Amazon Sale: આ 5 ગેજેટ્સ પર મળશે 50% સુધીનું ડિસ્કાઉન્ટ

અમેઝોન પ્રાઇમ ડે સેલ 2019ની શરૂઆત 15 જુલાઈથી થઈ રહી છે

News18 Gujarati
Updated: July 12, 2019, 8:56 AM IST
Amazon Sale: આ 5 ગેજેટ્સ પર મળશે 50% સુધીનું ડિસ્કાઉન્ટ
અમેઝોન સેલ 15 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે.
News18 Gujarati
Updated: July 12, 2019, 8:56 AM IST
Amazon Prime Day Sale 2019: દરેક ગ્રાહકની નજર આ સેલ પર ટકેલી છે. અમેઝોન પ્રાઇમ ડે સેલ 15 જુલાઈએ શરૂ થવાનો છે. આ સેલ એટલા માટે ખાસ છે, કારણ કે તે પહેલીવાર 48 કલાક સુધી ચાલશે. આ સેલમાં આમ તો ઘણી બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળવાનું છે, પરંતુ કેટલાક હોમ એપ્લાયન્સિસ એવા પણ છે, જેની પર 50 ટકા સુધીનું ભારે ડિસ્કાઉન્ટ મળવાનું છે. આ તમામ ડિવાઇસમાં અમેઝોન એલેક્સા ઇનેબલ્ડ છે. જેનો અર્થ એ છે કે આ તમામને વોઇસ કમાન્ડ દ્વારા કન્ટ્રોલ કરી શકાશે. આવો જાણીએ કઈ પ્રોડક્ટ પર મળી રહી છે કેટલી છૂટ...

સ્માર્ટ લાઇટ એન્ડ બલ્બ

આ સેલમાં બોયર્સ વિપ્રો, સિસ્કા, ફિલિપ્સ હ્યૂ અને ટીપી-લિંક્સ જેવી બ્રાન્ડના સ્માર્ટ બલ્બ અને લાઇટ ખરીદી શકો છો. Syska Smart Light 7W LED bulbને 799 રૂપિયામાં ખરીદી શકાશે. બીજી તરફ, Wipro Wi-Fi Enabled Smart LED Bulb B22 (9W)ને 899 રૂપિયામાં, Wipro Next 20W Smart LED battenને 1,249 રૂપિયામાં ખરીદી શકાશે.

સ્માર્ટ પ્લગ

આ કેટેગરીમાં Oakter Smart Home WiFi Smart plug અને TP-Link HS100 Wi-Fi Smart Plug જેવા ગેજેટ્સ તમે ખરીદી શકો છો. આ બંને ડિવાઇસ તમે 1,179 અને 1,499 રૂપિયામાં ખરીદી શકો છો. એવી જ રીતે Vetaar Polycarbonate 16A Smart plugની કિંમત 2,700 રૂપિયા હશે. જ્યારે Panasonic 67901BL 6A Smart plug Kit 4,099 રૂપિયામાં ઉપલબ્ધ હશે.

આ પણ વાંચો, WhatsApp પર આવશે નવું ફીચર, ફોટોને ચેટ બોક્સમાં જ કરી શકશો એડિટ
સ્માર્ટ રિમોટ

આ કેટેગરીમાં Oakter Smart Home WiFi યૂનિવર્સલ રિમોટ ખરીદી શકો છો, તેની કિંમત 2,699 રૂપિયા રહેશે. આ રિમોટની ખાસ વાત એ છે કે તે હૈથવે, ટાટા સ્કાય અને ડિશ ટીવી જેવા સેટ-ટોપ બોક્સને પણ સપોર્ટ કરે છે.

સ્માર્ટ કેમેરા

આ કેટેગરીમાં ગ્રાહકોને D-link Wi-Fi home camera - DCSP6000LH અને Ezviz Mini CS-CV206 ઇન્ડોર ઇન્ટરનેટ વાઇ-ફાઇ કેમેરા જેવા ડિવાઇસ પર સારું ડિસ્કાઉન્ટ મળી શકે છે.

આ પણ વાંચો, નવી Renault Duster ભારતમાં લોન્ચ, જાણો કિંમત
First published: July 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...