Home /News /tech /

સાવધાન! Amazon પર 17 હજારનો ફોન 4 હજારમાં! ફ્રોડની આ નવી ટેક્નિકથી ચેતજો

સાવધાન! Amazon પર 17 હજારનો ફોન 4 હજારમાં! ફ્રોડની આ નવી ટેક્નિકથી ચેતજો

એમેઝોન પ્રતિકાત્મક તસવીર

Smartphone Fraud: ઓનલાઈન છેતરપિંડીની (online fraud) ઘટનાઓ વચ્ચે વધુ એક નવી રીત સામે આવી છે. હવે મોંઘા ફોન સાવ સસ્તામાં આપવાની ઓફર આપીને છેતરપિંડી (smart phone fraud case) આચરવામાં આવે છે.

cyber crime news: શું 17 હજારનો ફોન તમને એમેઝોન(Amazon) કે ફ્લિપકાર્ટ (Flipkart) પર માત્ર 4 હજાર રૂપિયામાં મળી શકે છે? તમને વાંચીને અચરજ થશે અને તમારો જવાબ હશે નહીં. પરંતુ જો હું તમને કહું કે હું તમને એક પાર્સલ આપીશ, જેમાં 17 હજાર રૂપિયાનો ફોન છે, તેના બદલામાં તમારે મને માત્ર 4 હજાર રૂપિયા આપવાના રહેશે. પરંતુ શરત એવી છે કે તમારે પેમેન્ટ પછી જ તે પાર્સલ ખોલવાનું છે, તો શું તમે તે પાર્સલ ખરીદશો? સમજદાર માણસ તો આ પાર્સલ ખરીદશે નહીં, કારણ કે શું ખબર પાર્સલમાંથી ફોન નીકળે કે પછી ઇંટ કે પથ્થર. પરંતુ હાં તમને થોડી ક્ષણો માટે લાલચ જાગે તો તમે આ પાર્સલ ખરીદી લેશો અને તેના જ કારણે ફ્રોડ કરનારા(Fraudsters) બેફામ બન્યા છે.

બિલકુલ આવો જ એક ફ્રોડ હાલ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. અંશુલ નામના એક છોકરાને આવા જ એક ફ્રોડમાં ટ્રેપ કરાયો, પરંતુ તેણે થોડી હોશિયારી બતાવી અને બચી ગયો. તમારે પણ આ વાત જરૂર જાણવી જોઇએ જેથી તમે પણ આવા ફ્રોડથી બચી શકો.

છોકરીએ ફોન કરી આપી લાલચ

20 ઓગસ્ટ,2021એ અંશુલને એક ફોન આવ્યો. જેમાં છોકરી વાત કરી રહી હતી. તેણે જણાવ્યું કે તેનું નામ અંજલી છે અને તે એમેઝોનમાંથી વાત કરી રહી છે.

છોકરીએ કહ્યું – એમેઝોન તરફથી તમને એક ઓફર આપવામાં આવી રહી છે, જેમાં તમને વીવો વી15(Vivo V15) સ્માર્ટફોન પર 70 ટકાની છૂટ મળે છે. ફોનની કિંમત 17000 રૂપિયા છે, પરંતુ તમને માત્ર 4000 રૂપિયામાં મળશે. જો તમે તમારું નામ અને સરનામું કન્ફર્મ કરાવી દેશો તો તમને આ ફોન મળી જશે.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: વૃશ્ચિક રાશિના લોકો વધુ બોલશે તો મુશ્કેલીમાં મૂકાશે, જાણો રાશિફળ

અંશુલે પૂછ્યું – એમેઝોન આટલા સસ્તા ફોન શા માટે આપી રહ્યું છે?

અંજલીએ કહ્યું – લોકડાઉન પહેલા એમેઝોને વીવો પાસેથી આ ફોનનો મોટો સ્ટોક ખરીદી લીધો હતો, પરંતુ જ્યારથી લોકડાઉન થયું છે ત્યારથી ફોન વહેંચાઇ નથી રહ્યા. એવામાં કંપનીએ પોતાનું પ્રમોશન કરવા માટે આ ઓફર લોન્ચ કરી છે.

અંશુલે પૂછ્યુ – તો તેના માટે મારે શું કરવાનું રહેશે?

અંજલીએ જણાવ્યું – તમારે તમારું નામ અને સરનામું આપવાનું રહેશે. નામ અને સરનામું વેરિફાઇ કર્યા બાદ તમને એમેઝોન તરફથી એક ફોન આવશે, જેમાં તમને આગળની જાણકારી આપવામાં આવશે. તેથી અંશુલે પોતાનું નામ અને સરનામું આપ્યું અને છોકરીએ ફોન રાખી દીધો.

કેશ ઓન ડીલીવરવાળું પાર્સલ
લગભગ 4 દિવસ બાદ ફરી એકવાર અંશુલને ફોન આવ્યો. તેને ફોન પર નામ અને સરનામુ કન્ફર્મ કરવા કહેવામાં આવ્યું અને કહ્યું કે 5-6 દિવસમાં તમારી પાસે એક પાર્સલ આવી જશે, જેમાં વીવોનો વી15 ફોન હશે. આ પાર્સલ ભારતીય પોસ્ટ દ્વારા તમને મળશે, જે કેશ ઓન ડિલીવરી હશે. એટલે કે તમારે 4400 રૂપિયા આપીને તે પાર્સલ પોસ્ટ વિભાગ પાસેથી લેવાનું રહેશે.

આ પણ વાંચોઃ-સુરતઃ રૂંવાડા ઉભા કરી દે એવી હત્યા! પરિણીત યુવકે પ્રેમિકાને નંદુબાર લઈ જઈ કરી હત્યા, ગળું કાપ્યું, ટુકડા કર્યા, મોંઢાની ચામડી પણ કાઢી

આપને જણાવી દઇએ કે ભારતીય ટપાલ દ્વારા જે પાર્સલ તમારી પાસે આવે છે, તેને લીધા બાદ તમે પરત કરી શકતા નથી. જો તે કેશ ઓન ડીલીવરી(Cash On Delivery) છે તો તમારે પહેલા પૈસા આપવાના હોય છે અને ત્યાર બાદ પાર્સલ ખોલીને જોઇ શકો છો. ટપાલ વિભાગની કોઇ જવાબદારી હોતી નથી કે તે પાર્સલમાં શું નીકળશે.

તો અંશુલે પૂછ્યું કે એમેઝોન તો પોતે જ ડિલીવરી કરે છે, તો તમે પોસ્ટ દ્વારા શા માટે મોકલી રહ્યા છો?

આ ફ્રોડર્સ પાસે દરેક સંભવિત સવાલનો જવાબ પહેલાથી જ હોય છે, છોકરી કહ્યું કે અમે એટલે કે એમેઝોને વીવોની સાથે એક ટાઇ-અપ(Tie-Up) કર્યુ છે. તમને પણ ખબર છે કે એમેઝોન ડાયરેક્ટ કંઇ જ નથી કરતું, તેના સેલર હોય છે. તે જ રીતે અમારું પરસ્પર ટાઇઅપ છે અને અમારા પ્રમોશન માટે ઇન્ડિયન પોસ્ટ થકી પાર્સલ મોકલવામાં આવે છે.

આ પણ વાંચોઃ-લો બોલો! મહિલાએ બાંધ્યો શ્વાન સાથે શરીર સંબંધ, પછી એવી ભરાઈ કે... પસ્તાવાનો પાર નહીં

જો તમે ધ્યાનથી છોકરીએ કહેલી વાત વાંચશો તો તમે જાણી શકશો કે તે અંશુલના સવાલનો જવાબ ન હતો. વાતને ફેરવીને ટાળી દેવામાં આવી. જો એમેઝોન અને વીવોમાં ટાઇ-અપ છે તો તેમાં ભારતીય પોસ્ટ (Indian Post)નો શું રોલ?

અંશુલ જોકે પહેલા ફોનમાં જ સમજી ગયો હતો કે કોઇ ફ્રોડ કોલ છે, પરંતુ તેણે વાતને થોડી ખેંચવાનો પ્રયાસ કર્યો. તેના 5-6 દિવસ બાદ એકવાર ફરી ફોન આવ્યો અને કહ્યું કે પાર્સલ પોસ્ટ ઓફિસ (Post Office) પહોંચી ગયું છે અને તમારે 4400 રૂપિયા આપીને લેવાનું રહેશે.

અંશુલે કહ્યું કે, હાં તે આજે જ પાર્સલ છોડાવી લેશે. પરંતુ તેણે આવું ન કર્યુ. અંશુલની પાસે વારંવાર ફોન આવતા રહ્યા પરંતુ તે પોતાને કોઇને કોઇ કામમાં વ્યસ્ત હોવાનું કહી પાર્સલ લીધુ નહીં. જો અંશુલ પાર્સલ સ્વીકારે તો તેને 4400 રૂપિયાનો ચૂનો લાગી શકતો હતો.

તમારે શું કરવું જોઇએ?
અમે તમને તેમ નથી કહેવા માગતા કે તમે પણ અંશુલની જેમ પાર્સલ ઓર્ડર કરો અને પછી તેને રીસિવ ન કરો. તમને જ્યારે કોઇ પ્રકારની લાલચ આપવામાં આવે તો સમજી જવું કે કોઇ ફ્રોડ આચરનારનો ફોન છે. સ્વાભાવિક છે કે કોઇ કંપની કારણ વિના જ આટલી સારી ઓફર શા માટે આપે? જો આવી કોઇ ઓફર હશે તો તેના માટે કંપની છાપાઓ અને વેબસાઇટ્સ પર પોતાની મોટી જાહેરખબરો આપશે. જો તમને આવો કોઇ ફોન આવે તો વધુ લાંબી વાત ન કરો. તેમના દ્વારા શેર કરવામાં આવેલ કોઇ પણ મેસેજ (Whatsapp, SMS, Email)ને ખોલવો જોઇએ નહીં.
Published by:ankit patel
First published:

Tags: Amazone, CYBER CRIME, Online fraud

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन