Home /News /tech /

Amazon Prime પર હવે મૂવી જોવું પડશે મોંઘું, મેમ્બરશીપની કિંમતમાં 50% ભાવ વધારાની શક્યતા

Amazon Prime પર હવે મૂવી જોવું પડશે મોંઘું, મેમ્બરશીપની કિંમતમાં 50% ભાવ વધારાની શક્યતા

2017 પછી પ્રથમ વખત અમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ ચાર્જ વધશે.

Amazon Prime: ઈ-કૉમર્સ બ્રાન્ડ માસિક પ્રાઇમ મેમ્બરશિપ (Prime Membership)ની વર્તમાન કિંમત 129 રૂપિયાથી વધારીને 179 રૂપિયા કરશે. જ્યારે વાર્ષિક મેમ્બરશિપનો ભાવ 999 રૂપિયા છે, જે વધારીને 1499 રૂપિયા કરવામાં આવી શકે છે.

  નવી દિલ્હી: અમેઝોન પ્રાઇમ (Amazon Prime) પર હવે મૂવી જોવું મોંઘું પડે શકે છે. હકીકતમાં અમેઝોન પ્રાઇમ મેમ્બરશીપ (Amazon Prime Membership) લેવા માટે હવે તમારે 50% જેટલી વધારે કિંમત ચૂકવવી પડશે. બહુ ઝડપથી ઈ-કૉમર્સ અને OTT પ્લેટફોર્મ કંપનીઓ પોતાની પ્રાઇમ મેમ્બરશિપની કિંમત વધારવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં Disney+Hotstar તરફથી પણ મેમ્બરશિપ ચાર્જ (Membership Charge) વધારવામાં આવ્યો છે. Amazon 2017ના વર્ષ બાદ પ્રથમ વખત પોતાના મેમ્બરશિપ ચાર્જમાં વધારો કરવા જઈ રહ્યું છે. Amazon Prime Video પર તમે દેશ વિદેશની અનેક ભાષામાં ફિલ્મો અને જુદી જુદી વેબ સિરીઝ જોઈ શકો છો.

  ઈ-કોમર્સ બ્રાન્ડ માસિક પ્રાઇમ મેમ્બરશિપ કિંમત વર્તમાન 129 રૂપિયાથી વધારીને 179 રૂપિયા કરશે, ત્રણ મહિના માટે મેમ્બરશિપ કિંમત 329 રૂપિયાથી વધારીને 459 રૂપિયા કરશે. જ્યારે વાર્ષિક મેમ્બરશિપ જેની કિંમત 999 રૂપિયા છે તે વધારીને 1499 રૂપિયા કરશે.

  કંપનીએ શું કહ્યું?

  કંપનીના પ્રવક્તાએ કહ્યુ કે, અમેઝોન પ્રાઇમ મેમ્બરશિપની કિંમત વધી શકે છે. આ વધારો ઝડપથી લાગૂ કરવામાં આવશે. જોકે, આ વધારેલી કિંમત ક્યારથી લાગૂ કરવામાં આવશે તેનો કોઈ જ ખુલાસો કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે Amazon Prime મેમ્બરશિપને જુલાઈ 2016માં 499 રૂપિયાની કિંમત સાથે લોંચ કરવામાં આવી હતી. બાદમાં ઓક્ટોબર 2017માં તેની કિંમત વધારીને વાર્ષિક ધોરણે 999 રૂપિયા કરવામાં આવી હતી. કંપનીએ સમયની સાથે મેમ્બરશિપમાં સામેલ ઑફર્સનો વિસ્તાર કર્યો હતો. જોકે, 2017 બાદ પ્રથમ વખત મેમ્બરશિપની કિંમતમાં વધારો થશે.

  આ પણ વાંચો: ફ્લિપકાર્ટ બિગ દિવાળી સેલ: આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે 11,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

  યૂઝર્સને મળે છે આ સુવિધા

  Amazon Prime Membership દ્વારા કંપની અનેક ફાયદા પૂરા પાડે છે. Prime Membership વાળા યૂઝર્સને ઈ-કૉમર્સથી શૉપિંગ કરવા પર પ્રોડક્ટની ડિલિવરી ઝડપથી મળે છે. એટલું જ નહીં, તેમણે આ માટે કોઈ ચાર્જ પણ ચૂકવવો પડતો નથી. એટલું જ નહીં, યૂઝર્સને Amazon Prime Video અને Amazon Prime Musicનો એક્સેસ મળે છે.

  આ પણ વાંચો: Login કરીને ભૂલી ગયા છો? આવી રીતે ચકાસો કેટલી સિસ્ટમમાં ઓપન છે તમારું

  સાથે જ Prime Gaming અને Prime Readingનો ફાયદો પણ મળે છે. હવે આ માટે યૂઝર્સે વધારે કિંમત ચૂકવવા માટે તૈયારી દાખવવી પડશે. Amazon Prime Video પર તમે દેશ વિદેશની અનેક ભાષામાં ફિલ્મો અને જુદી જુદી વેબ સિરીઝ જોઈ શકો છો.
  Published by:Vinod Zankhaliya
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन