8 હજાર રૂપિયાથી પણ સસ્તો થઈ ગયો Xiaomiનો 6GB RAM વાળો બજેટ સ્માર્ટફોન, મળશે 5000mAh બેટરી

Redmi 9 Activમાં ઘણાં આકર્ષક ફીચર્સ આપવામાં આવ્યા છે.

શાઓમીના રેડમી 9 એક્ટિવ (Redmi 9 Activ) પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ફોનની સૌથી ખાસ વાત તેની 5000mAhની બેટરી, 6 જીબી સુધી RAM અને HD+ ડિસ્પ્લે છે.

 • Share this:
  મુંબઈ: એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ (Amazon Great Indian Festival Sale)નો રાઉન્ડ 2 ‘Extra Happiness Days’ હજુ પણ લાઈવ છે. સેલમાં ગ્રાહક ફોન પર એકથી એક આકર્ષક ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ગ્રાહકોને ફોન પર 40% સુધીનું ડિસ્કાઉન્ટ (Discount) મળી રહ્યું છે. સેલમાં અમુક બેસ્ટ ફોન ડીલની વાત કરીએ તો શાઓમીનો ફોન રેડમી 9 એક્ટિવ (Redmi 9 Active) બજેટમાં મળી રહ્યો છે અને તેના ફીચર્સ પણ આકર્ષક છે. આ ફોનને 9,499 રૂપિયાની શરૂઆતી કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો, પણ સેલમાં આ ફોન ફક્ત 8,499 રૂપિયામાં અવેલેબલ છે. આ ઉપરાંત ફોન પર બેસ્ટ ઓફર હેઠળ 7,650 રૂપિયામાં પણ આપવામાં આવે છે. જાણકારી માટે જણાવી દઈએ કે આ ફોન 4GB RAM+ 64GB સ્ટોરેજ અને 6GB રેમ+ 128GB સ્ટોરેજ સાથે આવે છે.

  આ ફોન ત્રણ કલર ઓપ્શન- કાર્બન બ્લેક, કોરલ ગ્રીન અને મેટાલિક પર્પલમાં ઉપલબ્ધ છે. રેડમી 9 એક્ટિવ સ્માર્ટફોનમાં 6.5 ઇંચનું HD+ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.

  આ પણ વાંચો: Flipkart Big Diwali Sale: ખૂબ ઓછી કિંમતે ખરીદો iPhone 12, જાણો ઑફર વિશે

  આ સ્માર્ટફોનમાં મીડિયાટેક હિલીયો G35 પ્રોસેસેર આપવામાં આવ્યું છે. ફોનમાં 4GB અને 6GB રેમનુ ઓપ્શન મળે છે. ફોનમાં 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ મળે છે. તેના સ્ટોરેજને માઈક્રોએસડી કાર્ડના માધ્યમથી વધારી શકાય છે.

  ફોનમાં ડુઅલ કેમેરા સેટઅપ

  Redmi 9 Activમાં રિયર પર ડુઅલ કેમેરા સેટઅપ છે. આ ફોનમાં 13 મેગાપિક્સલના પ્રાઈમરી સેન્સર સાથે 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર અવેલેબલ છે. સ્માર્ટફોનમાં સ્ક્રીન પર આપવામાં આવેલા વોટરડ્રોપ નોચમાં 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.

  રેડમીનો આ ફોન એન્ડ્રોઇડ 11 બેસ્ડ MIUI 12 સાથે આવે છે. ફોનમાં રિયર પર ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે. પાવર માટે આ ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 10Wના ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. ડિવાઈસ 164.9 x 77.07 x 9.0 mm અને 194 ગ્રામ વજન સાથે આવે છે.

  iPhone 12 પર ફ્લિપકાર્ટની જબરદસ્ત ઑફર

  ફ્લેગશીપ ફેસ્ટિવલ સેલ (Flipkart Festival Sale) બાદ ફિલ્પકાર્ટ પર વધી એક સેલ શરૂ થયો છે. હાલ ફ્લિપકાર્ટ પર બિગ દિવાલી સેલ (Big Diwali Sale) ચાલી રહ્યો છે. આ સેલમાં લગભગ તમામ કેટેગરીમાં મોટું ડિસ્કાઉન્ટ (Discount) અને ઑફર આપવામાં આવી રહી છે. આવી જ એક ઑફરમાં ફ્લિપકાર્ટ પર એપલ iPhone 12 (64GB) ફક્ત 38,349 રૂપિયામાં મળી રહ્યો છે. એટલું જ નહીં, જો તમે બેંકની વધારાની ઑફરનો લાભ લો છો તો ફોન આનાથી પણ ઓછી કિંમતે મળી રહ્યો છે. એપલના 128GB વર્ઝન સાથેના સ્માર્ટફોન પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. (સમગ્ર અહેવાલ વાંચો...)
  Published by:Nirali Dave
  First published: