ન્યૂઝ18 ગુજરાતી: એમેઝોન પર આ વર્ષના પહેલા અને સૌથી મોટા સેલ ‘Great Indian Sale’ની શરૂઆત થઇ ચૂકી છે. આજે 12 વાગ્યાથી આ સેલનો લાભ માત્ર એમેઝોનના પ્રાઇમ મેમ્બર્સને જ મળશે. અન્ય ગ્રાહકો માટે સેલ 20થી 23 જાન્યુઆરી સુધી ચાલશે. ત્રણ દિવસ ચાલનાર આ સેલમાં HDFCના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 10% ઇન્સ્ટેન્ટ ડિસ્કાઉન્ટ મળશે.
એમેઝોને આ 'ગ્રેટ ઇન્ડિયન સેલ'માં મોબાઇલ, વોશિંગ મશીન, લેપટોપ જેવા પ્રોડક્ટ પર સારી ઓફર્સ રજૂ કરી છે. ચાલો જોઇએ કઇ પ્રોડક્ટ્સ પર કેટલો લાભ મળશે
લોકપ્રિય સ્માર્ટ ફોન Realme U1ને ગ્રાહક 10,999 રૂપિયામાં ખરીદી શકશે, જેની મૂળ કિંમત 12,999 છે. ત્યાં જ Honor 8X 2,000ની એક્સચેન્જ ઓફરમાં ખરીદી શકાશે.
સેલમાં હોમ, કિચનના પ્રોડક્ટ્સ પર 75% અને ઇલેક્ટ્રોનિક આઇટમ પર 60% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આમાં ગ્રાહક No cost EMI અને એક્સચેન્જ ઓફરનો લાભ મેળવી શકે છે.
સેલમાં Samsung Full HD Smart TV 58,900ની જગ્યાએ 36,990 રૂપિયામાં ઉપલબ્ધ છે. સાથે જ TCL 4K UHD Android માત્ર 43,990માં ખરીદી શકાય છે, જેની કિંમત 79,990 રૂપિયા છે. ગ્રેડ ઇન્ડિયન સેલમાં વોશિંગ મશીન પર 11,000 રૂપિયા સુધીની છૂટ મળી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર