Ambassador 2.0: નવા અંદાજમાં ધૂમ મચાવવા તૈયાર દેશની શાહી કાર, એક સમયે PMથી લઇને DMની હતી પહેલી પસંદ
Ambassador 2.0: નવા અંદાજમાં ધૂમ મચાવવા તૈયાર દેશની શાહી કાર, એક સમયે PMથી લઇને DMની હતી પહેલી પસંદ
એમ્બેસેડર કાર પાછી ફરી રહી છે અને એ પણ નવા અવતારમાં. (Image- Hind Motor)
Ambassador 2.0: હિન્દુસ્તાન મોટર્સે 1958માં એમ્બેસેડર કાર બનાવવાની શરૂઆત કરી હતી. આ કાર ભારતીય બજારમાં 50 વર્ષ સુધી રહી અને વર્ષ 2014માં તેણે અલવિદા કહી દીધું.
Ambassador 2.0: હિન્દુસ્તાન એમ્બેસેડર (Hindustan Ambassador)ને ભારતની ક્લાસિક કાર તરીકે ઓળખવામાં આવે છે અને તે વાસ્તવમાં ભારતમાં બનેલી પ્રથમ કારમાંથી એક હતી. હિન્દુસ્તાન મોટર્સ (Hindustan Motors) એ જ આ કાર બનાવી હતી. તમને જણાવી દઈએ કે હિન્દુસ્તાન મોટર્સે 1958માં એમ્બેસેડર કાર બનાવવાની શરૂઆત કરી હતી. આ કાર ભારતીય બજારમાં 50 વર્ષ સુધી રહી અને વર્ષ 2014માં તેણે અલવિદા કહી દીધું.
ઉલ્લેખનીય છે કે, આ કારને 7 વખત જનરેશન અપડેટ આપવામાં આવી હતી. તેના ગયા પછી ભારતીય ગ્રાહકોના દિલ તૂટી ગયા કારણ કે આ કાર સાથે એક અલગ જ લગાવ હતો. પરંતુ હવે તમને જાણીને આનંદ થશે કે આપણી ફેવરિટ એમ્બેસેડર કાર ફરી એકવાર પાછી ફરી રહી છે અને એ પણ નવા અવતારમાં.
કાર બજારથી હવે સમાચાર આવી રહ્યા છે કે હિન્દુસ્તાન એમ્બેસેડરને ટૂંક સમયમાં નવા અવતારમાં લૉન્ચ કરવામાં આવશે. અને આ વખતે તેની ડિઝાઈનથી લઈને એન્જિનમાં ફેરફાર થવાની શક્યતા છે. નવી એમ્બેસેડર 2.0 કાર આગામી 2 વર્ષમાં ભારતમાં લૉન્ચ કરવામાં આવશે. હાલમાં આ કાર વિશે જે માહિતી સામે આવી છે તે મુજબ, હિંદ મોટર ફાઇનાન્શિયલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (HMFCI) એ નવી કાર બનાવવા માટે ફ્રેન્ચ કાર નિર્માતા કંપની Peugeot સાથે હાથ મિલાવ્યા છે.
એટલે કે હવે આ બંને બ્રાન્ડ્સ સાથે મળીને નવી એમ્બેસેડર 2.0ની ડિઝાઇન, ઇન્ટિરિયર અને એન્જિન પર કામ કરી રહી છે. ખાસ વાત એ છે કે નવી એમ્બેસેડર 2.0નું નિર્માણ હિન્દુસ્તાન મોટર્સના ચેન્નાઈ પ્લાન્ટમાં કરવામાં આવશે. આ પ્લાન્ટમાં HMFCI હેઠળ કામ થાય છે, જેમાં સીકે બિરલા ગ્રુપ પણ સંકળાયેલું છે.
નવી એમ્બેસેડર 2.0 કાર વિશે હિન્દુસ્તાન મોટરના ડાયરેક્ટર ઉત્તમ બોઝે એક મીડિયા પોર્ટલને જણાવ્યું કે, તેઓ એમ્બેસેડર 2.0 કારને નવા રૂપમાં સામે લાવવા પર કામ કરી રહ્યા છે જે આગામી વર્ષોમાં લૉન્ચ કરવામાં આવશે. નવા મોડલની ડિઝાઈન સાથે મિકેનિક્સનું કામ મોટા પાયે થઈ રહ્યું છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર