ગુજરાતમાં Ampere પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 27,000 રૂપિયા સુધી ઘટાડી દીધી, જાણો બધું જ

ઈલેક્ટ્રીક સ્કૂટરની કિંમતમાં ઘટાડો

ગુજરાત સરકારે નવી ઇવી પોલિસીની જાહેરાત કર્યા પછી, ઘણા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદકોએ કિંમતોમાં ઘટાડાની જાહેરાત કરી છે, જેનો ફાયદો સીધો ગ્રાહકોને પહોંચાડવામાં આવી રહ્યો

 • Share this:
  નવી દિલ્હી : ગુજરાત સરકારે નવી ઇવી પોલિસીની જાહેરાત કર્યા પછી, ઘણા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદકોએ કિંમતોમાં ઘટાડાની જાહેરાત કરી છે, જેનો ફાયદો સીધો ગ્રાહકોને પહોંચાડવામાં આવી રહ્યો છે. આ ઓટોમેકર્સના લીસ્ટમાં સામેલ થનાર એમ્પીયર ઇલેક્ટ્રિક સ્કૂટર પણ છે, જેણે ગુજરાતમાં પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટર્સના ભાવમાં રૂ .27,000 નો ઘટાડો કર્યો છે. નવી કિંમત પ્રમાણે, કંપનીનું મેગ્નસ મોડેલ હવે 47,990 રૂપિયામાં મળશે, જે અગાઉ રૂ. 74,990 હતું. એ જ રીતે, ઝીલ મોડેલની કિંમત હવે રૂ., 41,990 છે, જે પહેલા 68,990 રૂપિયા (એક્સ શો રૂમ) હતી.

  ગુજરાત સરકારે જાહેર કરેલી ઇવી પોલિસી 2021 અને કેન્દ્ર સરકાર દ્વારા ફેમ -2ની સબસિડી સુધારણા પછી ઇલેક્ટ્રિક વાહનોના ભાવમાં ઘટાડો થયો છે. તાજેતરમાં, Department of Heavy ઈન્ડસ્ટ્રી (DHI)એ FAME-IIને સંશોધિત કરી છે, ત્યારબાદ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ (e2W) માટે ડિમાન્ડ ઈન્સેટિવને વધારી 15,000 રૂપિયા પ્રતિ kWh કરવામાં આવી છે, જેમાં પ્રથમ પ્લગ-ઇન સહિત તમામ ઇવી માટે 10,000 રૂપિયા પ્રતિ kWhની સમાન સબસીડી હતી. જેમાં બસોને છોડીને plug-in hybrids અને strong હાઈબ્રિડ સામેલ છે. આ ઉપરાંત, ઇલેક્ટ્રિક ટુ વ્હિલર ખર્ચ માટે મળતા ઈન્સેટિવને હવે 20 ટકાથી વધારીને 40 ટકા કરવામાં આવ્યું છે.

  આ પણ વાંચોZomato IPO: 14 જુલાઇએ આ આઇપીમાં લગાવો પૈસા અને કરો બંપર કમાણી, 72-76 રૂપિયામાં ખરીદો શેર

  બીજી તરફ, ગુજરાત સરકારે તાજેતરમાં કેન્દ્ર સરકાર તરફથી મળતી સબસિડી ઉપરાંત ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સ, ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર્સ (e3W) અને ઇલેક્ટ્રિક ફોર વ્હીલર્સ (e4W) માટે 10,000 રૂપિયા પ્રતિ kWh પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે. થ્રી વ્હીલર કેટેગરી માટે મહત્તમ એક્સ-ફેક્ટ્રી કિંમત અનુક્રમે રૂ. 1.5 લાખ, 5 લાખ અને રૂ .15 લાખ રાખવામાં આવી છે. કંપનીએ કહ્યું કે, "ભાવ ઘટાડા સાથે મોટા એમ્પીયર ઇલેક્ટ્રિક સ્કૂટર્સ પણ પોસાય તેવી કિંમતના થઈ ગયા છે અને હવે ગુજરાતમાં તેની કિંમત રૂ. 50,000ની નીચે છે.
  Published by:kiran mehta
  First published: