ન્યૂઝ18 ગુજરાતી: શુક્રવારે સવારે ઓડિશાના કાંઠા વિસ્તારમાં 245 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચક્રવાત ફાની ટકરાયું છે. ફાની ત્રાટકતાં 6 લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. જ્યારે ઓડિશાના અંદાજે 10,000 ગામડા અને 52 શહેરો પ્રભાવિત થાય તેવી શક્યતા છે.
ચક્રવાતમાં ફસાયેલા લોકોને બચાવવા માટે અમૃતા સેન્ટર ફોર વાયરલેસ નેટવર્ક્સ એન્ડ એપ્લીકેશન (AmritaWNA)ના શોધકર્તાઓએ એક એપ બનાવી છે. આ એપ રિયલ ટાઇમમાં પીડિતોને રિલીફ ટીમ સાથે કનેક્ટ કરવામાં મદદ કરશે.
વર્ષ 2018માં કેરળમાં આવેલા પુર દરમિયાન પણ આ એપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આનાથી લગભગ 12,000 લોકોને રાહત પહોંચાડવામાં આવી હતી. AmritaWNAના સેથુરમન રાવ અનુસાર, અંગ્રેજી, મલયાલમ, તમિલ, કન્નડ, હિંદી અને અન્ય ભાષાઓમાં આ એપ ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે અને તે કુદરતી આફતો દરમિયાન લોકોની મદદ કરે છે.
AmritaKripa એપ યુઝર્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. જેમાં ડિઝાસ્ટર સર્વાઇવર્સ, રિલીફ પ્રોવાઇડર્સ, રિલીફ કેમ્પ કોઓર્ડિનેટર્સ, રેસ્ક્યુ ટીમ એન્ડ એડમિનિસ્ટર્સ સહિત તમામ લોકો રજિસ્ટર કરી શકે છે. એક વખત રજિસ્ટર કર્યા બાદ યુઝર્સ રેસ્ક્યૂ, મેડિકલ હેલ્પ, ફસાયેલા લોકોને સામાગ્રી પૂરી પાડવી, કોઇ આફત દરમિયાન લોકોને રેસ્ક્યૂ પૂરું પાડવાની સુવિદ્યા લઇ શકે છે.
આ મોબાઇલ એપ નજીકમાં હાજર રેસ્ક્યૂ અને રિલીફ પ્રોવાઇડર્સનું લોકેશન બતાવવા માટે રિયલ ટાઇમ જીપીએસ ડેટાનો ઉપયોગ કરે છે. આ એપને ગુગલ પ્લેસ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર