Amazonની નવી શરૂઆત, હોમ બાદ હવે સીધી જ તમારી કારમાં ડિલિવરી

News18 Gujarati
Updated: April 25, 2018, 12:25 PM IST
Amazonની નવી શરૂઆત, હોમ બાદ હવે સીધી જ તમારી કારમાં ડિલિવરી

  • Share this:
ઇ-કૉમર્સની દિગ્ગજ કંપની એમેઝોન ટેક્નોલૉજી અને યુઝર ફ્રેન્ડલી હોવાની સાથે પોતાના ગ્રાહકને શ્રેષ્ઠ એક્સપિરીયન્સ આપવા માટે નવી ટેક્નોલોજી સાથે તેનું વિસ્તરણ કરી રહ્યી છે. એક પ્રોજેક્ટ અનુસાર એમેઝોન જલ્દી જ હોમ ડિલીવરી પછી હવે સીધી કસ્ટમરની કારમાં ડિલીવરી થશે. શરૂઆતમાં આ કાર્યક્રમ લગભગ 37 શહેરોમાં શરૂ કરવામાં આવશે. જેમાં તે બધા પ્રાઈમ મેમ્બર ગ્રાહકનો સમાવેશ થશે, જેની પાસે જનરલ મોટર અથવા વોલ્વોની ગાડીઓ છે.

કેવી રીતે થશે કારમાં ડિલિવરી?


કારમાં ડિલીવરી માટે Amazon પ્રાઇમ કસ્ટમર્સરે Amazon Key-એપ નામથી એક એપ્લિકેશન તમારા મોબાઇલમાં ઇન્સ્ટોલ કરવાની રહશે. જેની મદદથી ગ્રાહક તેમની કારને કનેક્ટ કરીને ઓર્ડર બુક કરી શકશે. આ સાથે કસ્ટમરે કોઈ અન્ય હાર્ડવેર અથવા સોફ્ટવેર ઇન્સ્ટોલ નહી કરવા પડે. આ માટે જરૂરી છે ગ્રાહકની કાર પબ્લિક પ્લેસમાં હાજર હોય.

આ સાથે ગ્રાહક એમેઝોન કી-એપનેનો ઉપયોગ એ જાણવા માટે પણ કરી શકે કે કે તેમની કાર ડિલીવરી રેંજમાં છે કે નહીં. તેના પેકેજ ટ્રેકિંગની ડિટેલ અને ડિલીવર થયા બાદ ફાઇનલ નોટિફિકેશનનો મેસેજ ગ્રાહકને આ એપમાં મળશે. આ સાથે સુરક્ષા માટે ધ્યાન રાખીને ગ્રાહક આ સરળ રીતે ટ્રેક કરી શકશે ક્યારે તેમની કારને ડિલીવર માટે અનલોક અથવા લૉક કરી છે. હાલમાં જ આ યોજના શરૂ
કરવામાં આવી છે. જેને ટૂંક સમયમાં વિસ્તરણ કરવામાં આવશે.
First published: April 25, 2018, 12:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading