Amazon Prime Day Sale: સસ્તામાં ખરીદો AC, ડિશવોશર અને ફ્રિજ જેવા સમાન પર મોટી છૂટ

અમેઝોન પ્રાઈમ ડે સેલ

એમેઝોન પર પ્રાઈમ ડે (Amazon Prime Day)નું વેચાણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. એમેઝોન પર આ સેલ દર વર્ષે પોતાના પ્રાઈમ ગ્રાહકો અને નવા પ્રાઇમ ગ્રાહકોને આકર્ષવા માટે કરવામાં આવે છે

  • Share this:
    Tech News : એમેઝોન પર પ્રાઈમ ડે (Amazon Prime Day)નું વેચાણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. એમેઝોન પર આ સેલ દર વર્ષે પોતાના પ્રાઈમ ગ્રાહકો અને નવા પ્રાઇમ ગ્રાહકોને આકર્ષવા માટે કરવામાં આવે છે. Amazon Prime Dayમાં, ગ્રાહકોને ટીવી, એસી, ડીશવોશર અથવા કોઈપણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ મેળવવાની શાનદાર તક મળે છે, જેની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ સેલમાં, એમેઝોન ગ્રાહકો માટે એસી, ટીવી, ડિશવોશર્સ, રેફ્રિજરેટર્સ, સ્માર્ટફોન, લેપટોપ, હોમ પ્રોડક્ટ્સ, ફર્નિચર અને અન્ય કેટેગરી પર ભારે છૂટ આપી રહી છે.

    એમેઝોન પ્રાઇમ ડે સેલ (Amazon Prime Day) 26મે રાત્રે 12 વાગ્યે શરૂ થશે અને 27 જુલાઈના રોજ રાત્રે 11:59 વાગ્યે સમાપ્ત થશે. આ સેલમાં, એમેઝોન કેટલીક પ્રોડક્ટ્સ પર નો કોસ્ટ ઇએમઆઈ અને એક્સચેન્જ ઓફર પણ રજૂ કરી રહ્યું છે.

    આ પ્રાઇમ ડે સેલ (Amazon Prime Day)માં, એમેઝોન કંપનીઓના એસી પર ભારે છૂટ આપી રહી છે. આ સેલમાં એસીની કિંમત માત્ર 16,999 રૂપિયાથી શરૂ થાય છે. સેલમાં ઉપલબ્ધ 1 ટન એસીની કિંમત 16,999 રૂપિયા છે, 1.5 ટન એસીની કિંમત 25,999 રૂપિયા છે. બીજી બાજુ, ગ્રાહકોને 2 ટન એસીની ખરીદી પર 30% સુધીની છૂટ આપવામાં આવી રહી છે.

    આ પણ વાંચો - ભારતમાં આજે લોન્ચ થશે Poco F3 GT, જુઓ કેટલી છે આ સ્માર્ટફોનની કિંમત, કેવા છે ફિચર્સ, શું મળશે ખાસ?

    આ સેલમાં એમેઝોન પણ રેફ્રિજરેટર્સ પર પણ જંગી છૂટ આપી રહી છે. સેલમાં કન્વર્ટેબલ રેફ્રિજરેટરની કિંમત ફક્ત 22,290 રૂપિયા છે, energy-efficient રેફ્રિજરેટરની કિંમત ફક્ત 13,690 રૂપિયા હશે અને high-capacity રેફ્રિજરેટરની કિંમત ફક્ત 12,499 રૂપિયા હશે.

    ડીશવોશર પણ સસ્તામાં...

    આ એમેઝોન પ્રાઇમ ડે સેલ (Amazon Prime Day)માં ડિશવોશર્સ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સેલમાં ફેબર 12 પ્લેસ સેટિંગ્સ ડિશવોશર પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જેની રિટેલમાં કિંમત રૂ. 39,990 પર છે. આ જ રીતે, એલજી 14 પ્લેસ સેટિંગ્સ વાઇ-ફાઇ ડિશવોશર પર પણ આ સેલમાં છૂટ આપવામાં આવી રહી છે, જેની છૂટક કિંમત 64,990 રૂપિયા છે. એમેઝોન પ્રાઇમ ડે સેલમાં Bosch અને Voltas ડીશવોશર્સમાં પણ છૂટ મળશે.

    આ પણ વાંચો - Simple Energy e-scooter 15 ઓગસ્ટે લોન્ચ થશે, સૌથી વધારે 240 કિમીની આપશે રેન્જ! શું હશે કિંમત?

    એમેઝોનના આ સેલ (Amazon Prime Day)માં, 18-24 વર્ષના યુવાનો માટે પણ પ્રાઇમ મેમ્બરશીપ પર યુથ ઓફર રજૂ કરવામાં આવી છે, જેમાં યુવાનો બે પસંદગીની યોજના દ્વારા 50% ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. એચડીએફસી ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ગ્રાહકો માટે, આ સેલમાં ઇએમઆઈ ટ્રાન્ઝેક્શનના માધ્યમથી ખરીદી પર પણ 10 ટકા ઇન્સ્ટન્ટ કેશબેક આપવામાં આવી રહ્યું છે. ત્યારે, એમેઝોન પ્રાઈમ સભ્યો તેમના એમેઝોન પે આઇસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડના માધ્યમથી અનલિમિટેડ 5% રિવાર્ડ પોઇન્ટ પણ મેળવી શકે છે.
    Published by:kiran mehta
    First published: