Home /News /tech /Amazonથી ફ્લાઇટ ટિકિટ બૂક કરાવવા પર મળી રહ્યું છે રુ. 2000નું કેશબેક

Amazonથી ફ્લાઇટ ટિકિટ બૂક કરાવવા પર મળી રહ્યું છે રુ. 2000નું કેશબેક

ફ્લાઇટ બૂકિંગ માટે તમે એમેઝોનની સાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશનથી મદદ મેળવી શકો છો.

ફ્લાઇટ બૂકિંગ માટે તમે એમેઝોનની સાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશનથી મદદ મેળવી શકો છો.

અનેક લોકો ઇ-કૉમર્સ સાઇટ એમેઝોનનો ઉપયોગ કરી રહ્યાં છે. આ કિસ્સામાં એમેઝોન પર તમારું એકાઉન્ટ પણ હશે. તમે અત્યાર સુધી એમેઝોનથી રિચાર્જ અને શોપિંગ કરી શકતા હતા, પરંતુ હવે એમેઝોન દ્વારા પણ ફ્લાઇટ ટિકિટ બૂક કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. હવે તમે એમેઝોન પેની મદદથી એમેઝોન પર ટિકિટ બૂક કરી શકો છો.

ફ્લાઇટ બૂકિંગ માટે તમે એમેઝોનની સાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશનથી મદદ મેળવી શકો છો. ફ્લાઇટ બૂકિંગ માટે એમેઝોને ક્લિયરટ્રીપ સાથે ભાગીદારી કરી છે. જો કે આમા તમને માત્ર ઘરેલું ફ્લાઇટ બૂક કરવાનો વિકલ્પ મળશે.

આ પણ વાંચો:  ઉનાળાની રજાઓમાં માત્ર 999 રુપિયામાં કરો હવાઇ સફર, આ છે પ્રોસેસ

એમેઝોન પર ફ્લાઇટ બૂકિંગ સાથે ઑફર્સ



આ પણ વાંચો: 3 કેમેરા સાથે લોન્ચ થયો 5 હજાર રૂપિયાનો ફોન, આવા છે ફીચર્સ

ઓફર વિશે વાત કરીએ તો કંપની રૂ. 2,000 સુધી કેશબેક આપી રહી છે. જો તમે 8000 રુપિયાની ટિકિટ બૂક કરાવો છો તો પ્રાઇમ મેમ્બર્સને 800 રુપિયાનું કેશબેક અને નોન-પ્રાઇમ મેમ્બર્સને 400 રુપિયાનું કેશબેક મળશે. જો તમે 8000 રુપિયાથી 19,999 રુપિયા વચ્ચે ટિકિટ બૂક કરાવો છો તો પ્રાઇમ મેમ્બરને 1200 રુપિયા અને નોન-પાઇમ મેમ્બર્સને 800 રુપિયાનું કેશબેક અને 20,000 રુપિયાથી વધારે ટિકિટ બૂક કરાવવા પર પ્રાઇમ મેમ્બર્સને 2000 રુપિયાનું કેશબેક અને નોન પ્રાઇમ મેમ્બર્સને 1600 રુપિયાનું કેશબેક મળશે.
First published:

Tags: અમેઝોન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો