Home /News /tech /

First Amazon Store: અમેઝોન શરૂ કરશે કપડાંની પહેલી દુકાન, આવી હશે સુવિધાઓ

First Amazon Store: અમેઝોન શરૂ કરશે કપડાંની પહેલી દુકાન, આવી હશે સુવિધાઓ

અમેઝોન સ્ટોર (ફાઇલ તસવીર)

Amazon style store : અમેઝોને આ ફિઝિકલ ક્લોથિંગ સ્ટોર (Physical Clothing Store)ની જાહેરાત એવા સમયે કરી છે, જ્યારે અધિકારીઓ અને સ્પર્ધકોએ સિએટલ આધારિત ફર્મ પર બજાર પર વધુ પડતા નિયંત્રણ અંગે ચેતાવણી આપી છે.

નવી દિલ્હી: ઓનલાઇન કોમર્સ એમ્પાયરમાં પ્રભુત્વ મેળવ્યા બાદ હવે અમેઝોને (Amazon) વાસ્તવિક જગતમાં પગલું મૂકવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમેઝોન લોસ એન્જલસમાં તેની પ્રમથ શોપ (First Amazon Store) ખોલવાની જાહેરાત કરી દીધી છે. એક બ્લોગ પોસ્ટ અનુસાર, આ વર્ષના અંત સુધીમાં લોન્ચ થનાર અમેઝોન સ્ટાઇલ સ્ટોર (Amazon style store) ગ્રાહકોને કપડાંનો ક્યૂઆર કોડ સ્કેન (QR Code Scan) કરવા માટે રીટેઇલરની એપનો ઉપયોગ કરવાની સુવિધા આપશે. જેમાં કપડાં સાઇઝ, રંગના આધારે પસંદ કરીને ફીટિંગ રૂમમાં મોકલવામાં આવે છે.

અમેઝોને આ ફિઝિકલ ક્લોથિંગ સ્ટોર (Physical Clothing Store)ની જાહેરાત એવા સમયે કરી છે, જ્યારે અધિકારીઓ અને સ્પર્ધકોએ સિએટલ આધારિત ફર્મ પર બજાર પર વધુ પડતા નિયંત્રણ અંગે ચેતાવણી આપી છે. અમેઝોનનું આ પગલું 2017માં $13.7 બિલિયનમાં હોલ ફૂડ્સ માર્કેટ કરિયાણાની સિરીઝના હસ્તાંતરણ સમાન હશે, જેણે ફિઝીકલ રિટેલમાં ઈ-કોમર્સ જાયન્ટની હાજરીને નોંધપાત્ર રીતે વિસ્તૃત કરવામાં મદદ કરી હતી.

કેવી હશે અમેઝોન સ્ટોરની સુવિધા?

અમેઝોન અનુસાર, સ્ટાઈલ શોપમાં ફિટિંગ રૂમ્સ "પર્સનલાઇઝ સ્પેસ" તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. જ્યાં ગ્રાહકોને તેમની ચોઇસના આધારે ઉમેરવામાં આવેલા ઓપ્શન સાથે એપ્લિકેશન દ્વારા પસંદ કરેલી વસ્તુઓ મળશે. અમેઝોન જણાવે છે કે, ગ્રાહકની ખરીદી માટે અમારા મશીન લર્નિંગ એલ્ગોરીધમ્સ તેમના માટે અનુરૂપ અને રીઅલ ટાઇમ રેકમેન્ડેશન દર્શાવે છે. ગ્રાહકો આવી રેકમેન્ડેશનને કસ્ટમાઇઝ કરવા માટે એપ્લિકેશનમાં સ્ટાઇલ પ્રેફરન્સ શેર કરી શકે છે. આ સિવાય અન્ય ગ્રાહકોએ આપેલા રીવ્યૂ પણ જોઇ શકાય છે.

મિનિટોમાં થશે વસ્તુઓની ડિલીવરી

અમેઝોને વધુમાં જણાવ્યું કે, ફિટિંગ રૂમમાં ટચસ્ક્રીન લોકોને ખરીદી ચાલુ રાખવામાં મદદ કરશે. જેમાં "માત્ર મિનિટોમાં" વસ્તુઓ પહોંચાડવામાં આવશે. કંપનીએ જણાવ્યા અનુસાર, આ ફાસ્ટ ડિલીવરી અમેઝોન સ્ટાઇલના ઑન-સાઇટ ઑપરેશન્સ દ્વારા શક્ય બને છે.

આ પણ વાંચો: જિયોનો શાનદાર રિચાર્જ પ્લાન, 100GB ડેટા સાથે ફ્રીમાં મળશે Netflix, Disney+ Hotstar સેવા

અમેઝોન સ્ટાઈલના મેનેજિંગ ડિરેક્ટર સિમોઇના વાસેને જણાવ્યું હતું કે “અમે ગ્રાહકોને શોપિંગ અનુભવ પ્રદાન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. જે સર્ચને પ્રોત્સાહન આપે છે અને Amazon.com પર શ્રેષ્ઠ આઇટમ્સ પસંદ કરવાની સાથે એક સારો ખરીદી અનુભવ પ્રદાન કરશે.
First published:

Tags: E commerce, US, અમેઝોન

આગામી સમાચાર