ઈકો, ફાયર ટીવી સ્ટીક્સ અને Alexa ડિવાઇસ પર Amazon આપી રહ્યું છે 50% સુધીનું ડિસ્કાઉન્ટ

ઈકો, ફાયર ટીવી સ્ટીક્સ અને Alexa ડિવાઇસ પર Amazon આપી રહ્યું છે 50% સુધીનું ડિસ્કાઉન્ટ
પ્રતીકાત્મક તસવીર

આ સેલમાં લોકો રૂ. 8,999ના એમેઝોન ઇકો શો 5ને 50% છૂટ સાથે 4,499 રૂપિયામાં ખરીદી શકશે.

 • Share this:
  એમેઝોન ઇન્ડિયાએ (Amazon India) દેશમાં તેના વોઇસ આસિસ્ટન્ટની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે તેના ઈકો રેન્જના સ્પીકર્સ, ફાયર ટીવી સ્ટીક અને અન્ય એલેક્ઝા ઉપકરણો પર છૂટની જાહેરાત કરી છે. આ ડિલ્સ 15 ફેબ્રુઆરીને મધ્યરાત્રિએ 12 વાગ્યે શરૂ થશે અને 24 કલાક સુધી રહેશે. આ ઉપકરણો ખરીદવા માંગતા ગ્રાહકો નો-કોસ્ટ ઇએમઆઈ, ડેબિટ કાર્ડ ઇએમઆઈ અને એમેઝોન પે લેટર જેવા વિવિધ પેમેન્ટ ઓપ્શન્સ પસંદ કરી શકશે.

  આ સેલમાં લોકો રૂ. 8,999ના એમેઝોન ઇકો શો 5ને 50% છૂટ સાથે 4,499 રૂપિયામાં ખરીદી શકશે. જ્યારે સામાન્ય રીતે 4,999 રૂપિયાની કિંમતવાળો ઇકો ઓટો 40 ટકાની છૂટ સાથે 2,999 રૂપિયામાં મળશે.  ઇકો ફોર્થ જનરેશન

  9,999 રૂપિયાનું ઇકો ફોર્થ જનરેશન, જે વધુ પ્રીમિયમ ગુણવત્તાવાળું ઑડિયો આપે છે, તે આ સેલ દરમિયાન 6,499 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ સ્પીકર પર ગ્રાહકોને 35 ટકાની છૂટ મળશે.

  સાવધાન! જાણો Koo એપથી કેવી રીતે લીક થઈ રહ્યો છે યૂઝર્સનો ડેટા, ચીન કનેક્શનનું સત્ય આવ્યું સામે

  સ્પીકર સેલ

  એમેઝોન લેટેસ્ટ ઇકો ડોટ (ફોર્થ જનરેશન) પર ડિસ્કાઉન્ટ આપશે, જેમાં એલઇડી ક્લોક ડિસ્પ્લે પણ છે. 5,499 રૂપિયાનું આ સ્પીકર સેલ દરમિયાન 4,449 રૂપિયામાં મળશે.

  લેટેસ્ટ ઇકો ડોટ

  ઈ-કૉમર્સ જાયન્ટ પણ કેટલાક ઇકો સ્પીકર્સને સ્માર્ટ બલ્બ સાથે ડિસ્કાઉન્ટવાળા ભાવે વેચી રહ્યા છે. ગ્રાહકો 9Wના સ્માર્ટ બલ્બ સાથે લેટેસ્ટ ઇકો ડોટને 3,499 રૂપિયામાં ખરીદી શકે છે. જે ફક્ત સ્પીકરને ખરીદવાની તુલનામાં વધુ સારી ડિલ છે. એમેઝોન પણ 5,499 રૂપિયાની કિંમતે બે સ્માર્ટ બલ્બ સાથે ઇકો ડોટ (ચોથી જનરેશન) ઓફર કરે છે.

  ગુજરાત કૉંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ! એક નેતાએ અમિત ચાવડાને લખ્યો વેદનાભર્યો પત્ર, 'જાહેર સભામાં મારું અપમાન થયું છે'

  ફાયર ટીવી સ્ટીક

  ફાયર ટીવી સ્ટીક લાઇટ 43%ના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ થશે, જ્યારે કંપની ફાયર ટીવી સ્ટીક 4K વેરિએન્ટ પર 1200 રૂપિયાની ઑફર આપી રહી છે. ફાયર ટીવી સ્ટીક લાઇટની કિંમત 3,999 રૂપિયા છે, જોકે તે સામાન્ય રીતે એમેઝોન પર 2,999 રૂપિયામાં વેચાય છે. વર્ષગાંઠની ઉજવણીના ભાગ રૂપે એમેઝોન પર લાઇટ વેરિઅન્ટની કિંમત 2,299 રૂપિયા હશે. ફાયર ટીવી સ્ટિક 4Kની કિંમત એમેઝોન પર 5,999 રૂપિયા છે અને 1,200 રૂપિયાની છૂટ સાથે તેની કિંમત 4,799 રૂપિયા હશે.

  એમેઝોન LG 4K UHD ટેલિવિઝન સેટ પર 40%ની છૂટ ઓફર કરે છે, જે બિલ્ટ-ઇન એલેકસા વોઇસ આસિસ્ટન્ટ સાથે આવે છે.
  Published by:Kaushal Pancholi
  First published:February 13, 2021, 15:04 pm

  ટૉપ ન્યૂઝ