Amazon Alexa પર આવી રીતે કરો અમિતાભ બચ્ચનનો અવાજ એક્ટિવ

પ્રતિકાત્મક તસવીર

Amitabh Bachchan Voice on Alexa: એમેઝોન ઇન્ડિયા અને અમિતાભ બચ્ચને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કરાર કર્યો હતો. જેમાં વોઇસ આસિસ્ટન્ટ તરીકે અમિતાભ બચ્ચનના અવાજનો ઉપયોગ કરવાની વાત શામેલ હતી.

  • Share this:
Amit ji voice now on Alexa amazon: ભારતીય સિનેમાના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના અવાજનું વર્ચસ્વ આજે પણ ભારત સહિત સમગ્ર વિશ્વમાં છે. તેમનો અવાજ સાંભળીને દરેક ભારતીયને ગર્વની લાગણી થાય છે. ત્યારે હવે તમે ઘર બેઠા સરળતાથી બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે વાત કરી શકો છો. એમેઝોન એલેક્સા (Amazon Alexa)એ અભિનેતા અમિતાભ બચ્ચન સાથે ભારતની પ્રથમ સેલિબ્રિટી વોઇસ સર્વિસ લોન્ચ કરી છે. યુઝર્સ હવે તેમના ઈકો ડિવાઇસ અથવા એમેઝોન એપ્લિકેશનમાં અમિતાભનો અવાજ એડ શકે છે.

એમેઝોન ઈન્ડિયાએ આ જાણકારી આપતા કહ્યું છે કે, ગ્રાહકો એલેક્સા વોઈસ આસિસ્ટન્ટ તરીકે બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો અવાજ સાંભળી શકશે. આ નવી સર્વિસ અંગે અમિતાભ બચ્ચને કહ્યું કે, તેઓ તેમના ચાહકો સાથે ઇન્ટરેક્શનના આ નવા માધ્યમથી ખૂબ જ ઉત્સાહિત છે અને તેઓ ચાહકોના પ્રતિસાદની રાહ જોઈ રહ્યા છે.

ગયા વર્ષે થયો હતો કરાર
એમેઝોન ઇન્ડિયા અને અમિતાભ બચ્ચને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કરાર કર્યો હતો. જેમાં વોઇસ આસિસ્ટન્ટ તરીકે અમિતાભ બચ્ચનના અવાજનો ઉપયોગ કરવાની વાત શામેલ હતી.

આવી રીતે કરો એક્ટિવેટ
તમે એલેક્સા પર અમિતાભ બચ્ચનનો અવાજ વોઇસ આસિસ્ટન્ટ તરીકે એક્ટિવેટ કરી શકો છો. આ માટે તમારે એલેક્સાને “Alexa, Introduce me to Amitabh Bachchan” કહેવું પડશે. એમેઝોન ઇન્ડિયા આ સુવિધાને એક્ટિવ કરવા માટે ગ્રાહકો પાસેથી દર વર્ષે 149 રૂપિયા ચાર્જ વસૂલશે.

એન્ડ્રોઇડ યુઝર્સ પણ આ સર્વિસનો લાભ લઇ શકે
એન્ડ્રોઇડ યુઝર્સ પણ આ સર્વિસને એક્ટિવ કરી શકે છે. એક્ટિવેટ કરવા તમારે તમારી એમેઝોન એપમાં જઈ માઇકને પ્રેસ કરવાનું રહેશે. પેમેન્ટ પછી તમે અમિતાભ બચ્ચન સાથે વાતચીત કરી શકો છો, આ માટે તમારે "Amit ji" બોલવું પડશે.

અત્યારે અંગ્રેજી અને હિન્દીમાં મળે છે આ સર્વિસ
આ સબ્સ્ક્રિપ્શનમાં તમે અમિતાભ બચ્ચન સાથે મનોરંજન, સમાચાર, ખરીદી, સ્માર્ટ હોમ સ્કીલ્સ સહિતના ઘણા બધા વિષયે વાત કરી શકો છો. આ સર્વિસ અંગે વધુ જાણવા માટે તમારે “Amit Ji, what can you do ?” બોલવાનું રહેશે. અત્યારે આ સર્વિસ અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ-Facebookની મદદથી વધારો વેપાર! માત્ર 5 દિવસમાં મળશે રૂ.5 લાખથી રૂ.50 લાખ સુધીની લોન, આવી છે નવી સ્કીમ

આ પણ વાંચોઃ-SBI Platinum Deposits: ટર્મ ડિપોઝિટ ઉપર મેળવો 6.20 ટકા સુધી વ્યાજદર, 14 સપ્ટેમ્બર સુધી છે તક

ન્યુરલ વોઇસ ટેકનોલોજીનો ઉપયોગ
આ સર્વિસ માટે એમેઝોને ન્યુરલ વોઇસ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. જેના કારણે તમને અમિતાભ બચ્ચનનો અવાજ એકદમ ઓરિજિનલ લાગશે અને આ માટે અમિતાભ બચ્ચને દર વખતે રેકોર્ડ કરવાની જરૂર રહેશે નહીં. આ ફીચરમાં તમે અમિતાભ બચ્ચનના જીવન સાથે જોડાયેલી વાતો અને તેમના પિતા હરિવંશરાયની કવિતાઓ સાંભળી શકો છો.
Published by:ankit patel
First published: