iPhone 12: આઈફોન 12ની કિંમતમાં 11,901 રૂપિયાનો ઘટાડો, જાણો માનવામાં ન આવે તેવી ઑફર વિશે
iPhone 12: આઈફોન 12ની કિંમતમાં 11,901 રૂપિયાનો ઘટાડો, જાણો માનવામાં ન આવે તેવી ઑફર વિશે
આઈફોન 12 (પ્રતીકાત્મક તસવીર)
iPhone 12 price: અમેઝોનનો ગ્રેટ રિપબ્લિક સેલ પ્રાઇમ મેમ્બર્સ માટે 16મી જાન્યુઆરીના રોજ શરૂ થયો હતો. નોન પ્રાઇમ મેમ્બર્સ માટે આ સેલ આજે એટલે કે 17મી જાન્યુઆરીના રોજ શરૂ થયો છે.
નવી દિલ્હી: હાલ વિવિધ ઇ-કોમર્સ વેબસાઇટ પર સેલની મોસમ ચાલી રહી છે. ફ્લિપકાર્ટ (Flipkart)થી લઈને અમેઝોન (Amazon) પર હાલ સેલ ચાલી રહ્યા છે. જેમાં અમેઝોન પર ગ્રેટ રિપબ્લિક ડે સેલ (Amazon Great Republic Day Sale) ચાલી રહ્યો છે. આ સેલમાં એપલનો આઇફોન 12 ઓછી કિંમતે મળી રહ્યો છે. આ સેલમાં અમેઝોન 53,999 રૂપિયામાં આઈફોન 12 (iPhone 12 price) આપી રહી છે. અમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ આગામી 20મી જાન્યુઆરી સુધી ચાલશે. પ્રાઇમ મેમ્બર્સ માટે આ સેલ 16મી જાન્યુઆરીના રોજ શરૂ થઈ ગયો હતો.
આઈફોન 12ની ફોનની મૂળ કિંમત ₹65,900
એપલના ખૂબ જ પ્રસિદ્ધ ફોન આઈફોન12ના 64GB વેરિઅન્ટની મૂળ કિંમત 65,900 રૂપિયા છે. અમેઝોન ગ્રેટ રિપબ્લિક સેલમાં આ ફોન 53,999 રૂપિયામાં મળી રહ્યો છે. એટલે કે ફોન પર 11,901 રૂપિયાનું વળતર મળી રહ્યું છે. એટલે કે 2020માં લૉંચ થયેલા આઈફોનની કિંમતમાં ખૂબ મોટો ઘટાડો આવ્યો છે. અમેઝોનનો ગ્રેટ રિપબ્લિક સેલ પ્રાઇમ મેમ્બર્સ માટે 16મી જાન્યુઆરીના રોજ શરૂ થયો હતો. નોન પ્રાઇમ મેમ્બર્સ માટે આ સેલ આજે એટલે કે 17મી જાન્યુઆરીના રોજ શરૂ થયો છે. અમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ આગામી 20મી જાન્યુઆરી સુધી ચાલશે.
અમેઝોન પર ગ્રેટ રિપબ્લિક ડે સેલ
આજે શરૂ થયેલા ગ્રેટ રિપબ્લિક સેલમાં આઈફોનઉપરાંત અન્ય સ્માર્ટફોન પર પણ સારી એવી ઑફર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત અન્ય ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ પર પણ અમેઝોન તરફથી ખૂબ સારી ઑફર આપવામાં આવી રહી છે. ડિસ્કાઉન્ટ ઉપરાંત ક્રેડિટ કાર્ડ પર પણ ઑફર આપવામાં આવી રહી છે.
આઈફોન 12ના ફીચર્સ
એપલ iPhone 12માં 6.1-ઇંચની HD સુપર રેટિના XDR ડિસ્પ્લે છે. આ આઇફોનમાં લેટેસ્ટ A14 બાયોનિક ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનમાં મેગસેફ ચાર્જિંગ સપોર્ટેડ છે. કેમેરા તરીકે એપલ iPhone 12માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેના રિયર કેમેરો 12 મેગાપિક્સલનો છે, જે અલ્ટ્રા વાઇડ એંગલને સપોર્ટ કરે છે.
આ સિવાય 12 મેગાપિક્સલનો વાઇડ એંગલ કેમેરા આપવામાં આવ્યો છે. એપલ iPhone 12માં સેલ્ફી માટે 12 મેગાપિક્સલનો કેમેરો છે. ફોન iOS 14 આઉટ ઓફ ધ બોક્સ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આઇફોન 12 સ્માર્ટફોન ઘણા રંગ વિકલ્પોમાં રજૂ કરવામાં આવ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર