ચીનમાં બંધ થશે Amazonનો વેપાર, હવે ભારત પર વધુ જોર આપશે

અમેઝોન કંપનીનો લોગો

ઈ-કોમર્સ કંપનીએ ચીની ઑનલાઇન કંપનીઓ સામે હાર સ્વીકારી છે. ચીનની ઈ-કોમર્સ કંપની અલીબાબા અને જેડી ડોટકોમની બોલબાલા છે.

  • Share this:
    ન્યૂઝ 18 ગુજરાતી : વિશ્વની સૌથી મોટી કંપની એેમેઝોન ચીનમાં પોતાની સેવાઓ બંધ કરવાની તૈયારીઓ કરી લીધી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ એમેઝોન જુલાઈથી ચીનમાં પોતાનો વેપાર બંધ કરશે. સ્થાનિક વેપારીઓ એમેઝોન પર પોતાનો સામાન નહીં વહેચી શકે. હવે ગ્રાહકોને એમેઝોન પર ફક્ત વિદેશની જ પ્રોડક્ટ્સ મળશે.

    ચીનમા ઈ કોમર્સની દૃષ્ટીએ Alibaba.comની બોલબાલા છે. ઉપરાંત JD.comની પણ બોલબાલાછે. આઉપરાંત એક નવી એપ Pinduoduo પણ એમેઝોનને ટક્કર આપી રહી હતી એવામાં એમેઝોન માટે હરિફાઈમાં ટકી રહેવું મુશ્કેલ થઈ ગયું હતું. આ નિર્ણયને એમેઝોનની સૌથી મોટી અસફળતા તરીકે જોવામાં આવી રહી છે.

    2004થી ચીનમાં હતી એમેઝોન
    એમેઝોન દ્વારા ચીનમાં વર્ષ 2004થી વેપારની શરૂઆત કરવામાં આવી હતી. તેમમે એક ચીની ઑનલાઇન બુક સ્ટોરને વર્ષ 2004માં 520 કરોડમાં ખરીદી અને વેપાર શરૂ કર્યો હતો. ત્યારથી લઈને આજદીન સુધી કંપનીએ વેરહાઉસ અને ડેટા સેન્ટમાં ખૂબ મોટું રોકાણ કર્યુ હતું. એમેઝોને ચીની ભાષાની તાલિમ ઉપરાંત એમ્પોલઇઝ માટે ઇ કોમર્સની ટ્રેનિંગ આપવા માટે પણ અનેક પહેલ કરી હતી.

    વર્ષ 2016માં એમેઝોન દ્વારા ચીનમાં પ્રાઇમ મેમ્બરશીપ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જેથી હાઇક્વોલિટી વેસ્ટર્ન સામાન અને ફ્રી ઇન્ટરનેશનલ ફેસિલિટી જેવી સુવિધા શરૂ કરી શકાય. મીડિયા અહેવાલો મુજબ એમેઝોન હવે ભારત પર વધારે ધ્યાન આપશે અને તેનું જોર ચીનની ખોટને સરભર કરવા માટે ભરતમાં વધશે. ચીનમાં એમેઝોનની માર્કેટની દૃષ્ટીએ 1 ટકાની ભાગીદારી હતી. જ્યારે ભારતમાં મુખ્ય ઇ કોમર્સ કંપની તરીકે ઊભરી આવવાના ચાન્સ વધારે છે.

    વર્ષ 2013માં ભારતમાં પોતાની વેબસાઇટ લૉન્ચ કર્યા બાદ એમેઝોને અબજો ડૉલરનું રોકાણ કરીને 50થી વધુ વેરહાઉસ તૈયાર કર્યા છે. એમેઝોને ભારતમાં પણ ચીની ઈ કોમર્સ કંપનીઓ સાથે મુકાબલાનો સામનો કરવો પડશે. ચીની કંપનીઓએ બિગ બાસ્કેટ અને પેટીએમમાં અગાઉથી જ રોકાણ કરી દીધું હોવાથી તેની હરિફાઇ એમેઝોન સાથે થશે.
    Published by:Jay Mishra
    First published: