Apple આઈફોન SEને 2,899 રૂપિયામાં ખરીદવાની અનોખી તક

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 27, 2017, 5:54 PM IST
Apple આઈફોન SEને 2,899 રૂપિયામાં ખરીદવાની અનોખી તક

  • Share this:
Appleનો Iphone SE ખરીદવાની પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમારા માટે એક સારી તક આવી ગઈ છે. અસલમાં આઈફોન પર એમેઝોન પર ઓફર્સ આપવામાં આવી રહી છે. આ સ્માર્ટફોનની કિંમત 26,000 રૂપિયા છે, જોકે, આને ઓફર્સ હેઠળ એમેઝોન પરથી માત્ર 2,899 રૂપિયામાં તમે ખરીદી શકશો. એપ્પલના આ આઈફોન SEના 32GB વેરિએન્ટ પર એમેઝોન પર 8,001 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત આ ફોનને ખરીદવા પર 15,100 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. એટલે કે, આ ફોન ખરીદવા માટે જો તમે કોઈ જુનો સ્માર્ટફોન આપશો તો 15,100 રૂપિયા સુધીની છૂટ મળી શકે છે. ક્યાં સ્માર્ટફોનને કેટલા રૂપિયામાં લેવામાં આવશે તેની જાણકારી એેમેઝોન પર આપવામાં આવી છે. આ રીતે જો તમે તમારો કોઈ જુનો ફોનના બદલે 15,100 રૂપિયાની છૂટ મળી જાય છે તો તમને આ ફોન માત્ર 2,899 રૂપિયામાં મળી જશે.

Flipkart Offer: આઈફોન SE પર ફ્લિપકાર્ટ તરફથી પણ ઓફર આપવામાં આવી રહી છે. આ સ્માર્ટફોનની કિંમત 26,000 રૂપિયા છે, પરંતુ આને ફ્લિપકાર્ટ પર આપવામાં આવી રહેલ ઓફર હેઠળ માત્ર 3,000 રૂપિયામાં ખરીદી શકો છો. ફ્લિપકાર્ટ પણ SEના 32GB વેરિએન્ટ પર 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તે ઉપરાંત ફોન ખરીદવા પર 18,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે.

એટલે કે ,આ સ્માર્ટફોન ખરીદવા માટે કોઈ જુનો સ્માર્ટફોન આપીને 18,000 રૂપિયા સુધીના છૂટ મેળવી શકો છો. ક્યાં સ્માર્ટફોનને કેટલા રૂપિયામાં લેવામાં આવશે તેની જાણકારી ફ્લિપકાર્ટ પર આપવામાં આવી છે. આ રીતે જો તમને તમારા જુના સ્માર્ટફોનના બદલે 18000 રૂપિયાની છૂટ મળી જાય છે તો તમને આ ફોન માત્ર 3000 રૂપિયામાં મળી જશે.

 
First published: December 27, 2017, 5:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading