અડધી કિંમતમાં Smart TV, 20 જાન્યુ.થી Amazon Great Indian Sale

યૂઝર્સને પ્રોડક્ટ્સ પર નો કોસ્ટ ઈએમઆઈની ઓફર આપવામાં આવશે. તમામ ક્રેડિટ કાર્ડ્સ પર યૂઝર્સને નો કોસ્ટ ઈએમઆઈનું ઓપ્શન મળશે.

News18 Gujarati
Updated: January 12, 2019, 5:20 PM IST
અડધી કિંમતમાં Smart TV, 20 જાન્યુ.થી Amazon Great Indian Sale
યૂઝર્સને પ્રોડક્ટ્સ પર નો કોસ્ટ ઈએમઆઈની ઓફર આપવામાં આવશે. તમામ ક્રેડિટ કાર્ડ્સ પર યૂઝર્સને નો કોસ્ટ ઈએમઆઈનું ઓપ્શન મળશે.
News18 Gujarati
Updated: January 12, 2019, 5:20 PM IST
અમેજોને વર્ષ 2019ની પહેલી સેલની જાહેરાત કરી દીધી છે. કંપનીનો Great Indian Sale 20 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે, જે 23 જાન્યુઆરી સુધી ચાલશે. ત્રણ દિવસ ચાલનારા આ સેલમાં HDFCના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 10 ટકા ઈન્સ્ટન્ડ ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકે છે. આ સેલ એ યૂજર્સ માટે ખુશખબરી લઈને આવ્યો છે, જે લોકો સામાન ખરીદવા માટે સેલની રાહ જોઈને બેઠા છે. ગ્રેટ ઈન્ડિયન સેલમાં મોબાઈલ, વોશિંગ મશીન, લેપટોપ જેવી પ્રોડક્ટ પર જબરદસ્ત ઓફર મળી રહી છે. તો જઈએ કઈ પ્રોડક્ટ્સ પર ફાયદો ઉઠાવી શકાશે.

આ સ્માર્ટફોન પર છે ઓફર
સેલમાં સ્માર્ટફોન પર નો-કોસ્ટ EMI અને એક્સચેન્જ ઓફર આપવામાં આવશે. ડિસ્કાઉન્ટ પર મળતા પોનના લીસ્ટમાં OnePlus 6T, શિયોમીનો Y2, Huawei Nova 3i, Honor 8X, Vivo V9, iPhone X અને કેટલાએ ફોન સામેલ છે.

આ સિવાય, લેપટોપ, હેડફોન્સ, હાઈ ડ્રાઈવ અને કેમેરા જેવી ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અમેજોન ટીવી અને Appliances પર 50 ટકા છૂટ મળશે. હોમ એન્ડ કિચન શોપિંગ પર 75 ટકા સુધીનો ફાયદો ઉઠાવી શકાશે. આ સિવાય લેપટોપ ખરીદવાનો પણ સારો મોકો છે, જે ગ્રાહક 30000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ પર ખરીદી કરી શકે છે.

અડધી કિંમતમાં TV
Amazon Great Indian સેલમાં બુક્સ એન્ડ એન્ટરટેનમેન્ટ કેટેગરી પર 60 ટકા અને TV એન્ડ અપ્લાયંસેઝ પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મલશે. ગ્રાહક આ સેલમાં ફ્રિઝ પર 3500 રૂપિયા સુધીનો ફાયદો ઉઠાવી શકે છે. TV પર 40000 રૂપિયા સુધીની છૂટ પણ આપવામાં આવશે. વોશિંગ મશીન પર 8000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ અને એસી પર 25000 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવશે.
આ પણ છે ઓફર
યૂઝર્સને પ્રોડક્ટ્સ પર નો કોસ્ટ ઈએમઆઈની ઓફર આપવામાં આવશે. તમામ ક્રેડિટ કાર્ડ્સ પર યૂઝર્સને નો કોસ્ટ ઈએમઆઈનું ઓપ્શન મળશે. આ હેઠળ મોબાઈલ, વોશિંગ મશીન, લેપટોપ, એસી, ટેલિવિઝનને ઈએમઆઈ સાથે ખરીદી શકાશે. આ સાથે બજાદ ફિન્સર્વ દ્વારા પણ નો કોસ્ટ ઈએમઆઈ ઓફરનો ફાયદો ઉઠાવી શકાશે.
First published: January 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...