એમેઝોન પર સમર સેલનો 7 મે એટલે કે આવતીકાલે છેલ્લો દિવસ છે. જો તમે આ સેલમાં કંઈપણ ખરીદી શક્યા નથી, તો તમારી પાસે આવતીકાલ સુધીનો સમય છે. આ સેલમાં ગ્રાહકોને સેલ દરમિયાન ગ્રાહકોને સ્માર્ટફોન સાથે -સાથે ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, હોમ એપ્લાઇન્સ પર ડિસ્કાઉન્ટ મળી શકે છે.
બજેટ ફોનની વાત કરીએ તો આ સેલમાં સ્માર્ટફોન Xolo ZXને 12 હજાર રૂપિયા સસ્તા ભાવે ખરીદી શકાય છે. સેલમાં ગ્રાહકો આ સ્માર્ટફોનને 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટ્સને 10,499 રૂપિયામાં ખરીદી શકે છે. પણ જો SBI ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ મારફતે આ ફોન ખરીદો છો તો ગ્રાહકોને 10% અથવા એટલેકે 9450 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
સ્માર્ટફોન પર 6જીબી અને 12જીબી સ્ટોરેજ વેરિએન્ટને કંપની 1000 રુપિયા ડિસ્કાઉન્ટમાં આપે છે. એમેઝોન પર 12,999 રુપિયાની કિંમતે લિસ્ટ કરવામાં આવ્યો છે. આ વેરિએન્ટ પર પણ ગ્રાહકોને 10% અથવા એટલે કે 1299 રુપિયાનો ફાયદો થશે.
કંપનીએ આસ્માર્ટફોન બે વેરિએન્ટ સાથે લોન્ચ કર્યો હતો. જેમા 4GB રેમની કિંમત 11499 રુપિયા હતી અને 6જીબી રેમ વેરિએન્ટની કિંમત 13999 રુપિયા હતી.
આ ઉપરાંત સેલમાં રિયલમી યુ 1 ફોન રૂ.12,999ને બદલે રુ. 8,999 માં મળી રહ્યો છે. આ સેલમાં, 31% ડિસ્કાઉન્ટમાં આ ફોન આપવામાં આવી રહ્યો છે. આ ફોનમાં 25 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે.
Samsung Galaxy M20
આ સેમસંગ બજેટ સેગમેન્ટ સ્માર્ટફોન છે અને તમે આ ફોનને શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ અને ઇએમઆઈ વિકલ્પ સાથે એમેઝોન સમર સેલમાં ખરીદી શકો છો. આ ફોનની કિંમત રૂ. 10,999 છે જે તમને 9,990 રૂપિયામાં મળશે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર