Oppoના આ સ્માર્ટફોન પર મેળવો 5 હજાર સુધીની છૂટ, આજે છેલ્લો દિવસ

News18 Gujarati
Updated: April 19, 2019, 4:07 PM IST
Oppoના આ સ્માર્ટફોન પર મેળવો 5 હજાર સુધીની છૂટ, આજે છેલ્લો દિવસ
Oppoના આ સ્માર્ટફોન પર મેળવો 5 હજાર સુધીની છૂટ

એમેઝોન પર ગ્રાહકો માટે Oppo Fantastic Days સેલનો 19 એપ્રિલે છેલ્લો દિવસ છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: જો તમે નવો ફોન ખરીદવા માટે કોઇ સેલની રાહ જોઇ રહ્યાં છો, તો ઓપ્પોનો સ્માર્ટફોન એક સારો વિકલ્પ હોઇ શકે છે. એમેઝોન પર ગ્રાહકો માટે Oppo Fantastic Days સેલનો 19 એપ્રિલે છેલ્લો દિવસ છે. સેલમાં Oppoના Oppo F11 Pro, Oppo F9 Pro, Oppo R17 Pro જેવા સ્માર્ટફોનને ખૂબ જ સસ્તામાં ખરીદી શકાય છે. ઓપ્પો F11 પ્રો આ સેલમાં 24,990 રૂપિયામાં ખરીદી શકાય છે. સાથે જ આની પર 2500 રૂપિયાની એડિશનલ એક્સચેન્જ બોનસ પણ ઓફર કરાઇ રહી છે.

એમેઝોન પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, જો આ ફોનને ખરીદવા માટે ગ્રાહક Amazon Payનો ઉપયોગ કરે તો આની પર 500 રૂપિયા કેશબેક પણ મળશે.

ઓપ્પો F9 પ્રોને 17,990 રૂપિયામાં ખરીદી શકાય છે. આટલું જ નહીં, આ ફોન પર 2,500 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. ઓપ્પો R17ને ગ્રાહક 3,000 રૂપિયાની એક્સચેન્જ ઓફરમાં ખરીદી શકે છે. આટલું જ નહીં, આની પર No Cost EMIનું વિકલ્પ પણ આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: KISS કરતાં સમયે જાતે જ સેલ્ફી લઇ લેશે આ ફોન

વાત કરીએ ઓપ્પો R17 પ્રોની તો આની પર 5,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર મળી રહી છે. 39,990 રૂપિયામાં મળી રહેલાં આ સ્માર્ટફોનની સાથે નો-કોસ્ટ EMI પણ મળી રહ્યું છે. ઉપરાંત ઓપ્પો A7 15,990 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોન પર 2,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર મળી રહી છે.
First published: April 19, 2019, 4:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading