મુંબઈ: અમેઝોન ટીવી અને સ્માર્ટ ફોન (Amazon Sale on Smartphones & TV) પર વધુ એક ધમાકેદાર સેલ લાવ્યું છે. આ સેલ 17 ડિસેમ્બરથી શરૂ થયો છે અને 22 ડિસેમ્બર, 2021 સુધી રહેશે. અમેઝોન સેવિંગ ડેઝ સેલ (Amazon Savings Days Sale) Xiaomi, સેમસંગ, iQOO, OPPO, Tecno અને Vivo સહિતની બ્રાન્ડ્સ પર ઘણી બધી ઓફર્સ (Best Offers in Amazon Sale) લાવ્યું છે. રેડમી નોટ 11T 5G, સેમસંગ ગેલેક્સી M સીરીઝ, iQOO Z સિરીઝ, iQOO 7, Oppo A સિરીઝ, Tecno સ્પાર્ક 8T, વિવો X60 સિરીઝ સહિતના સ્માર્ટફોન ડિસ્કાઉન્ટેડ રેટ પર વેચવામાં આવી રહ્યા છે.
બેંક ઑફર્સ પણ મળશે
અમેઝોને ગ્રાહકો માટે બેંક ઑફર્સની પણ જાહેરાત કરી છે, જે ગ્રાહકોને સ્માર્ટફોન અને ટીવી પર વધારાના ડિસ્કાઉન્ટનો લાભ આપશે. OneCard ક્રેડિટ કાર્ડ્સ અથવા EMI ચૂકવણીનો ઉપયોગ કરીને ખરીદદારોને રૂ.1500 સુધીનું 10 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. એટલું જ નહીં ગ્રાહકોને તેમના મનપસંદ સ્માર્ટફોન પર 12 મહિના સુધી એક્સચેન્જ ઑફર્સ અને નો-કોસ્ટ EMI પણ મળશે. આ સિવાય પણ કંપની ઘણી ઓફર્સ ગ્રાહકોને આપી રહી છે.
પ્રાઇમ મેમ્બર્સ માટે છે કંઇક ખાસ
અમેઝોન પ્રાઇમ મેમ્બર્સને આ સેલમાં ઘણા ફાયદા મળશે. કંપનીએ કહ્યું કે પ્રાઇમ મેમ્બર 20,000 રૂપિયા સુધીની બચત કરી શકે છે. અન્ય લાભોમાં 6-મહિના સુધી ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ અને HDFC બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ પર વધારાની 3 મહિનાની નો કોસ્ટ EMI પણ મળશે, જે વધુ EMI મુદત અને દર મહિને રૂ. 1,333ની શરૂઆતી કિંમતે ચૂકવણીઓ ઓફર કરે છે.
શાઓમી, ઓપ્પો, વિવો સહિતના ફોન પર મળશે આ ઓફર
Redmi Note 11T 5G, Xiaomi 11 Lite NE 5G અને Redmi Note 10 Pro Dark Nebula સહિત નવા લૉન્ચ થયેલા Xiaomi ફોન્સ અમેઝોન મોબાઈલ અને ટીવી સેવિંગ્સ ડેય દરમિયાન બેંક ઑફર્સ અને અન્ય ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. Xiaomi સેલ દરમિયાન સ્માર્ટ ટીવી પર ઘણી બધી ડીલ્સ પણ ઓફર કરશે. ડીલ્સ અને ડિસ્કાઉન્ટ ટૂંક સમયમાં વેબસાઇટ પર દર્શાવવામાં આવશે.
IQOO પર ઑફર
IQOO સેવિંગ્સ ડેઝ સેલ દરમિયાન iQOO Z3, iQOO Z5 અને iQOO 7 પર રૂ. 1,500 સુધીની છૂટ મળી રહી છે.
ગ્રાહકો Tecno સ્માર્ટફોન પર 10 ટકા સુધીની છૂટ મેળવી શકે છે. આ ડિસ્કાઉન્ટ નવી લોન્ચ કરાયેલ Spark 8T પર પણ મેળવી શકાય છે.
Oppo અને Vivo
Oppo અને Vivo OPPO સ્માર્ટફોન પર 12 મહિના સુધી નો-કોસ્ટ EMI માટે 10 ટકા સુધીની છૂટ ઓફર કરી રહ્યાં છે. આ સિવાય ગ્રાહકો નવા લોન્ચ થયેલા Oppo A55 અને Oppo A31 અને Oppo A74 સહિત સ્માર્ટફોન પર ઑફરનો લાભ મેળવી શકશે.
સેમસંગ Samsung Galaxy M32 5G અને Samsung Galaxy M52 5G પર પણ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. નવા લૉન્ચ થયેલા ફોન ઉપરાંત ગ્રાહકો સેમસંગ M સીરિઝ પર ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી પર 10 ટકા સુધીની છૂટ મેળવી શકે છે અને સેવિંગ્સ ડેઝ સેલ દરમિયાન 6 મહિના સુધી નો-કોસ્ટ EMI મેળવી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર