ફેસબુક મેસેન્જર (Facebook Messenger)નો ઉપયોગ કરનાર માટે સારા સમાચાર છે. Facebook પોતાના મેસેન્જરમાં એક નવું ફીચર લાવવા જઈ રહ્યું છે. આ નવું ફીચર ઘણું કામનું છે. આ ફીચરની મદદથી તમે Facebook Messenger માં મોકલાવેલ મેસેજને ડિલીટ કરી શકશો. ફેસબુકનું આ ફીચર WhatsAppમાં હાલમાં જ આવેલા ફીચર જેવું છે.
Facebook Messengerમાં આવનાર આ નવા ફીચરનો ફાયદો થશે કે તમે કોઈને ખોટો મેસેજ મોકલી દેશો તો તેને ડિલીટ કરી શકશો. Facebook Messengerમાં આ ફીચરનો એક સ્ક્રીનશોટ પણ સામે આવ્યો છે. સ્ક્રીનશોટમાં બતાવવામાં આવ્યું છે કે મોકલાવેલ મેસેજને કેવી રીતે ડિલીટ કરવામાં આવશે. ટેકનોલાજી સાથે જોડાયેલ ખબરો પર નજર રાખનાર જેન મંચૂન વોંગે આ વર્ષે એપ્રિલમાં જ ટ્વિટ કરીને Facebook Messengerમાં આવનાર નવા ફીચરની જાણકારી આપી હતી. આ ફીચર ફોટો શેરિંગ એપ ઇંસ્ટાગ્રામ ઉપર પહેલાથી જ છે. જેનાથી કોઈપણ યૂઝર્સ મોકલાવેલ મેસેજ ફોટો, વીડિયો ડિલીટ કરી શકે છે.
વોંગે જે સ્ક્રીનશોટ શેર કર્યો છે તેમાં મોકલાવેલ મેસેજને ડિલીટ કરવા માટે અનસેન્ડનું બટણ આપવામાં આવ્યું છે. જેને જોયા પછી એમ લાગી રહ્યું છે કે મેસેજ ડિલીટ કરવા માટે એક નિર્ધારિત સમય આપવામાં આવશે. આ સિવાય તમે મેસેજને ડિલીટ કરવા માંગો છો તો તે મેસેજે થોડોક સમય સુધી દબાવી રાખવાથી પણ તમે મેસેજને ડિલીટ કરી શકશો. Gmail પણ પોતાના યૂઝર્સને અનસેન્ડ ઇ-મેલ માટે 30 સેકન્ડનો સમય આપે છે. જોકે ફેસબુક મેસેન્જરના અનસેન્ડ ટાઇમની લિમીટ હજુ સુધી સામે આવી નથી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર