Amazon Great Republic Day Sale: ગ્રેટ રીપબ્લિક ડે સેલમાં આ સ્માર્ટફોન્સ પર મળી રહ્યું છે આકર્ષક ડિસ્કાઉન્ટ
Amazon Great Republic Day Sale: ગ્રેટ રીપબ્લિક ડે સેલમાં આ સ્માર્ટફોન્સ પર મળી રહ્યું છે આકર્ષક ડિસ્કાઉન્ટ
સેમસંગ ગેલેક્સી એમ12
Amazon Great Republic Day Sale: અહીં અમે એવા સ્માર્ટફોન્સ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેને તમે આ સેલમાં રૂ.10 હજારની અંદર (Smartphone Under Rs.10 Thousand) મેળવી શકો છો.
મુંબઈ: ઇ-કોમર્સ સાઇટ એમેઝોન (Amazon) પર 17થી 20 જાન્યુઆરી, 2022 સુધી ગ્રેટ રિપબ્લિક ડે સેલ (Great Republic Day Sale) અંતર્ગત વિવિધ પ્રોડક્ટ પર બમ્પર ડિસ્કાઉન્ટ (Bumper Discount) મળી રહ્યું છે. ગ્રાહકો OnePlus, Xiaomi, Samsung, iQOO, Apple જેવી ટોચની બ્રાન્ડ્સના મોબાઇલ અને એસેસરીઝ પર 40% સુધીના ડિસ્કાઉન્ટ (Discount on Mobile)નો લાભ લઇ શકે છે. અહીં અમે એવા સ્માર્ટફોન્સ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેને તમે આ સેલમાં રૂ.10 હજારની અંદર (Smartphone Under Rs.10 Thousand) મેળવી શકો છો.
ટેક્નો Pop 5 LTE
ટેક્નોએ તાજેતરમાં એમેઝોન પર 3 નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે, જેમાં Tecno Spark 8T, Tecno Spark 8 pro અને Tecno Pop 5 LTEનો સમાવેશ થાય છે. Tecno Pop 5 LTE એ એક સસ્તો ડ્યુઅલ કેમેરા સ્માર્ટફોન છે. Amazon.in તેની કિંમત રૂ.6,299થી શરૂ થાય છે. Tecno Pop 5માં LTE 5,000mAh બેટરી, IPX2 સ્પ્લેશ રેઝિસ્ટન્સ અને 6.52 ઇંચ HD+ ડિસ્પ્લે જેવા ફીચર્સ છે. ગ્રાહકો SBI ક્રેડિટ કાર્ડ દ્વારા વધારાનું 10 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
ટેક્નો Spark 8T
Spark 8T સેલ દરમિયાન રૂ. 9299માં ઉપલબ્ધ છે. આ ફોન પર પણ SBI કાર્ડ્સ દ્વારા વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. Spark 8Tમાં 6.6 ઇંચ FHD+ ડિસ્પ્લે, 50MP કેમેરા અને મેટલ ડિઝાઇન મળશે.
રેડમી 9A Sport
આ ફોન માત્ર એમેઝોન પર ઓનલાઇન ઉપલબ્ધ છે. ફોનની મૂળ કિંમત રૂ.8,499 છે અને તે રૂ.7,499માં વેચાય છે. પરંતુ સેલમાં તમને રૂ.6999માં આ ફોન મળશે. રેડમી 9A સ્પોર્ટ ઑફર્સમાં વધુ ડિસ્કાઉન્ટ મળશે. તે SBI બેંકના ક્રેડિટ કાર્ડ્સ પર રૂ.6,999 ઉપરાંત વધારાના 10%ની છૂટ અથવા રૂ.700ની બચત સાથે ઉપલબ્ધ થશે અને તેની કિંમત રૂ.6,299 સુધી પહોંચી જશે. આ ફોનમાં HD+ IPS ડિસ્પ્લે, Mediatek Helio G25 ઓક્ટા કોર પ્રોસેસર, 5,000mAh બેટરી અને વધારાની સ્ટોરેજ ક્ષમતા મળશે.
રેડમી 9A
ફોનની મૂળ કિંમત રૂ.8,499 છે અને તે સામાન્ય રીતે રૂ.6,999માં વેચાય છે. રેડમી 9A ઑફર્સમાં વધુ ડિસ્કાઉન્ટ જોવા મળશે અને તે SBI બેંક ક્રેડિટ કાર્ડ સાથે રૂ.700ની છૂટ સહિત માત્ર રૂ.6,299માં ઉપલબ્ધ થશે. આ ફોનમાં HD+ IPS ડિસ્પ્લે, Mediatek Helio G25 ઓક્ટા કોર પ્રોસેસર, 5,000mAh બેટરી અને 512 GB સુધીની વધારાની સ્ટોરેજ ક્ષમતા છે.
રિયલમી Narzo 50i
રિયલમી Narzo 50i સામાન્ય રીતે રૂ.7,499માં વેચાય છે, વેચાણ દરમિયાન તે કૂપન અને બેંક ઑફર સાથે રૂ.500ની છૂટ સહિત માત્ર રૂ.6,299માં ઉપલબ્ધ થશે. આ સ્માર્ટફોન 6.5 ઇંચ ડિસ્પ્લે અને 5,000mAh બેટરી સાથે આવે છે.
સેમસંગ ગેલેક્સી M12
ફોનમાં 90Hz ડિસ્પ્લે અને 6,000mAh બેટરી છે. ફોનમાં 48MP ક્વાડ કેમેરા, 5MP અલ્ટ્રા-વાઇડ કેમેરા, 2MP મેક્રો લેન્સ અને 2MP ડેપ્થ કેમેરા છે. સેમસંગ ગેલેક્સી M12ની મૂળ કિંમત રૂ.11,999 હતી. પરંતુ અમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ દરમિયાન માત્ર રૂ.9499માં SBI બેન્ક કાર્ડ્સ પર 10% વધારાની છૂટ સાથે ઉપલબ્ધ થશે. જેનાથી ફોનની કિંમત ઘટીને લગભગ રૂ.8,550 થાય છે.
આ ફોન 6.5 ઇંચ HD+ ડિસ્પ્લે, 50MP પ્રાઈમરી કેમેરા ફીચર્સ સાથે આવે છે. સેલ દરમિયાન તે રૂ.11,499માં ઉપલબ્ધ છે. કુપન સાથે વધારાની રૂ.1,000ની છૂટ અને SBI કાર્ડ્સ સાથે વધારાના ડિસ્કાઉન્ટ સાથે ગ્રાહકો આ સ્માર્ટફોનને રૂ.9,499ની કિંમતે ખરીદી શકે છે.
ટેક્નો સ્પાર્ક ગો 2022
ફોનમાં 6.5 ઇંચ ડોટ નોચ ડિસ્પ્લે અને 6,000mAh છે. Tecno Spark Go સેલ દરમિયાન રૂ.7,699માં ઉપલબ્ધ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર