આવી ગયું નવું Android 10! સૌથી પહેલા આ સ્માર્ટફોનમાં થયું અપડેટ, બદલાશે આ ફિચર્સ

News18 Gujarati
Updated: September 4, 2019, 1:38 PM IST
આવી ગયું નવું Android 10! સૌથી પહેલા આ સ્માર્ટફોનમાં થયું અપડેટ, બદલાશે આ ફિચર્સ
લોકેશન ચાલુ અને બંધ કરવા માટે આમાં ત્રીજો વિકલ્પ આપવામાં આવશે.

નવી ઓપરેટિંગ સિસ્ટમ Android 10 માં વધુ પ્રાઇવસી (privacy improvements) હશે, કામગીરી (performance) માં સુધારો થશે, સોફ્ટવેર અપડેટ્સ પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.

  • Share this:
એન્ડ્રોઇડ 10નું લેટેસ્ટ અને દમદાર વર્ઝન સત્તાવાર રીતે લૉન્ચ કરવામાં આવ્યું છે. આ નવા અપડેટ સાથે યૂઝર્સોના ફોનના ઇન્ટરફેસ અને સુવિધાઓ બંને બદલાશે. Android 10માં પ્રાઇવસીમાં વધુ સુધારણા થશે અને કામગીરીમાં પણ સુધારો થશે, સાથે જ સૉફ્ટવેર અપડેટ્સ પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. નવી ઑપરેટિંગ સિસ્ટમ હાલમાં એન્ડ્રોઇડ 10 Android 10 Google Pixel 3a, Pixel 3a XL, Pixel 3, Pixel 3 XL, Pixel 2, Pixel 2 XL અને પ્રથમ જનરેશનના Pixel અને Pixel XL માટે રોલઆઉટ થયું છે.

આમાં સૌથી મહત્વની વાત એ છે કે ગૂગલે તેના પિક્સેલ અને પિક્સલ એક્સએલ સ્માર્ટફોન માટે એન્ડ્રોઇડ 10 રજૂ કર્યું છે. આ એવા ફોન્સ છે જેના માટે કંપનીનું ઓફિશિયલ અપડેટ સપોર્ટ પણ બંધ થઈ ચુક્યું છે.

આ પણ વાંચો: લૉન્ચ પહેલા લીક થઇ iPhone 11ની તસવીર, મળશે આ ખાસ ફિચર્સઆમાં જે ફિચર સૌથી અલગ દેખાશે તે ડાર્ક મૉડ થઇ જશે. Android 10 માં ગૂગલે યૂઝર્સની પ્રાઇવસી પર વિશેષ ધ્યાન આપીને ફેરફાર કર્યો છે. લોકેશન ચાલુ અને બંધ કરવા માટે આમાં ત્રીજો વિકલ્પ આપવામાં આવશે.

આ પણ વાંચો: હંમેશા ON રાખો ફોનનું આ એક સેટિંગ, ચોરી થવા પર કરશે મદદ

તમારા સ્માર્ટફોનમાં OSનું લેટેસ્ટ વર્ઝન Android 10 આવ્યાં બાદ તમે પાસવર્ડ વગર પણ વાઇફાઇને કનેક્ટ કરી શકશો. એટલે કે કનેક્ટ થવા માટે યૂઝર્સને વારંવાર પાસવર્ડ લખવો પડશે નહીં. આ માટે ફક્ત તેમને ક્યૂઆર કોડ સ્કેન કરવો પડશે.

ગૂગલ કહે છે કે આ નવી ઑપરેટિંગ સિસ્ટમ સાથે ફોનનું પ્રદર્શન પહેલા કરતા વધારે સારું રહેશે, કારણ કે એપ્લિકેશન ઝડપથી ખુલી જશે, ઓછી મેમરીનો ખર્ચ થશે અને ખૂબ જ સરળ ચાલશે. વિશ્વભરમાં ગૂગલના તમામ પિક્સલ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 10 રોલઆઉટ કરવામાં આવ્યું છે. તેથી જો તમને હજી સુધી આ અપડેટ પ્રાપ્ત થયું નથી, તો તમારા ફોનના નોટિફિકેશન પર વિશેષ ધ્યાન રાખો.
First published: September 4, 2019, 1:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading