Exclusive: Paytm બાદ એમેઝોને શરૂ કરી UPI સર્વિસ

અમેઝોન કંપનીનો લોગો

પે ટીએમ, ફોન પે, એમેઝોન, મોબિવિક્સ, ફ્રીચાર્જ, વગેરે જેવી ઈ-વૉલેટ કંપનીઓ ઉપરાંત ગુગલની ગુગલ પે એપ દ્વારા યુપીઆઈ સુવિધા મળે છે.

  • Share this:
    ન્યૂઝ 18 ગુજરાતી: અમેરિકાની ઈ-કૉમર્સ કંપની એમેઝોને ભારતના ઑનલાઇન પ્લેટફોર્મ પર યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) સર્સિવસ શરૂ કરવાની જાહેરાત કરી છે. એમેઝોને આ સુવિધા એક્સિસ બેન્કની ભાગીદારીમાં શરૂ કરી છે. યુઝર્સ આ સુવિધાનો ઉપયોગ એમેઝોનની એપના માધ્યમથી કરી શકશે.

    પ્રાપ્ત વિગતો મુજબ, એમેઝોને ભારતમાં પોતાના યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) હેન્ડલને શરૂ કરવાની કવાયત કરી છે. કંપનીએ પોતાના કેટલાક યુઝર્સને આ UPI હેન્ડલની માહિતી આપી છે. યુઝર્સે એમેઝોન UPI સાથે પોતાના બેન્ક એકાઉન્ટ લિંક કરવાના રહેશે. ત્યારબાદ એમેઝોન સાથે યુઝર્સ સીધો બેન્ક વ્યવહાર કરી શકશે. કંપનીએ હાલમાં તો @apl હેન્ડલના નામે આ સેવા શરૂ કરી છે.

    એમેઝોન કંપનીની આ સેવા @apl UPI હેન્ડલના નામથી શરૂ થઈ છે.


    કેટલીક કંપનીના UPI D

    Paytm @paytm

    PhonePe @ybl

    Amazon Pay @apl

    Mobikwik @ikwik

    Freecharge @freecharge

    દેશમાં પે ટીએમ, ફોન પે, એમેઝોન, મોબિવિક્સ, ફ્રીચાર્જ, વગેરે જેવી ઈ-વૉલેટ કંપનીઓ ઉપરાંત ગુગલની ગુગલ પે એપ દ્વારા યુપીઆઈ સુવિધા મળે છે.
    Published by:Jay Mishra
    First published: