ઇ-કૉમર્સ વેબસાઇટ Amazonએ દેશમાં લાગેલા લોકડાઉન વચ્ચે બાળકોની સુવિધાને ધ્યાનમાં રાખીને સ્કૂલ ફ્રોમ હોમ સ્ટોર લોન્ચ કર્યો છે. સંક્રમણના કારણે સ્કૂલો ખૂલવામાં હજી સમય છે. અને તેવામાં મોટાભાગની સ્કૂલો ઓનલાઇન ક્લાસ લઇ રહી છે. બાળકોની સુવિધાને દેખતા સ્કૂલમાં જરૂરી તમામ વસ્તુઓ હવે તમને સ્કૂલ ફોર હોમમાં મળશે. ખાસ કરીને આ સ્ટોર ઘર પર રહીને ભણતા બાળકોના વાલી અને વિદ્યાર્થીઓને મદદ કરશે.
હાલમાં જ Amazonના સર્ચ ટ્રેન્ડથી જણાવા મળ્યું કે વર્ક એન્ડ સ્કૂલ ફ્રોમ હોમ પ્રોડક્સ અંગે ખૂબ સર્ચ થઇ રહ્યું છે. જેને જોતા Amazon.inએ આજે School From home સ્ટોર લોન્ચ કર્યો છે. આ સ્ટોરમાં સ્ટડી અને રાઇટિંગ માટે આવશ્યક વસ્તુઓ, સ્ટેશનરી, લેપટોપ, ટેબલેટ અને પીસી, હેટસેટ્સ અને સ્પીકર, પ્રિંટર્સ, કીબોર્ડ અને માઉસ, હોમ ફર્નિસિંગ જેમ કે કેબિનેટ, બુકશેલ્ફ, સ્ટડી લેમ્પ અને અન્ય પ્રોડક્ટ પર આકર્ષક ડીલ્સ અને ઓફર્સ આપવામાં આવે છે.

એમેઝોન પર મળતી વસ્તુઓ
Amazon પર સૌથી વધુ સ્ટડી ટેબલ સર્ચ થઇ રહ્યું છે. અને સ્ટડી ટેબલની સર્ચ 2.5 ટકા વધી ગઇ છે. તે પછી લેપટોપ, ટેબલેટ્સનું સર્ચ પણ વધારે છે. સાથે જ હેડફોન અને ઇયરફોનનું સર્ચ પણ વધ્યું છે. બાળકોની સ્ટેશનરી પણ વધી છે. કમ્પ્યુટર પાર્ટ્સમાં પણ સારો એવો ઉછાળો જોઇ શકાય છે. કિબાર્ડનું સર્ચ પણ વધ્યું છે.
આમ હવે ઓનલાઇન કંપનીઓ લોકડાઉન દરમિયાન તેમના ગ્રાહકોને વધુ સુવિધા મળે તે માટે આ રીતેના નવા પ્રોડક્ટ લોન્ચ કરી રહી છે જે ઘરે રહીને પણ તમારી સુવિધા વધારે.