કયા સ્માર્ટફોનમાં આ અપડેટ આપવામાં આવી છે, તે અહીંયા જણાવવામાં આવ્યું છે.
Galaxy S series:
ગયા મહિને Galaxy S21 સીરિઝ માટે Android 12 બીટા અપડેટ રોલઆઉટ કરવામાં આવી હતી. S સીરિઝના અન્ય ડિવાઈસને થોડા સમયમાં જ આ રોલઆઉટ મળશે. જેમાં ગેલેક્સી S20 અલ્ટ્રા 5G, S20 અલ્ટ્રા, S20+ 5G, S20+, S20 5G, S20 અને S10 5G, S10+, S10, S10e, S10 લાઈટ સામેલ છે.
Asus India એ સત્તાવાર રીતે ઘોષણા કરી છે કે, ખૂબ જ ટૂંક સમયમાં Asus 8z લોન્ચ કરવામાં આવશે. અગાઉ આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 11 સાથે લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. કંપનીએ હવે જણાવ્યું છે કે, આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ 12 અપડેટ આપવામાં આવશે. Asus Zenfone 8, Asus Zenfone Flip માં પણ એન્ડ્રોઈડ 12 અપડેટ આપવામાં આવશે.
નોકિયા
નોકિયા XR 20 માં એન્ડ્રોઈડ 12 અપડેટ મળવાની પુષ્ટી કરવામાં આવી છે. નોકિયા 1.3, 2.4, 3.4, 5.3, 5.4, 8.3 5G, નોકિયા CO1 પ્લસ, નોકિયા C20 પ્લસ, નોકિયા G10, નોકિયા G20, નોકિયા X10, X20 અને XR20માં એન્ડ્રોઈડ 12ની અપડેટ આવી શકે છે.
Xiaomi
અહીંયા જણાવેલ ડિવાઈસમાં Mi 11 સીરિઝને Android 12 અપડેટ મળવાની પુષ્ટી કરવામાં આવી છે- Mi 11, Mi 11 Ultra, Mi 11i અને Mi 11X Pro. અન્ય ડિવાઈસમાં Android 12 અપડેટ મળી શકે છે, જેમાં Mi 11 લાઈટ 4G, Xiaomi 11 લાઈટ NE 5G, Xiaomi 11T, 11T Pro, રેડમી નોટ 10 સીરિઝ, રેડમી 10 પ્રાઈમ અને રેડમી K20 સીરિઝ શામેલ છે.
વન પ્લસ
વન પ્લસ 9, 9 Pro અને નોર્ડ 2 સ્માર્ટફોનમાં Android 12 અપડેટ આપવામાં આવશે. વન પ્લસ8, 8 Pro, 8T, વન પ્લસ નોર્ડ અને વન પ્લસ નોર્ડ CE સ્માર્ટફોનમાં પણ આ અપડેટ આવી શકે છે.