અહીંથી કરશો તો શોપિંગ તો મળશે 1 દિવસમાં ડિલીવરી

અમેઝોન ઇન્ડિયાના પ્રમુખ અમિત અગ્રવાલે કહ્યું કે મેના અંતમાં અમે ઓપરેશન નેકવર્કના લગભગ 50,000 સીઝનલ રોલ માટે નિયુક્ત કરી રહ્યા છીએ જેથી ગ્રાહકોની માંગણીને સંતોષી શકાય અને આ મુશ્કેલ સમયમાં લોકો સેવા કરી શકાય. તેમણે જણાવ્યું કે અમે વધુમાં વધુ નોકરીઓ માટે તકો ઊભી કરાય તે માટે પ્રતિબદ્ધ છીએ. સાથે જ તેમને સુરક્ષિત કામકાજના વાતાવરણ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કંપની વધુ એકવાર પરિવહન સુવિધાનો લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે.

  • Share this:
    ઇ-કૉમર્સ વેબસાઇટ એમેઝોન એક દિવસમાં તેના મેમ્બર્સને સુવિધાઓ આપવા પર વિચારી રહી છે. આ પહેલા મુખ્ય સભ્યોને 2 દિવસમાં તેની સુવિધા આપવામાં આવતી હતી. એમેઝોને કહ્યું હતું કે તે વિશ્વભરમાં શિપિંગને ઝડપી બનાવશે. તેણે એમ પણ કહ્યું હતું કે પહેલા ત્રિમાસિક ગાળા દરમિયાન તેનો નફો બમણો થઇ ગયો છે. ત્યારથી કંપનીએ શેરમાં 2% જેટલો વધારો થયો છે. બીજી તરફ બીજા ક્વાર્ટરની વાત કરીએ તો તેનો શિપિંગ ચાર્જ 800 મિલિયન ડોલરનો છે.

    એમેઝોન શું કહે છે?

    એમેઝોનના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર બ્રાયન ઓલાસ્વ્સ્કીએ જણાવ્યું હતું કે આ પ્રોગ્રામમાં હજુ થોડી ખામીઓ છે. કંપની વધુ એકવાર પરિવહન સુવિધાનો લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે. તેમાં ખાસ કરીને થર્ડ પાર્ટી ભાગીદારો શામેલ છે. હાલમાં ઓલાસાવસ્કીએ આ પ્રોગ્રામ ક્યારે શરુ કરશે તે વિશે માહિતી આપી નથી. પરંતુ એવું કહેવામાં આવે છે કે આ પ્રોગ્રામ ટૂંક સમયમાં બહાર આવી શકે છે.

    વોલમાર્ટ અને ટાર્ગેટ કોર્પે બે દિવસમાં શોપિંગની સુવિધા શરૂ કરી છે. ઓલાસ્વ્સ્કીએ જણાવ્યું હતું કે એમેઝોન બે દિવસમાં અનેક ઉત્પાદનો પર ડિલિવરી આપી રહ્યું છે. તે જ સમયે, કંપની હવે એક દિવસ અથવા બે કલાકમાં ડિલિવરી ઉપલબ્ધ કરાવી રહી છે. યુપીએસના એક પૂર્વ વિશ્લેષક કૈથી મારો રોબર્સને કહ્યુ એમેઝોન પોતાથી બીજી કંપનીઓથી અલગ કરવાના પ્રયત્નમાં છે. કૈથી મારો રોબસને અંદાજ લગાવ્યો છે કે કંપનના શોપિંગનો 20થી 25 ટકા ભાગ એક દિવસનો છે.
    Published by:Bhoomi Koyani
    First published: