Amazon Summer Sale: આ ફોન પર મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ

News18 Gujarati
Updated: May 3, 2019, 12:43 PM IST
Amazon Summer Sale: આ ફોન પર મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
આજથી Amazon Summer Saleની શરૂઆત થઇ રહી છે

સેલમાં તમને OnePlus 6T, Honor 8X, Samsung Galaxy M20, Xiaomi Redmi 6 Proથી લઇને ઘણા સ્માર્ટફોન જબરદસ્ત ડિસ્કાઉન્ટમાં મળશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: આજથી Amazon Summer Saleની શરૂઆત થવા જઇ રહી છે. એમેઝોન પ્રાઇમ મેમ્બર્સ આજે બપોરે 12 વાગ્યાથી આ સેલમાં ખરીદી કરી શકે છે. જ્યારે નોન પ્રાઇમ મેમ્બર્સ 4 મેથી આ સેલનો લાભ લઇ શકશે. સેલમાં તમને OnePlus 6T, Honor 8X, Samsung Galaxy M20, Xiaomi Redmi 6 Proથી લઇને ઘણા સ્માર્ટફોન જબરદસ્ત ડિસ્કાઉન્ટમાં મળશે.

આ સેલ દરમિયાન તમને નો કોસ્ટ ઇએમઆઇ, એક્સચેન્જ ઓફર, 99 રૂપિયાની શરૂઆતની કિંમતમાં ટોટલ ડેમેજ પ્રોટેક્શન અને ઘણા ગેજેટ્સ પર 10 ટકાનું ઇન્સ્ટેન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે. આ ઓફર 7 મે સુધી જ છે. ચાલો, જાણીએ કયા સ્માર્ટફોન પર મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ...

OnePlus 6T: આ સેલમાં તમને GB RAM અને 128GB સ્ટોરેજવાળો OnePlus 6T 32,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનની અસલ કિંમત 41,999 રૂપિયા છે. ઉપરાંત જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા શોપિંગ કરો છો તો તમને 10 ટકાનું ઇન્સ્ટેન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે.

Honor 8X: 14,999 રૂપિયાની કિંમતનો Honor 8X તમને આ સેલમાં 12,999 રૂપિયામાં મળશે. આના ફીચર્સની વાત કરીએ તો આમાં 20+2 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા, 6.3 ઇંચની ડિસ્પ્લે અને 3750mAhની બેટરી આપવામાં આવી છે.

Samsung Galaxy M20: સેમસંગનો આ બજેટ સેગમેન્ટ ફોન એમેઝોન સમર સેલમાં તમને સારા એવા ડિસ્કાઉન્ટમાં મળી રહેશે. ઉપરાંત આ ફોન ઇએમઆઇ ઓપ્શન સાથે ખરીદી શકાશે. આ ફોનની અસલ કિંમત 10,999 રૂપિયા છે, જે તમને 9,990 રૂપિયામાં મળશે.

Xiaomi Redmi 6 Pro: 4GB RAM અને 64GB સ્ટોરેજવાળા Xiaomi Redmi 6 Pro પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જે બાદ તમે આ ફોન 9,999 રૂપિયામાં ખરીદી શકશો. ત્યાં જ 3GB RAM અને 32GB સ્ટોરેજવાળો ફોન 8,499 રૂપિયામાં ખરીદી શકાશે.આ પણ વાંચો: Super App લાવવાની તૈયારીમાં Reliance Jio, મળશે 100થી વધુ સુવિધાઓ

Realme U1: 25 મેગાપિક્સલ એઆઇ સેલ્ફી કેમેરાવાળો Realme U1 તમે ઇએમઆઇ અને ડિસ્કાઉન્ટ ઓફર સાથે ખરીદી શકો છો. આ ફોન તમને 8,999 રૂપિયામાં મળશે, જેની કિંમત ઘટાડનીને 9,999 રૂપિયા કરાઇ હતી. ઉપરાંત આની પર 10 ટકા ઇન્સ્ટેન્ટ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો.
First published: May 3, 2019, 12:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading